એક રેખાનો ઢાળ માઇનસ ત્રણ ચતુર્થાંઉન્સ આપેલ છે અને તે બિંદુ જીરો કોમા એટ માંથી પસાર થાય છે તો આ રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ શું મળે કોઈ પણ રેખાને ઢાળ અંતઃખંડ સ્વરૂપે દર્શાવાનો પ્રમાણિત સ્વરૂપ છે વાય બરાબર એમ એક્સ વતા બી જ્યાં એમ એ રેખાનો ઢાળ દર્શાવે છે જયારે આ બી એ રેખાનો વાય અંતઃખંડ દર્શાવે છે વાય અંતઃખંડ ચાલો આકૃતિ દોરીનેજ તે ઝડપથી સમજીયે આ આપણો વાયઅક્ષ છે વાયઅક્ષ અને આ એક્સઅક્ષ છે એક્સઅક્ષ હવે એક રેખા દોરીએ જુઓ કે અહીં ઢાળ ઋણમાં છે માટે આ રેખાને ઉપરથી નીચે ઢળતી દર્શાવીએ માની લો કે તે આવી કઈંક દેખાય છે આપણે ઢાળ વિષે અગાઉ થોડું જાણી લીધું છે ઢાળ સૂચવે છે કે રેખા પરના કોઈ બિંદુથી શરૂ કરો અને રેખા પરના બીજા બિંદુ સુધી જાઓ અને તે માટે એક્સ અક્ષ ની દિશામાં તમે કેટલું અંતર કાપ્યું અને વાય અક્ષ ની દિશામાં કેટલું ચાલ્યા તે બંનેના ગુણોત્તરને ઢાળ કહેવાય આમ ઢાળ બરાબર વયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર અને તમે અહીં જોઈ શકો છો કે અહીં નીચે તરફનો ઢાળ છે કારણકે એક્સ ની દિશામાં આગળ વધીને વાયની ની દિશામાં નીચે તરફ જઇયે છીએ એક્સ ની દિશામાં થતો ફેરફાર ધન છે અને વાયની દિશામાં થતો ફેરફાર ઋણ છે આમ તે થશે ઋણના છેદમાં ધન સંખ્યા જેથી અંતિમ જવાબ પણ ઋણમાંજ મળે અને તે યોગ્ય પણ છે કારણકે ઢાળ નીચે તરફ નો છે એક્સ ની દિશામાં જમણી તરફ જેટલા આગળ વધીશું વાયની દિશામાં એટલોજ વધુ નીચે તરફનો ઢાળ મળશે એટલેકે ઢાળ વધુ ઋણમાં મળશે આમ અહીં આ ઢાળ છે અહીં વાય અંતઃખંડ એ દર્શાવે છે કે વાય અક્ષ ને આપણે ક્યાં છેદિયે છીએ આમ વાય અંતઃખંડ એટલે વાય અક્ષ પરનું આ બિંદુ રેખા વાય અક્ષ ને જ્યાં છેદે તે બિંદુ આ બિંદુના યામ મળે જીરો કોમા બી જયારે એક્સ બરાબર શૂન્ય હોય ચાલો આપણે તેની કિંમત મેળવીયે વાય બરાબર એમ ગુણ્યાં શૂન્ય વતા બી શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શુન્યજ મળે આમ વાય બરાબર બી આમ એક્સ ની કિંમત શૂન્ય હોય ત્યારે વાય બરાબર બીજ મળે આમ એક્સ ની કિંમત શૂન્ય હોય ત્યારે વાયની કિંમત બીજ મળે તેથી આ બિંદુ છે જીરો કોમા બી હવે જુઓ કે આ રેખાનો ઢાળ આપણી પાસે છે જુઓ અહીં કહ્યું છે કે આ રેખાનો ઢાળ માઇનસ ત્રણ ચતુર્થાંઉન્સ આપેલ છે માટે એમ બરાબર માઇનસ ત્રણના છેદમાં ચાર આગળ કહ્યું છે કે તે રેખા બિંદુ જીરો કોમા આઠમાંથી પસાર થાય છે જુઓ કે અહીં એક્સ ની કિંમત શૂન્ય છે એટલેકે આપણે વાય અક્ષ પર છીએ આમ જયારે એક્સ નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે આપણે વાય અક્ષ પર હોઈએ આમ આ આપણો વાય અંતઃગણ છે અહીં લખીયે વાય અંતઃખંડ જીરો કોમા એટ અહીં વાય અંતઃખંડ છે જીરો કોમા બી માટે કહી શકાય કે બી બરાબર આઠ આમ આપણે જાણીયે છીએ કે એમ બરાબર માઇનસ ત્રણ ચતુર્થાંઉન્સ અને બી બાબર આઠ તેથી આ રેખા માટે ઢાળ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ બને વાય બરાબર માઇનસ ત્રણ ચતુર્થાંઉન્સ ગુણ્યાં એક્સ વતા બી બરાબર આઠ આમ તે થઇ ગયું