મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 4: દશાંશ સંખ્યાઓની સરખામણી- દશાંશ અપૂર્ણાંક ની સરખામણી 2
- દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
- દશાંશ અપૂર્ણાંક ને સરખાવો (દશાંશ અને શતાંશ )
- અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798
- દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
- સહસ્ત્રાંશવાળા દશાંશ અપૂર્ણાંકને સરખાવો
- દશાંશ અપૂર્ણાંકની સ્થાનકિંમત સરખાવો
- જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 1
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા જુદા સ્વરૂપમાં ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
સલ સહસ્ત્રાંશ ધરાવતા ચાર દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને અહીં ચાર સંખ્યાઓ આપવામાં આવી છે, હું ઇચ્છું છું કે તમે આ વિડીઓ અટકાવો, કાગળ અને પેન્સિલને બહાર કાઢો અને પછી જુઓ કે તમે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી શકો કે નહીં,સૌથી નાની સંખ્યા ડાબી બાજુએ આવશે ત્યારબાદ સંખ્યાઓ વધતી જશે અને પછી અંતે સૌથી મોટી સંખ્યા આવશે તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો તો હવે આપણે તે સાથે મળીને કરીશું, હું આ પ્રકારના પ્રશ્નોને આ રીતે ઉકેલ છું, હું અહીં સૌથી મોટી સ્થાનકિંમત થી શરૂઆત કરીશ અને પછી સંખ્યાઓની સરખામણી કરીશ,ત્યારબાદ આપણે જમણી બાજુ નાની સ્થાનકિંમત તરફ આગળ ને આગળ વધીશું,અહીં આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ આ સંખ્યામાં એકમના સ્થાને 0 છે, આ સંખ્યામાં એકમના સ્થાને 0 છે,આ સંખ્યામાં પણ એકમના સ્થાને 0 છે અને અહીં પણ એકમના સ્થાને 0 છે તેથી એકમનો અંક આપણને એટલી બધી મદદ કરતો નથી,હવે આપણે દશાંશના સ્થાને જઈએ, અહીં આ સંખ્યામાં દશાંશના સ્થાને 7 છે આ સંખ્યામાં દશાંશને સ્થાને 0 છે,આપણે આટલી માહિતી પરથી કહી શકીએ કે અહી આ બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા નાની છે અહી આ 7 દશાંશ છે અને આ 0 દશાંશ છે, આ સંખ્યામાં અહીં આ સ્થાનકિંમત પછી જમણી બાજુ કયા અંક આવેલા છે? તે મહત્વનું નથી ત્યારબાદ અહીં આ સંખ્યા પાસે દશાંશના સ્થાને 7 જ છે, પ્રથમ સંખ્યા પ્રમાણે,અને આ સંખ્યામાં પણ દશાંશના સ્થાને 7 છે આમ,એકમ અને દશાંશના સ્થાનની સરખામણી કર્યા પછી આપણે એવું કહી શકીએ કે અહીં આ બીજી સંખ્યા સૌથી નાની છે, આ બધી જ સંખ્યાઓ પાસે એકમના સ્થાને 0 છે પરંતુ અહીં આ સંખ્યા પાસે દશાંશના સ્થાને પણ 0 છે માટે હું આ સંખ્યાને અહીં લખીશ 0.074.હવે આપણે શતાંશના સ્થાનને જોઈશું અહીં આ સંખ્યા પાસે શતાંશના સ્થાને 0 છે, આપણે આ સંખ્યાને દૂર કરીએ,અહી આ સંખ્યામાં શતાંશના સ્થાને 7 છે અને અહીં શતાંશના સ્થાને કંઈ પણ નથી પરંતુ આપણે અહીં 0 લખી શકીએ અને તે આ સંખ્યામાં કોઈ ફેરફાર કરશે નહિ,આમ,અહીં પણ આ શતાંશના સ્થાને 0 થશે, હવે આ ત્રણેય સંખ્યાઓ પાસે એકમના સ્થાને એક સમાન અંક છે તેમની પાસે દશાંશના સ્થાને પણ એક સમાન અંક છે પરંતુ અહીં આ સંખ્યા 0.77 પાસે શતાંશના સ્થાને 7 છે જ્યારે આ બાકીની બે સંખ્યાઓ પાસે શતાંશના સ્થાને 0 છે પરિણામે આપણે કહી શકીએ કે આ ચાર સંખ્યાઓમાંથી આ સંખ્યા સૌથી મોટી છે,અહીં આ સંખ્યા બાકીની બે સંખ્યાઓ કરતાં મોટી છે અને તેનું કારણ શતાંશનું સ્થાન છે, સહસ્ત્રાંશ અને બાકીના સ્થાને શું આવશે? હવે તે મહત્વનું નથી પરિણામે હું આ સંખ્યાને અંતે લખીશ,0.77. આપણે આ સંખ્યાને દૂર કરીએ અને હવે આપણે આ બાકીની બે સંખ્યાની સરખામણી કરીએ,તેમનામાં એકમનું સ્થાન,દશાંશનું સ્થાન અને શતાંશનું સ્થાન એકસમાન છે.તેથી આપણે સહસ્ત્રાંશનું સ્થાન જોઈશું,અહી આ સંખ્યામાં સહસ્ત્રાંશના સ્થાને 7 છે અને આ સંખ્યામાં સહસ્ત્રાંશના સ્થાને 0 છે તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યા આ પ્રથમ સંખ્યા કરતા નાની છે માટે હવે હું આ સંખ્યાને બીજા ક્રમે લખીશ 0.7 અને ત્યારબાદ આ સંખ્યા 0.707,આમ, આપણે અહીં પુરું કર્યું,અહીં મુખ્ય ખ્યાલ એ છે કે તમે સૌથી મોટી સ્થાનકિંમતને આધારે સરખામણી કરો અને પછી નાની ને નાની સ્થાનકિંમતની સરખામણી કરવા તમે જમણી બાજુએ જાઓ.