If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અંક ગણિત

Course: અંક ગણિત  > Unit 5

Lesson 1: દશાંશ અપૂર્ણાંકોનો પરિચય

ગ્રીડમાં બતાવેલ દશાંશ અપૂર્ણાંકોને લખો

દશાંશ અપૂર્ણાંકો છાયાંકિત ભાગ દ્વારા શું રજુ કરે છે નક્કી કરવા સલમાન ગ્રીડ ડાયગ્રામનો ઉપયોગ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં કહ્યું છે કે નીચેનું મોટું ચોરસ એક પૃર્ણ દર્શાવે છે અહીં એક ચોરસ છે જે આખું ભૂરા રંગથી દર્શાવેલ છે પ્રશ્ન છે કે છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજુ થાય છે છાયાંકિત ભાગ એટલે આ જે રંગીન ભાગ છે જે અહીં પણ દેખાય છે તે કયો દશાંશ એટલે કે કઈ દશાંશ સંખ્યા દર્શાવે છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં 10 કોલમ આપેલ છે અને દરેક કોલમમાં 10 નાના ચોરસ છે એટલે કે 10 ગુણ્યાં 10 = 100 ચોરસ અહીં આપેલ છે અને આ આખું જ એક મોટું ચોરસ છાયાંકિત છે એટલે કે રંગીન છે તો તેને આપણે પૂર્ણ તરીકે ગણીએ માટે અહીં એકમના સ્થાને લખીએ 1 ત્યાર બાદ આ જે બીજું ચોરસ છે તેમાં પણ 100 ચોરસ છે અને એમાંથી 1 ,2 ,3 ,4 ,5 ચોરસ રંગીન છે તો 100 માંથી 5 ભાગ તેને આપણે 5 શતાંશ તરીકે દર્શાવી શકીએ હવે આપણે જેમ જાણીએ છીએ કે આ દશાંશ ચિન્હ પછીનું છે ડાબી બાજુની સંખ્યા છે તે એકમ દર્શાવે છે અને દશાંશ અહીં જમણી બાજુ જે પ્રથમ અંક આવે તે દશાંશનું સ્થાન છે માટે ત્યાં આપણે 0 મૂકીએ અને ત્યાર બાદ જે અંક મળશે તે શતાંશનું સ્થાન દર્શાવશે અને આપણે અહીં જોયું કે 100 માંથી 5 એટલે કે 5 શતાંશ તે અહીં લખીએ 5 આમ આપણે તેને દશાંશ સંખ્યા તરીકે દર્શાવેલ છે જે મળે છે 1 .05 એટલે કે 1 પૂર્ણાંક 5 દશાંશ આપણો જવાબ ચાકસીએ જે સાચો છે વધુ એક પ્રશ્ન જોઈએ અહીં જુઓ કે આ જે આખું ચોરસ છે તેને 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 10 ભાગમાં વિભાજીત કરેલ છે એટલે કે તે દશાંશ દર્શાવે છે આ દરેક લાંબીચોરસ એ 1 દશાંશ દર્શાવે છે અહીં તો આ આકૃતિ સંપૂર્ણ પણે રંગીન છે માટે તે એક પૂર્ણ દર્શાવે છે તેથી પૂર્ણાંકની જગ્યાએ 1 ત્યાર બાદ દશાંશ ચિન્હ મૂકીએ અને અહીં જે બીજું ચોરસ છે તેમાં 10 માંથી 8 ભાગ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 8 ભાગ રંગીન છે એટલે કે છાયાંકિત છે તો તેને 8 દશાંશ તરીકે આપણે દર્શાવી શકીએ જો અપૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવીએ તો તેને આપણે આ રીતે 8 દશાંશ લખી શકીએ પણ અહીં કયો દશાંશ રજુ થાય છે એમ કહ્યું છે એટલે કે તેને આપણે દશાંશ સંખ્યા તરીકે દર્શાવવાનું છે માટે 1 .8 એકમના સ્થાને 1 અને દશાંશના સ્થાને 8 આમ 1 .8 જોઈએ આપણો જવાબ આપણો સાચો જબાબ છે વધુ એક પ્રશ્ન લઈએ નીચેનું મોટું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે અને છાયાંકિત ભાગ દ્વારા કયો દશાંશ રજુ થાય છે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે 10 ગુણ્યાં 10 એટલે કે એક 100 ચોરસ છે જેમાંથી 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 અને 9 ફક્ત 9 ચોરસ રંગીન છે એટલે કે છાયાંકિત છે 100 માંથી 9 એટલે કે તે 9 શતાંશ દર્શાવે છે એકમના સ્થાને 0 ત્યાર બાદ દશાંશ ચિન્હ પોઇન્ટ દશાંશના સ્થાને પણ 0 જયારે શતાંશના સ્થાને મળશે 9 0 .09 એટલે કે 9 શતાંશ ચકાસીએ સાચો છે વધુ એક પ્રશ્ન જોઈ લઈએ અહીં આ એક પૂર્ણ ચોરસ રંગીન છે માટે અહીં લખીએ 1 પોઇન્ટ અહીં 10 માંથી બે બે ભાગ રંગીન છે 10 માંથી 2 એટલે 2 દશાંશ તેથી અહીં લખીએ 1 .2 આ પણ સાચો જવાબ છે