If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઢાળના અંત:ખંડના સ્વરૂપનું પુનરાવર્તન

ઢાળના અંત:ખંડના સ્વરૂપનું પુનરાવર્તન અને તેનો ઉપયોગ કરી કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય.

ઢાળ-અંતઃખંડ સ્વરૂપ શું છે?

ઢાળ-અંતઃખંડ એ બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનું એક વિશિષ્ટ સ્વરૂપ છે.
y=mx+b
જયારે કોઈ સમીકરણ આ સ્વરૂપમાં લખાયેલ હોય છે, ત્યારે m એ રેખાનો ઢાળ આપે છે અને b એ તેનો y-અંત:ખંડ આપે છે.
ઢાળ-અંતઃખંડ સ્વરૂપ વિશે શું વધુ માહિતી મેળવવા ઈચ્છો છો? આ વિડિઓ ચકાસો .

આકૃતિ અથવા આલેખમાંથી ઢાળ-અંતઃખંડ સમીકરણ મેળવો

ઉદાહરણ 1: ઢાળ અને અંતઃખંડ માંથી સમીકરણ

ધારોકે આપણે 1 ઢાળ હોય એવી રેખાનું સમીકરણ મેળવવા ઈચ્છીએ છીએ અને y-અંત:ખંડ (0,5) છે. સારું, તો આપણે ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં સીધું m=1 અને b=5 મુકીશું!
y=1x+5

ઉદાહરણ 2: બે બિંદુઓમાંથી સમીકરણ

ધારોકે આપણે બે બિંદુઓ (0,4) અને (3,1) માંથી પસાર થતી રેખા શોધવા ઈચ્છીએ છીએ. તો સૌ પ્રથમ આપણે એ ધ્યાન રાખીશું કે (0,4)y-અંત:ખંડ હોવો જોઈએ. બીજું, આપણે ઢાળ શોધવા બે બિંદુઓનો ઉપયોગ કરવો પડે.
ઢાળ=1(4)30 =33=1
હવે આપણે ઢાળ-અંતઃખંડ સમીકરણ લખી શકીએ છીએ:
y=1x4
પ્રશ્ન 1
જેનો ઢાળ 5 અને y-અંત:ખંડ (0,7) હોય એવી રેખાનું સમીકરણ લખો.
y=

આ પ્રકારના વધુ પ્રશ્નો માટે પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરાને તપાસો:

ઢાળ-અંતઃખંડ સમીકરણમાંથી આકૃતિ અને આલેખ શોધવા

જયારે આપણી પાસે ઢાળ-અંતઃખંડ સ્વરૂપનું સુરેખ સમીકરણ હોય, ત્યારે તેને અનુરૂપ રેખાના ઢાળ અને y-અંત:ખંડ આપણે ખુબ જ ઝડપથી શોધી શકીએ છીએ.આ આપણને આલેખ દોરવા માટે પણ પરવાનગી આપે છે.
વિચારો કે, ઉદાહરણ તરીકે, સમીકરણ y=2x+3 આપેલ છે. આપણે ઝડપથી કહી શકીશું કે તેને અનુરૂપ રેખાનો ઢાળ 2 અને તેનો y-અંત:ખંડ (0,3) છે. હવે આપણે રેખા દોરી શકીએ છીએ:
પ્રશ્ન 1
રેખા y=3x1 નો ઢાળ શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
રેખાનો y-અંતઃ ખંડ શું છે?
(0,
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
)

આ પ્રકારના વધુ પ્રશ્નો માટે પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરાને તપાસો: