If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અપૂર્ણાંકોનો શતાંશ વડે સરવાળો

સલ સ્થાન કિંમત વિશેની સમજનો ઉપયોગ કરીને 0.68+0.33 જેવા દશાંશ અપૂર્ણાંકોનો સરવાળો કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સંખ્યાઓને ઉમેરવાનો મહાવરો કરીએ,જેમાં શતાંશનો સમાવેશ થતો હોય,વિડિઓ અટકાવો અને તમે આ સરવાળો જાતે જ કરવાનો પ્રયત્ન કરો,જુઓ કે તમને શું મળે છે? હવે આપણે તે સાથે મળીને કરીશું,દશાંશનો સરવાળો કરવાની ઘણી રીત છે,તમે ભવિષ્યમાં તે માટેની ઝડપી પદ્ધતિસર રીત જોશો પરંતુ એવી કેટલીક રીત છે જેનો ઉપયોગ કરીને તેને વિચારી શકાય,એક રીત એ છે કે તમે આ 0.53 ને 53 શતાંશ તરીકે જોઈ શકો,તમે તેને 5 દશાંશ 3 શતાંશ તરીકે પણ જોઈ શકો,પરંતુ અહીં આ 53 શતાંશ છે,આપણે તેને 53 શતાંશ કહીએ અને પછી આપણે તેમાં 42 શતાંશને ઉમેરવા જઈ રહ્યા છીએ,42 શતાંશ,જો મારી પાસે કંઈકનું 53 હોય અને હું તે સમાન કંઈકમાં જ 42 ઉમેરવા જઈ રહી હોઉં તો મને તેના બરાબર શું મળે? 53+ 42 શું થાય? હું તેની ગણતરી આ પ્રમાણે કરીશ, 50 + 40, 90 થાય અને પછી 3 + 2, 5 માટે અહીં આના બરાબર 95 શતાંશ થાય,95 શતાંશ, જો મારે તેને દશાંશ સંખ્યા તરીકે લખવું હોય તો હું 0.95 લખી શકું જેને આપણે 95 શતાંશ કહીએ છીએ અથવા 9 દશાંશ,5 શતાંશ, હવે આપણે આ સરવાળો બીજી રીતે પણ કરી શકીએ,આપણે અહીં આ સંખ્યાઓનું વિભાજન કરી શકીએ, આપણે અહીં આ પ્રથમ સંખ્યાને 5 દશાંશ + 3 શતાંશ તરીકે લખી શકીએ અને તેવી જ રીતે આ બીજી સંખ્યાને 4 દશાંશ + 2 શતાંશ તરીકે લખી શકાય અને હવે આપણે અલગ અલગ દશાંશ અને શતાંશનો સરવાળો કરી શકીએ,અહીં તમારી પાસે 5 દશાંશ અને 4 દશાંશ છે માટે 5 દશાંશ + 4 દશાંશ જેમાં તમે 3 શતાંશ અને 2 શતાંશને ઉમેરવા જઈ રહ્યા છો + 3 શતાંશ + 2 શતાંશ, હવે આના બરાબર આપણને શું મળે? 5 દશાંશ + 4 દશાંશ,આપણે તે અગાઉના વિડિઓમાં જોઈ ગયા છીએ,જો મારી પાસે 5 નું કંઈક હોય અને હું તેમાં 4 ના કંઈકને ઉમેરું તો મને તે 9 નું કંઈક આપે માટે અહીં આના બરાબર 9 શતાંશ થાય, તેવી જ રીતે 3 શતાંશ + 2 શતાંશ, 5 શતાંશ થાય માટે અહીં 5 શતાંશ લખીશું, હવે 9 દશાંશ અને 5 શતાંશનો સરવાળો કરીએ, 9 દશાંશ અને 5 શતાંશ જેને આપણે 95 શતાંશ કહી શકીએ,હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈશું,ધારો કે મારી પાસે 68 શતાંશ છે મારી પાસે 68 શતાંશ છે અને હું તેમાં 33 શતાંશને ઉમેરવા માંગુ છું તો તેના બરાબર આપણને શું મળે?