મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 1: બહુપદીઓ ઉમેરવી અને બાદબાકી કરવીબહુપદીને ઉમેરવી
સલ (5x² + 8x - 3) + (2x² - 7x + 13x) નું સાદુંરૂપ આપે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં કહ્યું છે કે (5x નો વર્ગ +8 x -3 )+(2x નો વર્ગ -7 x +13 x ) નું સાદુરૂપ આપો હવે સાદુરૂપ આપવા માટે આપણે સજાતીય પદોને એકબીજા માં ઉમેરવા પડશે એટલે કે x ની સરખી ઘાતવાળા પદોના સરવાળો બાદબાકી કરવો પડે સૌ પ્રથમ આપણે આ કૌસ છોડી દઈએ તેનાથી આ બંનેની કિંમત માં કોઈ ફરક પડશે નહિ માટે આપણે 5x નો વર્ગ +8 x -3 + 2x નો વર્ગ જો હવે અહીં ઓછાની નિશાની હોય તો આ કૌસની અંદરના દરેક પદની નિશાની બદલાઈ જાય એટલે કે ઋણ ની નિશાની નું વિભાજન થઇ જાય પણ અહીં વત્તા છે તેથી નીશની માં કોઈ ફરક પડશે નહિ માટે 7x +13 x હવેઘાત પ્રમાણે ના પદ જોઈએ એટલે કે સરખી ઘાત વાળા પદો જોતા આપણને અહી દેખાય છે 5x નો વર્ગ અને 2x નો વર્ગ આ બંને વર્ગ વાળા પદ છે આપણી પાસે કોઈ 5 વસ્તુ છે અને તેવી જ બીજી 2 વસ્તુ છે તો આપણી પાસે કુલ 7 વસ્તુ થશે એટલેકે અહીં 7x નો વર્ગ મળે હવે x વાળા પદ લઈએ એટલે કે x ની 1 ઘાત વાળા પદ એ છે 8 x -7 x +13 x હવે જો 8x માંથી 7x બાદ કરીએ તો આપણી પાસે ફક્ત x વધે અને તે x ને 13x માં ઉમેરતા આપણને મળે + 14 x અને હવે આપણી પાસે એક જ અચળ પદ બાકી રહે છે જે છે -3 તેને આપણે x ની 0 ઘાત વાળું પદ પણ કહી શકીએ આમ તે એકજ પદ હોવાને લીધે તેનો કોઈ સાથે સરવાળો કે બાદબાકી થશે નહિ માટે તેને અહીં લખીએ -3 આમ આપણે આપણો જવાબ મેળવી લીધી છે