મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 4: દશાંશ સંખ્યાઓની સરખામણી- દશાંશ અપૂર્ણાંક ની સરખામણી 2
- દશાંશ અપૂર્ણાંકની સરખામણી કરો 3
- દશાંશ અપૂર્ણાંક ને સરખાવો (દશાંશ અને શતાંશ )
- અપૂર્ણાંક ને સરખાવો: 9.97 અને 9.798
- દશાંશ અપૂર્ણાંકને સરખાવો: 156.378 અને 156.348
- સહસ્ત્રાંશવાળા દશાંશ અપૂર્ણાંકને સરખાવો
- દશાંશ અપૂર્ણાંકની સ્થાનકિંમત સરખાવો
- જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 1
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો 2
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા જુદા સ્વરૂપમાં ક્રમમાં ગોઠવો
- દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
- સહસ્ત્રાંશ ધરાવતા દશાંશ અપૂર્ણાંકને ક્રમમાં ગોઠવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
જુદી જુદી રીતે રજુઆત કરેલ દશાંશ અપૂર્ણાંકની સરખામણી
સલ દશાંશ અપૂર્ણાંકની પ્રમાણિત, લેખિત અને વિસ્તૃત સ્વરૂપમાં સરખામણી કરે છે .
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડિઓમાં જુદી જુદી રીતે દર્શાવવામાં આવેલી સંખ્યાઓની સરખામણી કરીશું, ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે ડાબીબાજુ 0.37 છે,તમે તેને 37 શતાંશ પણ કહી શકો અને જમણીબાજુ આપણી પાસે 307 સહસ્ત્રાંશ છે, હું ઇચ્છું છું કે તમે વિડિઓ અટકાવો અને એ શોધવાનો પ્રયત્ન કરો કે શું આ બંને સંખ્યાઓ એક સમાન છે? કે પછી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં મોટી છે? જો તે પ્રમાણે હોય તો કઈ સંખ્યા મોટી છે? અને કઈ સંખ્યા નાની છે? વિડિઓ અટકાવો અને તે જાતે જ શોધો, હવે આપણે તે સાથે મળીને કરીએ, સૌ પ્રથમ હું આ બંને સંખ્યાઓને એકસમાન રીતે જ લખીશ,તેને કરવાની એક રીત એ છે કે આપણે અહીં આ જમણીબાજુની સંખ્યાને દશાંશ સ્વરૂપે લખી શકીએ તો આપણે અહીં આ સંખ્યાને દશાંશ સ્વરૂપે ફરીથી લખીએ, અહીં આપણી પાસે કેટલાક સહસ્ત્રાંશ છે? હવે તેના માટે આપણે કેટલીક સ્થાન કિંમત લખીએ,અહીં આ એકમનુ સ્થાન છે ત્યારબાદ દશાંશ ચિન્હ,અહીં આ દશાંશનું સ્થાન ત્યારબાદ આ શતાંશનું સ્થાન અને અહીં આ સહસ્ત્રાંશનું સ્થાન, 307 સહસ્ત્રાંશને વિચારવાની એક રીત એ છે કે અહીં આપણી પાસે આ સ્થાને 307 સહસ્ત્રાંશ છે માટે આ સ્થાને 7, આ સ્થાને 0, અને આ સ્થાને 3 લખીએ,અહીં આ સંખ્યા પાસે કોઈપણ એકમ નથી તેથી એકમની જગ્યાએ 0 લખીએ,આમ હવે આપણે આ સંખ્યાને દશાંશ સ્વરૂપે લખી છે હવે આ બંને સંખ્યાઓની સરખામણી કરવી થોડી સરળ છે આપણે આ બંને સંખ્યાઓને જોઈને