If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઢાળ અંત:ખંડ સ્વરૂપનો પરિચય

બે ચલવાળા સુરેખ સમીકરણના ઢાળ અંત:ખંડ સ્વરૂપ વિષે શીખો, અને તેઓની રેખાના ઢાળ અને y-અંત:ખંડને કેવી રીતે શોધવા તે શીખો.

આ લેશન પહેલાં તમારે શેની સાથે પરિચિત હોવાની જરૂર છે

  • તમારે એ જાણવું જોઈએ કે બે ચલ ધરાવતું સુરેખ સમીકરણ શું છે. ખાસ કરીને, તમારે એ જાણવું જોઈએ કે કેટલાક સમીકરણનો આલેખ એક રેખા હોય છે. જો આ તમારા માટે નવી બાબત છે, અમારુ બે ચલ ધરાવતુ સમીકરણ ચકાસો .
  • તમારે સુરેખ સમીકરણના નીચે દર્શાવેલ ગુણધર્મથી પણ પરિચિત થવું જોઈએ: y-અંત:ખંડ અને x-અંત:ખંડ અને ઢાળ.

તમે આ પ્રકરણમાં શું શીખશો

  • બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનું ઢાળ- અંત:ખંડનું સ્વરૂપ શું છે
  • રેખાના ઢાળ-અંત:ખંડ સમીકરણમાંથી તેના ઢાળ અને y-અંત:ખંડ કઈ રીતે શોધી શકાય
  • રેખાના ઢાળ અને y-અંત:ખંડ આપેલ હોય ત્યારે તેનું સમીકરણ કઈ રીતે શોધી શકાય

ઢાળ-અંતઃખંડ સ્વરૂપ શું છે?

ઢાળ-અંતઃખંડ એ સુરેખ સમીકરણનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેનું નીચે પ્રમાણે એક સામાન્ય બંધારણ હોય છે . ડ્રમ રોલ ...
y=mx+b
અહી, m અને b એ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ હોય શકે છે. ઉદાહરણ તરીકે, આ ઢાળ- અંત:ખંડના સ્વરૂપનું એક સુરેખ સમીકરણ છે:
  • y=2x+1
  • y=3x+2.7
  • y=10100x
બીજી બાજુ, આ સુરેખ સમીકરણો ઢાળ- અંત:ખંડ સ્વરૂપમાં નથી:
  • 2x+3y=5
  • y3=2(x1)
  • x=4y7
ઢાળ- અંત:ખંડ સ્વરૂપએ સુરેખ સમીકરણનું મુખ્ય સ્વરૂપ છે. ચાલો આમ શા માટે છે તે આપણે થોડું ઊંડાણમાં સમજીએ.

ઢાળ- અંત:ખંડ સ્વરૂપમાં સહગુણક

આપણે તેને સ્પષ્ટ કરીએ અથવા સાદુરૂપ આપીએ તે પહેલા, ઢાળ- અંત:ખંડ સ્વરૂપનો ફાયદોએ છે કે તે રેખાની બે મુખ્ય વિશેષતા દર્શાવે છે.
  • ઢાળ m છે.
  • y-અંત:ખંડનો y- યામ b છે. બીજા શબ્દોમાં કહીએ તો, રેખાનો y-અંત:ખંડ (0,b) પર છે.
ઉદાહરણ તરીકે, રેખા y=2x+1 નો ઢાળ 2 અને y-અંત;ખંડ (0,1) પર છે:
હકીકત એ છે કે આ સ્વરૂપ ઢાળ અને y-અંત:ખંડ આપે છે અને આથી તેને ઢાળ- અંત:ખંડ કહેવામાં આવે છે!

