If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સામાન્ય અવયવ કાઢી બહુપદીના અવયવ પાડતા

બહુપદીમાંથી સામાન્ય એકપદી અવયવ કઈ રીતે કાઢવો તે શીખો. ઉદાહ્હરણ તરીકે, 6x²+10x as 2x(3x+5) ના અવયવ પાડો.

આ લેશન પહેલાં તમારે શેની સાથે પરિચિત હોવાની જરૂર છે

બે કે તેથી વધુ બહુપદીઓનો ગુસાઅ (ગુરુત્તમ સામાન્ય અવયવ) એ તેમના બધા સામાન્ય અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે. દાખલા તરીકે, 6x અને 4x2 નો ગુસાઅ 2x છે.
જો આ બાબત તમારા માટે નવી હોય તો, તમે આ આર્ટિકલ ચકાસી શકો છો એકપદીઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ.

તમે આ લેશનમાં શું શીખશો

આ પ્રકરણમાં, તમે શીખશો કે બહુપદીમાંથી સામાન્ય અવયવ કઈ રીતે મેળવવા.

વિભાજનનો ગુણધર્મ: a(b+c)=ab+ac

સામાન્ય અવયવ કઈ રીતે મેળવવા તે સમજવા, આપણે વિભાજનનો ગુણધર્મ સમજવો જોઈએ.
દાખલા તરીકે, નીચે દર્શાવ્યા પ્રમાણે 3x2 અને 4x+3 નો ગુણાકાર શોધવા આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ:
3x2(4x+3)=3x2(4x)+3x2(3)
જુઓ કે કઈ રીતે દ્વિપદીનું દરેક પદ એ એક સામાન્ય અવયવ 3x2 સાથે ગુણાયેલ હતું.
તેમ છતાં, વિભાજનનો ગુણધર્મ એક સમતા હોવાને લીધે, આ પ્રક્રિયાની વિરુદ્ધ પણ યોગ્ય છે!
3x2(4x)+3x2(3)=3x2(4x+3)
જો આપણે 3x2(4x)+3x2(3) થી શરુ કરીએ, તો આપણે 3x2 સામાન્ય અવયવ લઈને 3x2(4x+3) મેળવવા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ.
પરિણામી પદાવલિ અવયવ સ્વરૂપ માં છે કારણ કે તે બે બહુપદીઓના ગુણાકાર સ્વરૂપે લખેલ છે, જયારે મૂળ પદાવલિ એ બે પદનો સરવાળો છે.

તમારી સમજ ચકાસો

પ્રશ્ન 1
2x(3x)+2x(5) ને અવયવ સ્વરૂપે લખો.
કોઈ એક જવાબ પસંદ કરો:

ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુસાઅ) ને સામાન્ય લેવું

બહુપદીનો ગુસાઅ લેવા, આપણે નીચે મુજબ કરીએ:
  1. બહુપદીના દરેક પદનો ગુસાઅ મેળવો.
  2. દરેક પદને ગુસાઅ અને અન્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.
  3. ગુસાઅ લેવા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો.
ચાલો 2x36x2 માંથી ગુસાઅ ને સામાન્ય લઈએ.
Step 1: ગુસાઅ શોધો
  • 2x3=2xxx
  • 6x2=23xx
તેથી 2x36x2 નો ગુસાઅ 2xx=2x2 છે.
સ્ટેપ 2: દરેક પદને 2x2 અને બીજા અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.
  • 2x3=(2x2)(x)
  • 6x2=(2x2)(3)
તેથી બહુપદીને 2x36x2=(2x2)(x)(2x2)(3) તરીકે લખી શકાય.
Step 3: ગુસાઅ શોધો
હવે આપણે 2x2 સામાન્ય લેવા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ.
2x2(x)2x2(3)=2x2(x3)
આપણું પરિણામ ચકાસવું
બહુપદીનો 2x2 સાથે ગુણાકાર કરીને આપણે આપણા અવયવ ચકાસી શકીએ
2x2(x3)=2x2(x)2x2(3)
તે મૂળ બહુપદીને સમાન જ છે, તેથી આપણા અવયવ સાચા છે!

