મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:53

દશાંશ અપૂર્ણાંકોને વિસ્તૃત સ્વરૂપમાં લખો

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે આપણે પાસે કોઈ સંખ્યા છે 905 905.074 હવે આપણે તેને વિસ્તૃત સ્વરૂપ માં કઈ રીતે લખી શકીએ અથવા કહીએ કે આ ખરેખર શું દર્શાવે છે તે માટે આ દરેક ની થાન કિંમતો વિષે વિચારીએ આજે 9 છે તે સો ના સ્થાને પર છે તે 900 દર્શાવે છે માટે તેને આપણે આ રીતે લખી શકીએ 900 અથવા બીજી રીતે લખીએ 9 ગુણ્યા 100 હવે આજે 0 છે તે દશક ના સ્થાને છે માટે તે 0 દશક દર્શાવે છે એટલે કે તેની કિંમત 0 જ છે માટે તેને આપણે અહી દર્શાવી શું નહિ કારણકે તેના થી આ પદ ની કિંમત માં કોઈ ફરક પડશે નહિ હવે 5 લઈએ જુઓ કે 5 એ એકમ ના સ્થાને છે માટે તે તે 5 દર્શાવે છે અથવા કહીએ કે 5*1 એકમ દર્શાવે છે આમ આપણે 905 દર્શાવિયા છે 900 + 5 અથવા કહીએ કે 9*100 + 5*1 હવે તમને કદાચ એમ થશે કે આપણે ગુણાકાર કરીએ કે સરવાળો પેહલા કરીએ તમને ફરીથી યાદ કરવ કે ગાણિતિક ક્રિયા o ના ક્રમ મુજબ સરવાળો કરતા પેહલા ગુણાકાર કરવો જોઈએ માટે આ બંને નો સરવાળો કરતા પેહલા 5 નો 1 સાથે અને 9 નો 100 સાથે ગુણાકાર કરવો પડે આગળ વધીએ જુઓ કે અહી 0 આપેલ છે જે 0 દશાંશ દર્શાવે છે અહી લખીએ કે આજે 0 છે એ એક દશાંશ ના સ્થાન પર છે માટે તેને અહી ઉમેરવાની કોઈ જરૂર નથી હવે જુઓ કે આજે 7 છે તે સતાંશ ના સ્થાન પર છે માટે તે 7 સતાંશ દર્શાવે છે તેથી આપણે લખી શકીએ કે વત્તા 7/100 અથવા 7*1/100 અને છેલ્લે આપણી પાસે અહી 4 છે જે સહાસ્ત્રાંશ ના સ્થાન પર છે માટે તેને આ રીતે ઉમેરી શકાઈ કે 4 ના છેદ માં 1000 અથવા 4 ગુણ્યા 1 ના છેદ માં 1000 આમ ફરી એક વખત પુનરાવર્તન કરી લઈએ જુઓ અહી જે 900 છે એ આ 9 જે આ 100 ના સ્થાને છે ત્યારબાદ 0 જે દશક ના સ્થાને છે પણ તેને અહી દર્શાવાની જરૂર નથી તેમજ અહી જે 5 છે તે એકમ ના સ્થાને છે 5*1 ત્યારબાદ દશાંશ ના સ્થાને 0 જે પણ દર્શાવાની જરૂર નથી અને ત્યાર પછી 7 જે સતાંશ ના સ્થાને છે માટે 7 ગુણ્યા એક ના છેદ માં 100 અને અંતે 4 જે સહાસ્ત્રાંશના સ્થાને છે માટે 4 ગુણ્યા 1 ના છેદ માં 1000 આમ આપણે આ સંખ્યા ને સમજી શકાઈ તે રીતે વિસ્તૃત સ્વરૂપ માં લખેલ છે