If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અંક ગણિત

Course: અંક ગણિત  > Unit 5

Lesson 1: દશાંશ અપૂર્ણાંકોનો પરિચય

ગ્રીડ પર દર્શાવેલ 1 કરતા મોટા દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક લખો

ગ્રીડ પર બતાવ્યા પ્રમાણે સલ 1 કરતા મોટા દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા અને સાદા અપૂર્ણાંક લખે છે. દશાંશ અપૂર્ણાંક દશાંશ અને શતાંશ સુધી સીમિત છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને કહેવામાં આવ્યું છે કે નીચેનો દરેક મોટો ચોરસ એક પૂર્ણ દર્શાવે છે. છાયાંકિત ભાગને મિશ્રસંખ્યા અને દશાંશ બંને તરીકે દર્શાવો,વિડીઓ અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો,અહીં આ ભાગને મિશ્રસંખ્યા તરીકે શું લખી શકાય?આ ભાગને દશાંશ તરીકે શું લખી શકાય? હવે આપણે તે સાથે મળીને કરીએ, સૌ પ્રથમ મિશ્રસંખ્યાથી શરૂઆત કરીએ તમે અહીં જોઈ શકો કે આપણી પાસે એક પૂર્ણ છે,અહીં આ આખા ચોરસની છાયાંકિત કર્યું છે તેથી 1 પૂર્ણાંક અને આ બીજા ચરસનો કેટલોક ભાગ છાયાંકિત કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે કે આપણે આ આખા ચોરસને 10 એક સરખા ભાગમાં વિભાજિત કરી રહ્યા છીએ,જેમાંના બે ભાગ છાયાંકિત કર્યા છે આમ જો છાયાંકિત ભાગને મિશ્રસંખ્યામાં લખવું હોય તો આ અહીં એક પૂર્ણ છે અને 10 માંથી બે ભાગને છાયાંકિત કર્યા છે માટે તે 1 પૂર્ણાંક 2 દશાંશ થાય,તમે અહીં જોઈ શકો કે આપણી પાસે એક સરખા 10 ભાગ છે અને તેમાંથી બે ભાગને છાયાંકિત કર્યા છે,હવે દશાંશ સંખ્યા વિશે શું કહી શકાય? આપણે 1 પૂર્ણાંક 2 દશાંશને દશાંશ તરીકે લખવાનું છે, એક પછી દશાંશ આવશે હવે આપણી પાસે અહીં કેટલા દશાંશ છે? આપણી પાસે અહીં 2 દશાંશ છે,તેથી આ 1.2 થશે,આપણે હવે વધુ એક ઉદાહરણ જોઈએ ફરીથી નીચેનો દરેક મોટો ચોરસ એક પૂર્ણ દર્શાવે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો,વિડીઓ અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો આપણે અપૂર્ણાંક એટલે કે fraction થી શરૂઆત કરીશું,અહીં આ એક પૂર્ણ છે આ બીજો પૂર્ણ છે અને આ ત્રીજા પૂર્ણમાંથી કેટલાક ભાગને છાયાંકિત કર્યા છે, આપણે તેને મિશ્ર સંખ્યા તરીકે પણ દર્શાવી શકીએ માટે અહીં આ બે પ્રથમ ચોરસ આ બે તે બે પૂર્ણ થશે અને આ ત્રીજા ચોરસના કેટલાક ભાગ છાયાંકિત કર્યા હોય એવુ લાગે છે અને અહીં અને અહી આ ત્રીજા ચોરસના ફક્ત અમુક જ ભાગ છે છાયાંકિત કરેલા છે, ત્રીજા ચોરસને 100 એક સમાન ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે, અહી આ 10 ગુણ્યાં 10 ની એક જાળી છે અને આ દરેક નાનો ચોરસ એક શતાંશ દર્શાવે છે હવે આવા કેટલા શતાંશ છાયાંકિત કરવામાં આવ્યા છે 10 20 30 40 50 60 70 અને ત્યારબાદ 71,72,73,74. 74 શતાંશને છાયાંકિત કરવામાં આવ્યા છે, આપણે અહીં જોઈ શકીએ કે 100 માંથી 74 ચોરસને છાયાંકિત કરવામાં આવ્યા છે,હવે જો આ આખાને મિશ્રસંખ્યા તરીકે દર્શાવવું હોય તો તે બે પૂર્ણાંક 74 ના છેદમાં 100 થાય જો આપણે તેને દશાંશ તરીકે લખવું હોય તો તે 2.74 થશે કારણકે આપણી પાસે અહીં 74 શતાંશ છાયાંકિત થયેલા છે, તમારી પાસે કેટલા દશાંશ છે? અને કેટલા શતાંશ છે? તેના પરથી પણ તમે આ જવાબ મેળવી શકો,આપણી પાસે 1 2 3 4 5 6 7 દશાંશ છે અને પછી 4 શતાંશ છે માટે તમે તેને 74 શતાંશ તરીકે વિચારી શકો અથવા 7 દશાંશ અને 400 શતાંશ, કોઈપણ રીતે તમને આ જ જવાબ મળશે અને આપણે પૂરું કર્યું.