તમારી સમજ ચકાસો

પ્રશ્ન 2
12x2+18x માંથી ગુરુત્તમ સામાન્ય અવયવને સામાન્ય લો.
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 3
નીચેની બહુપદીમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવને સામાન્ય લો.
10x2+25x+15=

પ્રશ્ન 4
નીચેની બહુપદીમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવને સામાન્ય લો.
x48x3+x2=

શું આપણે વધુ કાર્યક્ષમ બની શકીએ?

જો તમે ગુસાઅ લેવાની પ્રક્રિયા સાથે અનુકૂળ છો, તો તમે વધુ ઝડપી રીતનો ઉપયોગ કરી શકો:
આપણે ગુસાઅ વિશે જાણી લઈએ તો, અવયવ પડેલ સ્વરૂપ એ ગુસાઅ અને ગુસાઅ વડે ભાગેલ મૂળ બહુપદીના પદોના સરવાળા સાથેનો ગુણાકાર જ છે.
જુઓ, દાખલા તરીકે, 5x2+10x ના અવયવ પાડવા આ ઝડપી રીતનો કઈ રીતે ઉપયોગ કરીએ, કે જેનો ગુસાઅ 5x છે:
5x2+10x=5x(5x25x+10x5x)=5x(x+2)

દ્વિપદીને સામાન્ય લેવું

કોઈ બહુપદીનો અવયવ એકપદી જ હોય તે જરૂરી નથી.
દાખલા તરીકે, બહુપદી x(2x1)4(2x1) ને ધ્યાનમાં રાખો.
ધ્યાન આપો કે દ્વિપદી 2x1 એ બંને પદમાં સામાન્ય છે. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે તે સામાન્ય લઇ શકીએ:
x(2x1)4(2x1)=(x4)(2x1)

તમારી સમજ ચકાસો

પ્રશ્ન 5
નીચેની બહુપદીમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવને સામાન્ય લો.
2x(x+3)+5(x+3)=

વિવિધ પ્રકારના અવયવ

એવું લાગે છે કે જુદી જુદી ઘણી પ્રક્રિયાઓ માટે આપણે "અવયવ" શબ્દનો ઉપયોગ કર્યો છે:
  • આપણે એકપદીના અવયવ બીજી એકપદીઓના ગુણાકાર તરીકે લખીને પાડ્યા છે. દાખલા તરીકે, 12x2=(4x)(3x).
  • આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને ગુસાઅ લીધો છે. દાખલા તરીકે, 2x2+12x=2x(x+6).
  • આપણે દ્વિપદી અવયવ સામાન્ય લીધો જેથી એવી પદાવલિ મળી જે બે દ્વિપદીનો ગુણાકાર હોય. દાખલા તરીકે:
x(x+1)+2(x+1)=(x+1)(x+2)
આપણે ઘણી જુદી જુદી રીતોનો ઉપયોગ કર્યો છે, દર વખતે આપણે બહુપદીને બે કે વધુ અવયવના ગુણાકાર તરીકે લખીએ છીએ. તેથી ત્રણેય ઉદાહરણમાં, આપણે ખરેખર બહુપદીના અવયવ પાડયા.

કોયડો

પ્રશ્ન 6
નીચેની બહુપદીમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવને સામાન્ય લો.
12x2y530x4y2=

પ્રશ્ન 7
14x4+6x2 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતાં એક મોટા લંબચોરસને 14x4 અને 6x2 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતાં બે નાના લંબચોરસમાં વિભાજિત કરેલ છે.
લંબચોરસની પહોળાઈ (મીટરમાં) એ ગુરુત્તમ સામાન્ય અવયવ 14x4 અને 6x2 ને બરાબર છે.
મોટા લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શું છે?
પહોળાઈ =
મીટર
લંબાઈ=
મીટર