કહી શકીએ કે તેમના એકમના સ્થાન સરખા છે, અહીં તેમના દશાંશના સ્થાન પણ એકસરખા છે પરંતુ શતાંશના સ્થાન વિશે શું કહી શકાય? અહીં આ સંખ્યા પાસે 7 શતાંશ છે અને આ સંખ્યા પાસે 0 શતાંશ છે માટે આ સંખ્યા મોટી છે એમ કહી શકાય,37 શતાંશ એ 307 સહસ્ત્રાંશ કરતાં મોટી સંખ્યા છે હવે આ પ્રશ્નને બીજી રીતે પણ ઉકેલી શકાય,આપણે અહીં આ ડાબીબાજુની સંખ્યાને શતાંશના સંદર્ભમાં લખી શકીએ આપણે અહીં આ ડાબીબાજુની સંખ્યાને સહસ્ત્રાંશના સંદર્ભમાં પણ લખી શકીએ,અહીં 0.37 લખવાને બદલે હું તેને આ પ્રમાણે લખીશ, હું અહીં તેની પાછળ એક 0 ઉમેરીશ તો હવે આ 37 શતાંશને બદલે 370 સહસ્ત્રાંશ છે,જો આપણે તેને શબ્દમાં લખવું હોય તો તે 370 સહસ્ત્રાંશ થાય,370 સહસ્ત્રાંશ,આપણે આ બંને સંખ્યાને જોઈને કહી શકીએ કે 307 કરતાં 370 વધારે છે માટે આ ડાબીબાજુની સંખ્યા મોટી છે,હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ,ધારો કે મારી પાસે ડાબીબાજુ 0.6 છે જેને તમે 6 દશાંશ કહી શકો અને જમણીબાજુ મારી પાસે 6 ગુણ્યા 1 ના છેદમાં 100 છે,ફરીથી વિડીઓ અટકાવો અને તમે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો કે શું આ બંને સંખ્યાઓ એકસમાન છે? કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં મોટી છે? જો તમારે આ પ્રશ્નને ઉકેલવો હોય તો સૌ પ્રથમ એ વિચારીએ કે તેને દર્શાવવાની જુદી જુદી રીત કઈ છે? આપણે અહીં આ બંને સંખ્યાઓને એકસમાન રીતે દર્શાવીએ,આપણે અહીં 6 દશાંશને 6 ગુણ્યા 1 ના છેદમાં 10 તરીકે લખી શકીએ, હવે આ બંને સંખ્યાઓની સરખામણી કરવી સરળ છે,શું આ 6 ગુણ્યા 1 ના છેદમાં 10 એ 6 ગુણ્યા 1 ના છેદમાં 100 કરતા મોટું થાય? કે તે એક સમાન થાય? અહીં આ દશાંશ એ શતાંશ કરતાં દસ ગણું મોટું છે,અહીં આ આના કરતાં દસ ગણું મોટું છે તેથી જો તમે તેનો ગુણાકાર 6 સાથે કરો તો ડાબીબાજુની સંખ્યા મોટી થાય, માટે આપણે અહીં કહી શકીએ કે આ સંખ્યા,આ સંખ્યા કરતાં મોટી છે,હવે તેને ઉકેલવાની બીજી રીત એ છે કે તમે આ જમણીબાજુની સંખ્યાને દશાંશ સ્વરૂપે લખી શકો અહીં આ 6 ગુણ્યાં શતાંશ અથવા 6 શતાંશ થશે, માટે 0 , દશાંશ ચિન્હ, દશાંશના સ્થાને પણ 0 અને શતાંશના સ્થાને 6 આવે,તમે અહીં આને શતાંશ સ્વરૂપે લખી શકો,અહીં પાછળ એક 0 ઉમેરો,હવે આ 60 શતાંશ છે અને આ 60 શતાંશ એ 6 શતાંશ કરતા મોટા હોય છે આમ, આ રીતે આપણે જુદી જુદી સંખ્યાઓને દર્શાવી શકીએ, સૌપ્રથમ તમે બે સંખ્યાઓ જેની સરખામણી કરવાની છે તેને એક સમાન રીતે દર્શાવો અને આપણા ઉદાહરણમાં ડાબીબાજુની બંને સંખ્યાઓ જમણીબાજુની સંખ્યા કરતાં મોટી છે.