If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મિશ્ર સંખ્યાની બાદબાકીનો પરિચય

સેલ સમાન(સરખાં) છેદવાળી 2 મિશ્ર સંખ્યાઓની બાદબાકી કરે છે. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મિશ્ર સંખ્યાઓની બાદબાકીનો થોડો મહાવરો કરીએ ધારો કે આપણી પાસે 2 પૂર્ણાંક 5/8 ઓછા 1 પૂર્ણાંક 2/8 છે. હવે તેનો જવાબ શું મળે વિડીયો અટકાવીને જાતે ગણી જુઓ આપણે તેને ફરીથી આ રીતે પણ લખી શકીએ પહેલા લખીએ 2 પૂર્ણાંક 5/8 અને તેની નીચે લખીએ ઓછા 1 પૂર્ણાંક 2/8 હવે તેની બાદબાકી કરીએ અહીં આ સમૂહમાં અષ્ટમાંશની બાદબાકી કરવાની છે 5/8 માંથી 2/8 બાદ કરવાના છે જો આપણી પાસે કોઈ પાંચ વસ્તુઓ હોય અને તેમાંથી બે વસ્તુ દૂર કરીએ તો આપણી પાસે 3 વસ્તુ વધે અને અહીં તે કંઈક અષ્ટમાંશ સ્વરૂપે છે માટે 5/8 ઓછે 2/8 બરાબર 3/8 મળે અને અહીં 2 એકમ ઓછા 1 એકમ છે અથવા 2 ઓછા 1 જેનો જવાબ મળે 1 માટે અહીં જવાબ છે 1 પૂર્ણાંક 3/8 થોડું વધુ રસપ્રદ રીતે સમજીએ ધારો કે આપણી પાસે 3 છે અહીં એક સંખ્યા લખું છું 3 પૂર્ણાંક 2/5 ઓછા 2 પૂર્ણાંક 3/5 ફરીથી વિડીયો અટકાવીને આ ઉકેલવાનો પ્રયત્ન કરો આ રીતે જ ગણતરી કરીએ પહેલા લઈએ 3 પૂર્ણાંક 2/5 અને તેમાંથી 2 પૂર્ણાંક 3/5 બાદ કરીએ અને જયારે આપણે તે ગણવાનો પ્રયત્ન કરીએ જુઓ કે અહીં 5/8 ઓછા 2/8 હતા જેથી સરવાળાથી જવાબ મળ્યો 3/8 પણ અહીં જુઓ કે 2/5 ઓછા 3/5 છે તે થોડું અઘરું છે 3/5 એ 2/5 કરતા મોટો છે તો હવે અહીં શું કરીએ એક વિકલ્પ છે કે તેના સમૂહ બનાવીએ તે માટે અહીં એકમના સ્થાનેથી 1 લઇએ તેથી અહીં થઇ જાય 2 અને 1 એ 5/5 ને બરાબર છે માટે 2/5 વત્તા 5/5 લખીએ જેને બરાબર 7/5 મળે બીજી રીતે વિચારીએ તો તે આપણે અહીં લખીએ 3 પૂર્ણાંક 2/5 એ 2 પૂર્ણાંક 7/5 ને બરાબર છે આ બંને બાબતો સમાન છે શા માટે ? જુઓ કે અહીંથી 1 લઇ લેતા અહીં 2 થઇ જાય અને તે 1 અહીં ઉમેરતાં આ પદ મળે કારણ કે 1 એ  5/5 ને બરાબર છે માટે 2/5 વત્તા 5/5 બરાબર 7/5 માટે હવે આ પદને આપણે 2 પૂર્ણાંક 7/5 તરીકે ધ્યાનમાં લઈશું. હવે આપણે બાદબાકી કરીએ 7/5 ઓછા 3/5 કરવાથી આપણને મળે 4/5 અને અહીં  2 ઓછા 2 બરાબર 0 થાય. માટે આપણી પાસે ફક્ત 4/5 બાકી રહે આમ, અહીં લખીએ 4/5 ફરીથી તેવી જ ગણતરી કરીએ અહીં પહેલેથી જ બંને મિશ્ર સંખ્યાઓને એક બીજાની ઉપર નીચે લખીએ ધારો કે આપણી પાસે 7 પૂર્ણાંક 1/6 છે અને તેમાંથી 4 પૂર્ણાંક 5/6 બાદ કરીએ તો તેને બરાબર શું મળે હવે જો 1/6 માંથી 5/6 બાદ કરીએ તો તે અઘરૂ થઇ જશે કારણ કે 5/6 મોટો અપૂર્ણાંક છે પણ આપણે તેના સમૂહ બનાવીએ અહીંથી 1 લઈએ માટે 7 ના થઇ જશે 6 અને 1 ને બરાબર લખીએ 6/6 જેમાં 1/6 ઉમેરીએ આમ, 1/6 વત્તા 6/6 બરાબર 7/6 મળે ફરીથી સમજી લઈએ આપણે અહીંથી 1 લીધો માટે અહીં 6 મળ્યા અને 1 એ 6/6 ને સમાન છે માટે આપણે તેને 1/6 માં ઉમેર્યા તેથી આપણને મળ્યા 7/6 આમ, ટૂંકમાં અહીંથી 1 લઈને અહીં ઉમેર્યા  કારણ કે આપણો હેતુ એ છે કે 7/6 એ 5/6 કરતા મોટો અપૂર્ણાંક છે. હવે 7/6 ઓછા 5/6 બરાબર 2/6 મળે અને 6 ઓછા 4 બરાબર 2 આમ, તે થશે 2 પૂર્ણાંક 2/6 અથવા 2/6 ને બીજી રીતે લખીએ તો જુઓ કે આ બંને સંખ્યા 2 વડે વિભાજ્ય છે માટે અહીં લખીએ 2 પૂર્ણાંક 1/3 આમ, આ રીતે પણ લખી શકાય.