If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિરોધી સંખ્યા

સંખ્યારેખા નો ઉપયોગ કરીને 3 અને -3 અથવા -4 અને 4 જેવી વિરોધી સંખ્યાઓ વિશે શીખો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીયોમાં હું વિરોધી સંખ્યા એટલે શું તેની ચર્ચા કરવા ઈચ્છું છું તો હું અહીં એક સંખ્યારેખા દોરું છું અને આપણે આ સંખ્યારેખા પર થોડી સંખ્યા દર્શાવીએ આપણે 0 થી શરુ કરી શકીએ જો જમણી બાજુ જઈએ તો ધન સંખ્યા છે 1 2 3 4 5 અને ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યા મળે -1 -2 -3 -4 અને હુંઆગળ અનંત સુધી જઈ શકું ચાલો આમાંથી કોઈ આંકડો લઈએ ચાલો આપણે 3 લઈએ તો 3 ની વિરોધી સંખ્યા કઈ છે જુઓ કોઈપણ સંખ્યાની વિરોધી સંખ્યા વિરુદ્ધ બાજુમાં 0 થી એટલા જ અંતરે હોય છે તો 3 એ 0 થી જમણી બાજુ 3 એકમ છે 1 2 3 તો તેની વિરોધી સંખ્યા ડાબી બાજુ 0 થી 3 એકમ હશે 1 2 3 તો 3 ની વિરોધી સંખ્યા -3 છે અહીં એક કોષ્ટક બનાવું છું અહીં સંખ્યા છે અને આ બાજુ વિરોધી સંખ્યા છે તો આપણે હમણાં જ જોયું કે 3 નો આંકડો હોય તો તેની વિરોધી સંખ્યા -3 છે હવે અહીં ઋણ સંખ્યા હોય તો જુઓ અહીં તમારી પાસે -4 છે તો તેની વિરોધી સંખ્યા કઈ છે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ જુઓ અહી આ -4 છે અને તે 0 થી ડાબી બાજુ 4 એકમ છે 1 2 3 4 તો તેની વિરોધી સંખ્યા જમણીબાજુ 4 એકમ હશે આથી 1 2 3 4 તો તે ધન 4 સંખ્યા છે હવે તમેં અહીં એક ભાત જોઈ શકશો જે તે સંખ્યાની વિરોધી સંખ્યા એટલે તે સંખ્યાની વિરોધી સંજ્ઞા જો અહી ધન 3 હોય તો તેની વિરોધી સંખ્યા -3 થશે જો -4 હોય તો તેની વિરોધી સંખ્યા ધન 4 થશે તો એમ વિચારી શકાય કે આંકડો તો તેનો તે જ રહેછે માત્ર તેની સંજ્ઞા બદલાય છે અથવા એમ પણ વિચારી શકાય કે આ 3 0 થી જમણી બાજુ છે અને તેની વિરોધી સંખ્યા 0 થી ડાબી બાજુ 3 છે જો આ 4 શૂન્ય થી ડાબી બાજુની સંખ્યા છે તો તેની વિરોધી સંખ્યા 0 થી જમણી બાજુ 4 છે ચાલો છેલ્લું એક ઉદાહરણ જોઈએ જુઓ આ 1 એ 0 થી જમણી બાજુ 1 છે તો તેની વિરોધી સંખ્યા ડાબી બાજુ 0 થી 1 અથવા -1 હશે અથવા એમ વિચારી શકાયકે 1 એ ધન સંખ્યા છે આથી તેની વિરોધી સંખ્યા જ્યાં વિરોધી સંજ્ઞા હોય તો તે ધન ને બદલે ઋણ હશે તે -1 હશે બંને રીતે વિચારી શકાય