If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઢાળનું પુનરાવર્તન

રેખાનો ઢાળ તેના ઢોળાવનું માપ છે. ગાણિતિક રીતે, ઢાળને "કિંમત વધતા થતા વધારા" વડે ગણતરી કરી શકાય છે; (y માં થતો ફેરફારભાગ્યા x માં થતો ફેરફાર).

ઢાળ શું છે?

ઢાળ એ રેખાના ઢોળાવનુ માપ છે.
ઢાળ=ઉભું અંતરઆડુ અંતર=ΔyΔx
ઢાળ નો ઊંડે સુધી પરિચય મેળવવા માંગો છો? આ વિડીયો જુઓ.

દાખલો : આલેખ પરથી ઢાળ

આપણને રેખાનો ઢાળ આપેલો છે અને ઢાળ શોધવાનું કીધું છે.
બિંદુઓ (0,5) અને (4,2) માંથી રેખા પસાર થાય છે.
ઢાળ=ΔyΔx=2540=34
બીજા શબ્દોમાં, રેખા પર દર ત્રણ એકમ શિરોલંબ દિશામાં ખસતા, આપણે ચાર એકમ સમક્ષિતિજ દિશામાં જમણી બાજુએ ખસીએ છીએ.
આલેખ પરથી ઢાળ શોધવા વિશે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો.

દાખલો : બે બિંદુઓ પરથી ઢાળ

આપણને કહેવામાં આવ્યું છે કે ચોક્કસ સુરેખ સમીકરણના નીચે પ્રમાણે બે ઉકેલ હોય છે:
ઉકેલ: x=11.4   y=11.5
ઉકેલ: x=12.7   y=15.4
આપણને તે સમીકરણના આલેખના ઢાળને શોધવાનું કહ્યું છે.
સૌપ્રથમ એ વાત સમજવાની જરૂર છે કે દરેક ઉકેલ રેખા પરનું બિંદુ છે. આથી, આ બધું કરવા માટે બિંદુઓ (11.4,11.5) અને (12.7,15.4) માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધીએ.
ઢાળ=ΔyΔx=15.411.512.711.4=3.91.3=3913=3
રેખાનો ઢાળ 3 છે.
બે બિંદુથી ઢાળ શોધવા વિશે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો.

મહાવરો

પ્રશ્ન 1
નીચે આપેલ રેખાનો ઢાળ શું છે?
ચોક્કસ સંખ્યા આપો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

વધુ મહાવરો કરવો છે? આ તપાસો આલેખ પરથી ઢાળ exercise and this બિંદુ પરથી ઢાળ મહાવરો.