મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 6: દશાંશ અપૂર્ણાંકો નો સરવાળો- દશાંશ અપૂર્ણાંકોના સરવાળાનો પરિચય: દશાંશ
- દશાંશ અપૂર્ણાંકોનો શતાંશ વડે સરવાળો
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: 9.087+15.31
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: 0.822+5.65
- ત્રણ દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો
- આકૃતિની મદદથી દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો કરો.
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: દશાંશ
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: શતાંશ
- દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: સહસ્ત્રાંશ
- દશાંશ અપૂર્ણાંકો નો સરવાળો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો: 0.822+5.65
સલ "પ્રમાણભૂત અલ્ગોરિધમ" નો ઉપયોગ કરીને 0.822+5.65 ને ઉકેલે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને અહીં 0.8 2 2 અને 5.6 5 નો સરવાળો કરવાનું કહેવામાં આવ્યું છે.આપણે આ બંને દશાંશને ફરીથી લખીએ અને જયારે હું તેમને ફરીથી લખીશ ત્યારે હું એકસરખી સ્થાન કિંમતને એકબીજાની નીચે લખીશ,જેથી આપણે તેમનો સરવાળો સરળતાથી કરી શકીએ,આપણે અહીં કોઈપણ સંખ્યા પ્રથમ લખી શકીએ પરંતુ હું મોટી સંખ્યા લખવાનું પસંદ કરું છું તેથી 5.6 5 અહીં સૌથી મહત્વની બાબત એ છે કે આ બંનેનો દશાંશ ચિન્હ તદ્દન એકબીજાની નીચે જ આવવો જોઈએ તેથી 0.8 2 2 સૌ પ્રથમ આ દશાંશ ચિન્હની નીચે બીજો દશાંશ ચિન્હ લખીએ 0.8 2 2 હવે આપણે તેમનો સરવાળો કરી શકીએ,આપણે સૌથી નાની સ્થાનકિંમતથી શરૂઆત કરીશું હવે તમે કહેશો કે મારે અહીં આ બે સહસ્ત્રાંશને કોઈક સંખ્યામાં ઉમેરવા છે પરંતુ મને તે સંખ્યા દેખાતી નથી.તમે એવું કહી શકો કે અહીં આ શૂન્ય સહસ્ત્રાંશ છે તો તમને હવે તે વધુ સમજાશે,0 સહસ્ત્રાંશ + 2 સહસ્ત્રાંશ = 2 સહસ્ત્રાંશ,5 શતાંશ + 2 શતાંશ = 7 શતાંશ,6 દશાંશ + 8 દશાંશ = 14 દશાંશ, 14 દશાંશ એ 4 દશાંશ અને 1 એકમને સમાન જ થાય. જો હું બીજા શબ્દમાં કહું તો આપણે અહીં વર્દી તરીકે 1 લઇ રહ્યા છે. આપણે અહીં 14 દશાંશને 4 દશાંશ અને એકમ સ્થાને 1 તરીકે લખી શકીએ,ત્યારબાદ 1 + 5, 6 થાય માટે અહીં 6 અને આ દશાંશ ચિન્હને ભૂલશો નહિ તો આપણને અહીં આ જવાબ તરીકે 6.472 મળે.