If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સરળ દ્વિઘાત પદાવલીના અવયવ પાડવાનું પુનરાવર્તન

દ્વિઘાત પદાવલીના અવયવ પાડવા એ બીજી રીતે કહીએ તો દ્વિપદીના ગુણાકારને સમાન છે. ઉદાહરણ તરીકે,  x^2+3x+2 ના અવયવ (x+1)(x+2) પડે છે કારણ કે  (x+1)(x+2) નો ગુણાકાર કરતા x^2+3x+2 મળે છે. આ આર્ટીકલ બે દ્વિપદીના ગુણાકારમાં દ્વિઘાતના અવયવ કઈ રીતે પાડવા તેના પાયાનું પુનરાવર્તન કરે છે.

ઉદાહરણ

બે દ્વિપદીના ગુણાકાર તરીકે અવયવ.
x2+3x+2
આપણું ઉદ્દેશ પદાવ્લીને આ સ્વરૂપમાં ફરીથી લખવાનો છે:
(x+a)(x+b)
(x+a)(x+b)નું વિસ્તરણ આપણને સંકેત આપે છે.
x2+3x+2=(x+a)(x+b)=x2+ax+bx+ab=x2+(a+b)x+ab
આથી (a+b)=3 અને ab=2.
a અને b ની જુદી જુદી શકયતાઓ લીધા પછી , આપણે શોધ્યું કે a=1, b=2 બંને બાબતને સંતોષે છે.
આને મુકતા,આપણને મળે:
(x+1)(x+2)
અને જો આપણને ઈચ્છા હોય તો આપણે દ્વીપદીનો ગુણાકાર કરીને ઉકેલ ચકાસી શકીએ:
 (x+1)(x+2)= x2+2x+x+2= x2+3x+2
હા, આપણને આપણું મૂળ સમીકરણ પાછું મળે છે, આથી આપણે જાણી શકીએ કે આપણે યોગ્ય રીતે અવયવ પાડ્યા છે:
(x+1)(x+2)
બીજા દાખલા જોવા માંગો છો? આ વિડીયો જુઓ.

મહાવરો

બે દ્વિપદીના ગુણાકાર તરીકે દ્વિઘાત પદાવલિના અવયવ.
x2x42=

વધુ મહાવરો જોઈએ છે? આ મહાવરો તપાસો.