If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અપૂર્ણાંકોના સરવાળાનો પરિચય: દશાંશ

સલ આકૃતિ અને સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 0.1+0.8 જેવા દશાંશોને ઉમેરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં દશાંશના સરવાળા વિશેની સમજ મેળવીશું,આપણે અત્યારે આ વિડિઓ ધીમેથી કરીશું. પરંતુ ભવિષ્યના વિડિઓમાં તેને ઝડપથી કઈ રીતે શોધી શકાય તે શીખીશું. પરંતુ આપણે આ વિડિઓમાં તેના માટેની જે રીત જોઇશું તેનાથી તમને સમજાઈ જશે કે અહીં ખરેખર શું થઈ રહ્યું છે? તો આપણે અહીં 0.1 ને 0.8 માં ઉમેરી રહ્યા છીએ અથવા તમે એવું કહી શકો કે આપણે 1 દશાંશને 8 દશાંશમાં ઉમેરી રહ્યા છીએ તમે વિડિયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો.તે કરવા માટેની ઘણી રીત છે. તમે અહીં 0.1 ને 1 દશાંશ તરીકે વિચારી શકો.1 દશાંશ અને પછી 0.8 ને 8 દશાંશ તરીકે વિચારી શકાય. હવે જો મારી પાસે કંઈકનું 1 હોય અને હું તેમાં તે કંઈક ના 8 ને ઉમેરું તો મને અહીં તે કંઈકેનું 9 મળે. આપણે અહીં તે કંઈકે એટલે કે દશાંશ વિશે વાત કરી રહ્યા છીએ. મારી પાસે અહીં 1 દશાંશ છે અને હવે હું તેમાં બીજા 8 દશાંશને ઉમેરી રહી છું. તેથી આપણને અહીં 9 દશાંશ મળે.9 દશાંશ,આ શોધવાની એક રીત આ પ્રમાણેની છે. તેના વિશે બીજી રીતે આકૃતિની મદદથી સમજી શકાય,અહીં મારી પાસે એક પૂર્ણ છે અને હું આ પૂર્ણને એક સમાન દશાંશમાં વિભાજીત કરી રહી છું તો આપણે અહીં આ પૂર્ણને એક ચોરસ તરીકે લઈએ છીએ અને પછી તેને 10 જેટલા એકસમાન ભાગમાં વિભાજિત કરીએ છીએ માટે અહીં તમને જે દરેક સફેદ રંગના લંબચોરસ દેખાય છે તેને તમે 1 દશાંશ તરીકે જોઈ શકો તો હવે અહીં મારી પાસે 1 દશાંશ છે માટે આ 1 દશાંશ થશે અને પછી આપણે તેમાં 8 દશાંશને ઉમેરીએ 1 2 3 4 5 6 7 8 તો હવે આપણી પાસે કુલ કેટલા દશાંશ છે? અહીં આપણે તેની ગણતરી કરી શકીએ આ 1 દશાંશ 2 3 4 5 6 7 8 9 માટે અહીં પણ આપણને જવાબ તરીકે 9 દશાંશ જ મળે આમ બંને રીતમાંથી કોઈપણ રીતનો ઉપયોગ કરી શકાય પરંતુ હવે આ 9 દશાંશને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તેના માટે આપણે અહીં દશાંશના સ્થાને જઈએ. જે આ દશાંશ ચિન્હની તરત જમણી બાજુએ આવે અને હવે અહીં આપણી પાસે 9 દશાંશ છે અહીં આ દશાંશનું સ્થાન દર્શાવે,આપણી પાસે અહીં આવા 9 દશાંશ છે.હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું ધારો કે આપણે 3 દશાંશમાં 9 દશાંશને ઉમેરવા માંગીએ છીએ તો હવે અહી આના બરાબર શું થાય? તમે તે જ વિચારનો ઉપયોગ કરી શકો. તમે 0.3 ને 3 દશાંશ તરીકે લઈ શકો 3 દશાંશ અને પછી તેમાં 0.9 એટલે કે 9 દશાંશને ઉમેરી શકો. જો તમારી પાસે કંઈકેનું 3 હોય અને તમે તેમાં તે કંઈકના 9 ઉમેરો તો તમને જવાબ 12 મળે. 3 + 9,12 થાય માટે અહીં આના બરાબર 12 દશાંશ થશે.12 દશાંશ હવે તમને આ જવાબ થોડો અસહજીક લાગે,12 દશાંશ તેનો અર્થ શું થાય? જો તેના વિશે એક રીતે વિચારવું હોય તો 12 દશાંશ એટલે 10 દશાંશ,10 દશાંશ + 2 દશાંશ,10 દશાંશ + 2 દશાંશ, હવે 10 દશાંશનો અર્થ શું થાય? જો મારી પાસે 10 દશાંશ હોય તો અહીં આ એક પૂર્ણ થશે અહીં આના બરાબર એક થાય એટલે કે મારી પાસે એક પૂર્ણાંક બે દશાંશ છે આપણે આ 1 પૂર્ણાંક 2 દશાંશને કઈ રીતે લખી શકીએ? હવે અહીં એકમના સ્થાને 1 આવશે અને પછી દશાંશ સ્થાને 2 આવે કારણ કે આપણી પાસે 2 દશાંશ છે તમે તેને 1.2 પણ કહી શકો અથવા તે 1 પૂર્ણાંક 2 દશાંશ છે જેના બરાબર 12 દશાંશ થાય. હવે આપણે તેને આકૃતિની મદદ થી સમજીએ,અહીં આ એક પૂર્ણ છે આ પ્રમાણે અને હું અહીં બીજો પણ પૂર્ણ લઈશ, જે કંઈક આ પ્રમાણે છે આપણે 3 દશાંશથી શરૂઆત કરીએ માટે અહીં આ 1 દશાંશ 2 દશાંશ અને આ 3 દશાંશ હવે આપણે તેમાં 9 દશાંશને ઉમેરવા માંગીએ છીએ માટે 1 2 3 4 5 6 7 8 9 આમ આપણે અહીં 9 દશાંશ ઉમેર્યા.મેં અહીં 9 દશાંશને કેસરી રંગ વડે છાયાંકિત કર્યા છે અને તે પહેલાં મેં 3 દશાંશને આછા ભૂરા રંગ વડે છાયાંકિત કર્યા હતા.હવે જો આપણે આ બધાને ભેગા કરીએ તો શું થાય? જો આપણે 3 દશાંશ અને 7 દશાંશને ઉમેરીએ તો આપણે એક પૂર્ણ મળે એ માટે અહીં આ એક પૂર્ણ છે અને આપણી પાસે હજુ પણ 2 દશાંશ બાકી છે તેથી આ 2 દશાંશ છે માટે 1 + 2 દશાંશ = 1.2 થાય આમ દશાંશના સરવાળાને કઈ રીતે વિચારી શકાય? તેની તમને સારી સમજ મળી ગઈ હશે પરંતુ ભવિષ્યના વિડિઓમાં આપણે આ સરવાળો કરવાની પદ્ધતિસર રીત જોઈશું અથવા તેના માટેની ઝડપી રીત જોઈશું.