If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:11

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીયોમાં આપણે અપૂર્ણાંક ના ભાગાકાર જોઈએ ધારોકે આપણી પાસે -5/6 ભાગ્યા 3/ 4 છે આપણે જાણીએ છીએ કે કોઇપણ સંખ્યા સાથેનો ભાગકાર એ તેના વ્ય્સ્તના ગુણાકાર ને સમાન છે માટે આપણે તેને આરીતે પણ લખી શકીએ કે -5 /6 હવે અહીં જે ભાગાકાર છે તેને બદલે આપણે લખીએ ગુણાકાર અને 3 ના છેદમાં 4 છે તેનો વ્યસ્ત થશે 4/3 અપૂર્ણાંકના ગુણાકાર ના આપણે ઘણા બધા ઉદાહરણ જોયાછે તેથી અંશ નો અંશ સાથે ગુણાકાર કરતા તે થશે -5 ગુણ્યા 4 અંશ માં થશે -5 ગુણ્યા 4 અને છેદ માં આપણી પાસે છે 6 ગુણ્યા 3 5 ગુણ્યા 4 બરાબર 20 થાય છે પણ અહીં -5 છે -5 નો 4 સાથે ગુણાકાર નો અર્થ છે કે -5 નો 4 વખત સરવાળો એટલેકે - 5 + -5 + -5 + -5 જે થશે -20 અને છેદ માં 6 ગુણ્યા 3 બરાબર 18 હવે આ પદનું વધુ સાદુરૂપ આપવું હોય તો બંને સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે આપણે બંને નો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને મળે છે 20 ને 2 વડે ભાગતા આપણને મળશે 10 પણ અહીં -20 છે માટે -10 અને છેદ માં 18 / 2 બરાબર 9 આમ -5 ના છેદ માં 6 ભાગ્યા 3/4 નો જવાબ મળે છે -10 / 9 વધુ એક ઉદાહરણ લઈએ ધારોકે હવે આપણી પાસે છે -4 ભાગ્ય -1 /2 ફરીથી તે જ તર્ક નો ઉપયોગ કે કોઈપણ સંખ્યા સાથે ભાગાકાર નો અર્થ છે કે તેના વ્યસ્ત સાથે ગુણાકાર માટે અહીં લખીએ હવે આ જે -4 છે તેને આપણે આ રીતે પણ લખી શકીએ કે -4 /1 જેથી અંશ શું છે અને છેદ શું છે તે બરાબર સમજી શકાય હવે ભાગાકાર નો સંબંધ છે તેને બદલે આપણે અહીં ગુણાકાર લઈએ તેમજ -1 /2 નો વ્યસ્ત લઈએ -2/1 આ સંખ્યાને તમે -2/1 અથવા 1/-2 અથવા ફક્ત -2 કોઈ પણ રીતે વાંચી શકો છો અહીં આપણે શું કર્યું તે ફરીથી સમજી લઈએ -4 ને આપણે -4 /1 તરીકે દર્શાવેલ છે ભાગાકારનો અહીં ગુણાકાર કરેલ છે તેમજ -1/2 નો વ્યસ્ત લીધેલ છે -2 /1 અહીં જે પહેલા અંશ હતો તે હવે અહીં છેદ છે અને અહીં જે પહેલા છેદમાં હતું તે હવે અહીં અંશ છે આગળ ગણતરી કરતા અંશ માં આપણી પાસે છે -4 ગુણ્યા -2 અને છેદ માં 1 ગુણ્યા 1 અંશમાં -4 નો -2 સાથે ગુણાકાર કરતા આપણને મળે 8 અને છેદ માં મળે છે 1 ગુણ્યા 1 જે 1 જ થશે હવે 8 નો 1 વડે ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 8