If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: ગરોળી

સલ એક ગરોળીની લંબાઈના અપૂર્ણાંકના વ્યવહારિક પ્રશ્નને ઉકેલે છે.  અપૂર્ણાંકોના છેદ સમાન છે.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયેશ અને સોહીલે તેના વાડામાંથી એક ગરોળી પકડી જેનું શરીર 17/8 ઇંચ લાંબુ છે અને તેની પૂછડી 10/8 ઇંચ લાંબી છે ગરોળીના શરીર અને પૂછડીની લંબાઈ કેટલી હશે હવે સારી વાત એ છે કે ગરોળી માપપટ્ટી પાસે જ ઉભી છે જેના પર ઈંચમાં માપ દર્શાવેલ છે એટલું જ નહિ એક ઇંચના 8 ભાગ કરીને દર્શાવેલ છે જુઓ આ એક ઇંચ છે જેમાં 1 2 3 4 5 6 7 8 8 ભાગ આપેલ છે આમ જુઓ 17/8 ઇંચ લાંબુ શરીર જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આ આખો ભાગ થશે 17/8 ધ્યાનથી જુઓ તે 2 પૂર્ણાંક 1/8 જેટલું છે 8 દુ 16 વત્તા 1 શેષ બરાબર 17 હવે જુઓ કે ગરોળીના શરીર ની લંબાઈ છે 17/8 જેટલી આપણેગણતરી પણ કરી 17/8 અહીં લખીએ 17/8 તેમજ અહીં જણાવ્યું છે કે તેની પૂછડી 10/8 ઇંચ જેટલી લાંબી છે માટે અહીંથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 આમ આ અંતર આપણે જે ગણ્યું તે મુજબ 10/8 છે જે તેની પૂછડીના છેડા સુધીની લંબાઈ છે હવે પ્રશ્નમાં છે કે ગરોળીના શરીર અને પૂછડીની કુલ લંબાઈ કેટલી હશે તે માટે આપણે 17/8 અને 10/8 નો સરવાળો કરીએ માટે તે થશે 17+10 છેદમાં 8 = 27/8 આમ અહીં જે નિશાન છે તેની કિંમત થશે 27/8 હવે જો તમને તે મિશ્ર સંખ્યા સ્વરૂપે લખવું હોયતો તેને લખાય 8 તરી 24 અને શેષ વધે 3 તેથી તેને લખાય 3 પૂર્ણાંક 3 અષ્ટમાંશ હવે માપપટ્ટી પર જુઓ 1 2 3 અને બીજા 1 2 3 અષ્ટમાંશ આમ આ બંને બાબતો સમાન છે