જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 1

Lesson 7: દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંક અને ટકાવારી

અપૂર્ણાંક મોડેલ પરથી ટકા

અપૂર્ણાંક મોડેલ પરથી ટકા.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં કહિઉ છેકે નીચે આપેલ ચોરસ પર્ણ દર્શાવે છે અહીં એક ચોરસ છે જે પૂર્ણ દર્શાવે છે અને પૂછ્યું છે કે છાયાંકિત ભાગ ઘ્વારા કેટલા ટકા દર્શાવેલ છે આ આખો છાયાંકિત ભાગ છે તો વિડિઓ અટકાવી ને તમે તે પેહલા જાતે શોધી જુઓ કે આ છાયાંકિત ભાગ કેટલા ટકા દર્શાવે છે હવે જુઓ કે આખી પૂર્ણ આકૃતિ છે તે 1 23 4 5 6 7 8 9 અને 10 એક સરખા ભાગ માં વિભાજીત છે જેમાંથી 1 2 3 4 5 6 અને 7 ભાગ અલગ રંગ થી દર્શાવેલ છે એટલે કે તે છાયાંકિત ભાગ છે તેથી આપણે કહી શકીએકે 10 માંથી 7 ભાગ એટલે કે 7 દશાઉનષ જેટલો ભાગ છાયાંકિત છે પણ આપણને અહીં પૂછ્યું છે કે છાયાંકિત ભાગ ઘ્વારા કેટલા ટાકા દર્શાવેલ છે એટલે કે આ કિંમત ને ટકા માં ફેરવવાનું છે આપણે જાણીએ છીએ કે ટકા ને અંગ્રેજી માં પરસેન્ટ કહેવાય પરસેન્ટ એટલે કે 100 માંથી કેટલા પરસેન્ટ એટલે કે પ્રતિ 100 જેનો અર્થ છે કે 100 માંથી કેટલા અહીં 10 માંથી 7 છે તો તે 100 માંથી કેટલા થશે તે થશે 100 માંથી 70 જેટલા એટલે કે 70 ટકા આ 7 ના છેદમાં 10 માંથી આપણે 70 ના છેદમાં 100 કયી રીતે મેળાવીયા તે માટે આપણે અંશ અને છેદને 10 સાથે ગુણાકાર કારીઓ બંનેને આપણે 10 સાથે ગુણ્યાં આ પ્રકાર ના વધુ પ્રશ્નો નો મહાવરો કરવાથી તમે તરત જ કહી સક્સો કે 7/10 એ 70 સટાઉનષ એટલે કે 70 ટકા ને બરાબર છે વધુ એક પ્રશ્નો જોઈએ અહીં કહીંયુ છે કે નીચેની આકૃતિ માં 100 ટકા દર્શાવેલ છે જુઓ આ જે ભાગ છે તે 100 % છે તેમ દર્શાવેલ છે અને પૂછ્યું છે કે આખી આકૃતિ ઘ્વારા કેટલા ટકા દર્શાવેલ છે એટલે કે આ જે આખી આકૃતિ છે તેના ઘ્વારા કેટલા ટકા દર્શાવેલ છે ફરી વખત વિડિઓ અટકાવો અને જાતે વિચારી જુઓ આ જે 100 % છે તે એક પૂર્ણ દર્શાવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકાર ના અહીં 3 પૂર્ણ આપેલ છે એટલે કે આ જે ભાગ છે તે પણ 100 % દર્શાવે છે તેમજ આ ભાગ પણ 100 % દર્શાવે છે જેનો અર્થ છે કે આ આખી આકૃતિ એ 300 % દર્શાવે છે આવોજ વધુ એક પ્રશ્નો જોઈએ અહીં કહ્યું છે કે નીચે આપેલ મોટું લંબચોરસ 1 પૂર્ણ દર્શાવે છે આ જે આખું લંબચોરસ છે તે એક પૂર્ણ આકૃતિ દર્શાવે છે અને પૂછ્યું છે કે છાયાંકિત ભાગ ઘ્વારા કેટલા ટકા દર્શાવેલ છે ફરીથી પેહલા તમે જાતે પ્રયત્ન કરી જુઓ સૌપ્રથમ આપણે તેને અપૂર્ણાંક ઘ્વારા દર્શાવીએ અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 એક સરખા ચોરસ આપેલ છે અને તેમાંથી 1 2 3 4 5 અને 6 ચોરસ છાયાંકિત છે એટલે કે તે 6 ના છેદમાં 20 દર્શાવે છે આજે 6 ભાગ છે તે 20 માંથી છે અને આપણે જાણીએ છીએ કે ટકા દર્શાવા માટે 100 માંથી કેટલા ભાગ તેમ દર્શાવાનું હોઈ છે તો 6 ના છેદમાં 20 ને આપણે એવી રીતે દર્શાવીએ જેથી અહીં છેદમાં 100 મળે હવે 20 પરથી 100 મેળવવા તેને 5 સાથે ગુણવું પડે અને તેજ પ્રકિયા જો અંશ માં કરીએ એટલે કે 6 ને 5 સાથે ગુણયે તો કિંમત માં કોઈ ફેરફાર થશે નહિ અંશ માં મળશે 30 આમ 30 ના છેદમાં 100 એટલે કે 30 % જવાબ થશે આમ છાયાંકિત ભાગ ઘ્વારા 30 ટકા દર્શાવેલ છે વધુ એક અંતિમ પ્રશ્ન જોઈ લઈએ કેહવા માં આવ્યું છે કે નીચે આપેલ દરેક મોટું લંબચોરસ એક પૂર્ણ દર્શાવે છે આમ આ જે એક લંબચોરસ છે તે એક પૂર્ણ આકૃતિ છે તેજ રીતે આ પણ એક પૂર્ણ દર્શાવે છે અને પ્રશ્ન છે કે છાયાંકિત ભાગ ઘ્વારા કેટલા ટકા દર્શાવેલ છે દર વખત ની જેમ ફરી એકવાર વિડિઓ અટકાવો અને જાતે જવાબ શોધવાનો પ્રયત્ન કરો અહીં પ્રથમ લંબચોરસ છે તે આખું છાયાંકિત છે એટલે કે તે 100 % દર્શાવે છે પણ બીજા લંબચોરસ માં 1 2 3 4 અને 5 ભાગ માંથી 4 ભાગ છાયાંકિત છે એટલે કે તે 4 ના છેદમાં 5 દર્શાવે છે અને જો તેને ટકા માં મેળવવું હોઈ તો છેદમાં 100 મુકવા પડે હવે 5 પરથી 100 મેળવવા તેને 20 સાથે ગુણવું પડે તે પ્રમાણે અંશ માં પણ 20 સાથે ગુણયે તો આપણને મળશે 80 આમ 80 ના છેદમાં 100 એ 80 % દર્શાવે છે આમ આપણી પાસે જે છાયાંકિત ભાગ છે તે 100 % વત્તા બીજા 80 % જેટલો છે એટલે કે કુલ 180 ટકા છાયાંકિત ભાગ છે હવે જો 100 કરતા વધુ ટકા હોઈ તો તે દર્શાવે છે કે તે એક પૂર્ણ કરતા વધુ છે અહીં આ જે આકૃતિ છે તે એક પૂર્ણ છે અને બીજો આ જે છાયાંકિત ભાગ છે તે પૂર્ણ કરતા વધુ ભાગ દર્શાવે છે આમ અહીં 180 % જેટલો ભાગ છાયાંકિત છે