હમેંશની જેમ તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો,તે શોધવાની ઘણી બધી રીત છે, આપણે આ બંને સંખ્યાઓને દશાંશ અને શતાંશમાં વિભાજીત કરી શકીએ,આપણે અહીં આ પ્રથમ સંખ્યાને 6 દશાંશ + 8 શતાંશ કહી શકીએ અને તેવી જ રીતે આ બીજી સંખ્યાને 3 દશાંશ + 3 શતાંશ કહી શકાય,હવે સૌ પ્રથમ આપણે દશાંશનો સરવાળો કરીશું, આપણી પાસે અહીં 6 દશાંશ અને 3 દશાંશ છે, 6 દશાંશ + 3 દશાંશ, હું અહીં દરેક સ્ટેપ લખી રહી છું પરંતુ જો તમે તમારા મનમાં ગણતરી કરતા હોવ અથવા કોઈ કાગળ પર ગણતરી કરતા હોવ તો તમારે આ બધાં સ્ટેપ લખવાની જરૂર નથી અને પછી આ સરવાળામાં શતાંશનો સરવાળો કરીને ઉમેરી શકીએ,આપણી પાસે 8 શતાંશ અને 3 શતાંશ છે માટે 8 શતાંશ + 3 શતાંશ, હવે 6 દશાંશ + 3 શતાંશ ખૂબ સરળ છે,જો તમે તેની ગણતરી ન કરી શકતા હોવ તો હું તમને અગાઉના વિડિઓ જોવા માટે પ્રોત્સાહિત કરું છું,જો મારી પાસે કંઈકનું 6 હોય અને હું તેમાં તે જ કંઈકનું 3 ઉમેરું તો મને અહીં તે કંઈકનું 9 મળે એટલે કે અહિં આના બરાબર 9 દશાંશ થાય, હવે અહી આના બરાબર શું થાય? મારી પાસે અહીં 8 શતાંશ છે,8 શતાંશ અને હું તેમાં 3 શતાંશને ઉમેરી રહી છું, જો મારી પાસે કંઈકનું 8 હોય અને હું તેમાં કંઈકના 3 ને ઉમેરુ તો મને તે કંઈકનું 11 મળે એટલેકે આપણને અહીં 11 શતાંશ મળે,તેનો જવાબ 11 શતાંશ થાય હવે તેને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય?તમે તેને 0.11 તરીકે લખી શકો કારણ કે તે 11 શતાંશ છે અથવા તમે 11 શતાંશને 10 શતાંશ,10 શતાંશ + 1 શતાંશ તરીકે પણ જોઈ શકો,હવે તમે આ 10 શતાંશ ને 1 દશાંશ તરીકે જોઈ શકો, તે 1 દશાંશ થશે + 1 શતાંશ માટે અહીં આ 1 દશાંશ અને 1 શતાંશ, હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ,તમારી પાસે 9 દશાંશ + 1 દશાંશ + 1 શતાંશ છે,હુ અહીં આ સરવાળાને ફરીથી લખીશ, 9 દશાંશ + 1 દશાંશ + 1 શતાંશ,1 શતાંશ, હવે અહીં 9 દશાંશ + 1 દશાંશ કેટલા થાય?તેના બરાબર 10 દશાંશ થશે, તેના બરાબર 10 દશાંશ,એટલે કે તેના બરાબર 1 થાય,તેના બરાબર 1 થશે, 1 + 1 શતાંશ, જેના બરાબર 1.01 લખી શકાય,1 પૂર્ણાંક 1 શતાંશ, મેં કહ્યું તે પ્રમાણે પછીના વિડિઓમાં આપણે આ શોધવાની પદ્ધતિસર રીત જોઈશું,તમે તેને ઝડપથી કરી શકશો પરંતુ આને કઈ રીતે વિચારી શકાય તે સમજવું ખૂબ અગત્યનું છે,જેમકે 11 શતાંશ બરાબર 10 શતાંશ + 1 શતાંશ,ત્યારબાદ આપણે આ 1 દશાંશને 9 દશાંશમાં ઉમેરીએ છીએ,જેના બરાબર 1 થાય છે,પછીના વિડિઓમાં આપણે આ બધા સરવાળાને વર્દી તરીકે પણ લઈશું, પરંતુ ઝડપી રીત શીખીએ તે પહેલા આ બધા વિશે વિચારવું ખૂબ જરૂરી છે.