જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ત્રિજ્યા, વ્યાસ, અને પરિઘ

વર્તુળની ત્રિજ્યા, વ્યાસ, અને પરિઘ વચ્ચેના સંબંધને શીખો.

વર્તુળ શું છે?

આપણે પહેલા વર્તુળ જોયા છે. તેઓ એટલા ચોક્કસ ગોળ આકારના હોય છે, જે તેમને હુલા-હુંપિંગ ને યોગ્ય બનાવે છે.
દરેક વર્તુળમાં એક કેન્દ્ર હોય છે, જે ચોક્કસ વર્તુળમાં...વચ્ચે...હોય છે. વર્તુળ એક એવો આકાર છે જેમાં કેન્દ્રથી વર્તુળની ધારનું અંતર હંમેશા સમાન હોય છે.
તમને પહેલા કદાચ આ વિશે શંકા ગઈ હશે, પણ ખરેખર, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈપણ બિંદુનું અંતર સમાન હોય છે.

વર્તુળની ત્રિજ્યા

આ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે.
નીચેના વર્તુળમાં કયા રેખાખંડ ત્રિજ્યા છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

વર્તુળનો વ્યાસ

વ્યાસ એ એવો રેખાખંડ છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુને સ્પર્શે છે.
નીચેના વર્તુળમાં કયા રેખાખંડ વ્યાસ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

ધ્યાન આપો કે એક વ્યાસ એ બે ત્રિજયાનો બનેલો હોય છે:
તેથી, વર્તુળનો વ્યાસ d એ તેની ત્રિજ્યા r કરતા બમણું હોય છે:
d=2r
નીચે દર્શાવેલ વર્તુળનો વ્યાસ શોધો.
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
એકમ

નીચે દર્શાવેલ વર્તુળની ત્રિજ્યા શોધો.
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
એકમ

વર્તુળનું પરિઘ

પરિઘ એટલે વર્તુળને ફરતું અંતર (તેની પરિમિતિ!)
અહીં બે વર્તુળ છે જેના પરિઘ અને વ્યાસનું નામ-નિર્દેશન કરેલ છે.
ચાલો દરેક વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર જોઈએ:
વર્તુળ 1વર્તુળ 2
પરિઘવ્યાસ:3.141591=3.141596.283182=3.14159
અદ્દભૂત! બંને વર્તુળના પરિઘ C અને તેમના વ્યાસ d નો ગુણોત્તર 3.14159 છે.
Cd=3.14159
આ દરેક વર્તુળ માટે સાચું છે, જે સંખ્યા 3.14159 ને આખા ગણિતમાં સૌથી મહત્વની સંખ્યા બનાવે છે! આપણે તે સંખ્યાને પાઇ કહીએ છીએ, જેની પોતાની નિશાની છે π.
Cd=π
સૂત્રની બંને બાજુને d સાથે ગુણતા આપણને મળે
C=πd
જો આપણે કોઈપણ વર્તુળનો વ્યાસ d જાણતા હોઈએ, તો પરિઘ C શોધી શકાય છે.

સૂત્ર C=πd નો ઉપયોગ કરવો

નીચે આપેલ વર્તુળનું પરિઘ શોધીએ:
વ્યાસ 10 છે, તેથી આપણે સૂત્ર C=πd માં d=10 મૂકીએ.
C=πd
C=π10
C=10π
થઇ ગયું! આપણે આ રીતે આપણો જવાબ π ના સંદર્ભમાં મૂકી શકીએ। તેથી, વર્તુળનું પરિઘ 10π એકમ છે.
હવે પ્રયત્ન કરવાનો તમારો વારો છે!
નીચે આપેલ વર્તુળનું પરિઘ શોધો.
π ના સંદર્ભમાં તમારો ચોક્કસ જવાબ લખો.
એકમ

કોયડો

અર્ધવર્તુળની ચાપની લંબાઈ શોધો.
π ના સંદર્ભમાં તમારો ચોક્કસ જવાબ લખો.
એકમ