મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 1: બહુપદીઓ ઉમેરવી અને બાદબાકી કરવીબહુપદીને બાદ કરો
સલ (16x+14) - (3x² + x - 9) નું સાદુંરૂપ આપે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સાદુરૂપ આપો : (16x +14) આ આખું પદ આમાંથી બાદ કરવાનું છે (૩x વર્ગ +x -9) હવે જો આ આખી પદાવલી આમાં ઉમેરવી હોય તેને આપણે આ રીતે લખી શકાય 16x વત્તા 14 વત્તા હવે આ પદાવલી અહીંથી બાદ કરવાની છે પણ જો તેને સરવાળાના સંબંધમાં દર્શાવવી હોય તો તેની વિરુદ્ધ પદાવલી ઉમેરવી પડે અથવા તેમ કહી શકીએ કે તેને ગુણ્યા -1 અને આ આખી પદાવલી 3 x વર્ગ +x - 9 આ રીતે પણ લખી શકાય જુઓ કે આ -1 આ ત્રણેય પદ સાથે ગુણતા આ દરેક પદનો વિરુદ્ધ પદ મળે અથવા એમ પણ કહી શકીએ આ - ની નિશાની છે તેનું અહીં વિભાજન કરીએ તો પણ દરેક પદની નિશાની બદલાઈ જશે આપણે અહીં તેમજ કરવાના છીએ તો આગળ લખીએ આપણે આ જે આખું પદ છે તેને તે રીતે જ લખશું એટલે કે 16x + 14 હવે -1 નું આ દરેક પદ સાથે ગુણાકાર કરીએ -1 into ૩x વર્ગ તો તે થશે -3x વર્ગ -1 into x તે થશે -x તે જ રીતે -1 into -9 જુઓકે આ - ની નિશાની ને ધ્યાનમાં રાખવાનું છે - માઈનસ -માઈનસ + એટલે અહીં આવશે +9 હવે સજાતીય પદોનો સરવાળો કરીએ જુઓકે x વર્ગ વાળું અહીં એકજ પદ છે -3 x સ્ક્વેર માટે તેને અહીં નીચે લખીએ ત્યારબાદ x ની 1 ઘાત વાળા પદ લઈએ તો તે છે 16x -1 x તો જો 16 x માંથી 1 x બાદ કરીએ તો આપણી પાસે રહે 15 x જો આપણી પાસે કઈક 16 વખત હોય અને તેમાંથી 1 વખત તે લઇ લઈએ તો આપણી પાસે તે 15 વખત બાકી રહે અને છેલ્લે આપણા અચળ પદ જે x ની 0 ઘાત વાળા પદ પણ કહી શકાય તે છે +14 અને +9 14+ 9 કરવાથી આપણને મળે 23 બંને + છે માટે +23 આમ આપણો જવાબ થશે -3 x વર્ગ +15 x +23