તમારી સમજ ચકાસો

પ્રશ્ન 1
y=5x7 દ્વારા દર્શાવેલ રેખાનો ઢાળ શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

પ્રશ્ન 2
y=x+9 દ્વારા દર્શાવેલ રેખાનો ઢાળ શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

પ્રશ્ન 3
y=6x11 દ્વારા દર્શાવેલ રેખાનો y-અંતઃ ખંડ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 4
y=4x દ્વારા દર્શાવેલ રેખાનો y-અંતઃ ખંડ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 5
y=18x દ્વારા દર્શાવેલ રેખાનો ઢાળ શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

પ્રશ્ન 6
કઈ રેખાનો y-અંતઃ ખંડ (0,4) પર છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

પ્રતિબિંબ સમીકરણ
જો કોઈ રેખા આપણને ઢાળ-અંત:ખંડ સ્વરૂપમાં આપી હોય તો આપણે તેનો ઢાળ કઈ રીતે શોધી શકીએ?
કોઈ એક જવાબ પસંદ કરો:

કોયડો 1
આમાંથી કયુ રેખાનું સમીકરણ હોઈ શકે?
કોઈ એક જવાબ પસંદ કરો:

કોયડો 2
એવી રેખાનું સમીકરણ લખો જેનો ઢાળ 10 અને y-અંત:ખંડ (0,20) હોય.

આ શા માટે કામ કરે છે?

ઢાળ-અંત:ખંડ સ્વરૂપમાં તે કેવી રીતે કામ કરે છે તેનું તમને આશ્ચર્ય થશે, m ઢાળ આપે છે અને by-અંત:ખંડ આપે છે.
શું આ કોઈ જાદુ હોય શકે છે? સારું, તે ખરેખર કોઈ જાદુ નથી. ગણિતમાં, હમેશા તર્કસંગત વાતો હોય છે. આ વિભાગમાં આપણે સમીકરણ y=2x+1 નો ઉદાહરણ તરીકે ઉપયોગ કરી આ ગુણધર્મને સમજીશું.

શા માટે by-અંતઃખંડ છે

y-અંત:ખંડ પર, x-નું મુલ્ય હમેશા શૂન્ય હોય છે. તો જો આપણે y=2x+1 નો y-અંત:ખંડ શોધવા ઈચ્છતા હોઈએ તો, આપણે x=0 મુકી y નો ઉકેલ મેળવવો જોઈએ.
y=2x+1=20+1x=0 લેતા=0+1=1
આપણે એ જોઈએ છીએ કે y-અંત:ખંડ પર 2x બરાબર શૂન્ય બને છે, અને તેથી આપણને y=1 મળે છે.

શા માટે m એ ઢાળ છે

ચાલો ફરી પાછુ આપણે એ બાબત તાજી કરીએ કે ઢાળ એ ખરેખર શું છે. ઢાળ એ રેખાના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો y ના ફેરફારના છેદમાં x ના ફેરફારનો ગુણોત્તર છે.
ઢાળ=y માં થતો ફેરફારx માં થતો ફેરફાર
આપણે એવા બે બિંદુઓ લઈએ કે જેમાં x માં ફેરફાર ચોક્કસ 1 યુનિટ જેટલો છે, અને y નો ફેરફાર ઢાળ જેટલો છે.
ઢાળ=y માં થતો ફેરફાર1=y માં થતો ફેરફાર
હવે આપણે એ જોઈએ કે સમીકરણ y=2x+1 માં x-નું મુલ્ય જો સતત 1 યુનિટ જેટલું વધે તો y-નું મુલ્ય કેટલું થાય.
xy
01+02=1
11+12=1+2
21+22=1+2+2
31+32=1+2+2+2
41+42=1+2+2+2+2
આપણે એ જોઈએ છીએ કે દર વખતે x નું મુલ્ય 1 યુનિટ જેટલું વધે છે, y નું મુલ્ય 2 યુનિટ જેટલું વધે છે. કારણકે y ની ગણતરીમાં x2 નો અવયવી જણાય છે.
ઉપર જણાવ્યા પ્રમાણે y માં થતો ફેરફાર એ x માં થતા 1 યુનિટ ફેરફારને અનુરૂપ છે કે જે રેખાનો ઢાળ છે. આ કારણે ઢાળ 2 છે.
કોયડો 3
રેખાનું સમીકરણ પૂર્ણ કરો.
y=