If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:46

બે-ચલ દ્વિઘાતના અવયવ પાડતા: ફરીથી ગોઠવતા

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

30x વર્ગ +11 xy+y વર્ગના અવયવો પાડવાનો પ્રયત્ન કરીએ તેમાટે હું તેમાં થોડો ફેરફાર કરીને લખું છું હું પહેલા y સ્ક્વેર ને આગળ લખું છું માટે y સ્ક્વેર +11xy+ 30 x સ્ક્વેર હવે તેમ કરવાનો હેતુ એ છે કે y સ્ક્વેર ની આગળ કોઈ સહગુણક નથી એટલેકે તેનો સહગુણક ફક્ત 1 છે અને જો પહેલા પદનો સહગુણક 1 હોય તોતેના અવયવ પાડવામાં સરળતા રહેછે માટે હવે આપણે એવા 2 પદ માટે વિચારવાનું છે કે જેનો ગુણાકાર 30 x વર્ગ થાય ગુણાકાર 30 x વર્ગ થવો જોઈએ જયારે તે બે પદનો સરવાળો 11 x થવો જોઈંએ અને આપણે અહીં જોઈ શકીએ છીએ કે y નો સહગુણક 11 x છે અનેજો આપણે x ની કિંમત જાણતા હોઈએ તો આ જે આખી ત્રિપદી છે તે દ્વિઘાત બહુપદી બની જાય આમ દ્વિઘાત બહુપદીની રીતે જ અવયવ પડશે તેથી હવે એવા 2 પદ શોધવાના છે જેમનો ગુણાકાર 30 x વર્ગ થાય અને એ બંને પદનો સરવાળો y ના સહગુણક જેટલો એટલે કે 11 x થવો જોઈએ તો હવે તે વિશેની શક્યતાઓ માટે વિચારીએ હવેજો ફક્ત સહગુણકો ને ધ્યાનમાં રાખીને વિચારીએ તો 30 ના એવા બે ભાગ શોધવાના છે જેમનો ગુણાકાર 30 થાય પણ સરવાળો 11 થવો જોઈએ જો ઘડિયા આવડતા હોય તો જવાબ તરત જ ધ્યાનમાં આવશે કે 5 અને 6 તે બે સંખ્યાઓ છે એટલેકે 5 ગુણ્યા 6 કરીએ તો 30 થાય અને 5 વત્તા 6 કરીએ તો 11 મળે 30 ના બીજા અવયવો માટે પણ વિચારી શકાય દા.ત 3 અને 10 તેમનો ગુણાકારતો 30 થશે પણ સરવાળો 13 થશે 15 અને 2 નો ગુણાકાર તો 30 થાય પણ સરવાળો 17 થશે આપણો જવાબ છે 5 અને 6 તેથી તે બે સંખ્યાઓ મળી 5 અને 6 પણ આપણે તો 30 x નો વર્ગ જોઈએ તો 5 અને 6 બંને ની સાથે આપણે x મૂકી દઈએ માટે હવે 5 x વત્તા 6 x કરવાથી 30 x વર્ગ મળે અને બંનેનો સરવાળો કરતા 11 x મળે તેથી આપણો જવાબ થશે પહેલા 2 કૌસ કરી દઈએ અને બંને માં y સ્ક્વેર છે માટે y અને y મૂકી દઈએ ત્યારબાદ આ બંને પદ મુકીએ એટલે કે y+ 5 x અને પછી 6 x લઈએ માટે y +6 x આ બંને દ્વીપદીનો તમે જાતે ગુણાકાર કરીને ચકાસો કે આપણને ઉપરની ત્રિપદી મળેછે કે નહિ