If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 1: દશાંશ અપૂર્ણાંકોનો પરિચય

અવયવીના સ્વરૂપમાં દશાંશ અપૂર્ણાંકને દર્શાવો

દશાંશ અપૂર્ણાંકોને લેખિત અને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેનામાંથી કઈ બે અભિવ્યક્તિ પાસે 8.76 ની જેમ જ સમાન મૂલ્ય છે,વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. હવે આપણે તે સાથે મળીને કરીશું? અહીં વિકલ્પોને જોઈએ તે પહેલા આ સંખ્યા શું દર્શાવે છે? તે સમજીએ, હું સંખ્યાને ફરીથી લખીશ 8.76 આ સંખ્યા વિશે વિચારવાની જુદી જુદી રીત છે,આપણે સ્થાનકિંમતને આધારે વિચારી શકીએ,અહીં આ એકમનું સ્થાન છે,ત્યારબાદ અહીં આ દશાંશનું સ્થાન છે,દશાંશનું સ્થાન અને અહીં શતાંશનું સ્થાન છે, તે શતાંશનું સ્થાન છે આમ આપણે તેને 8 એકમ 7 દશાંશ અને 6 શતાંશ તરીકે જોઈ શકીએ અથવા આપણે તેને 8 એકમ + 7 દશાંશ + 6 શતાંશ તરીકે પણ જોઈ શકીએ,જો તમે પહેલો વિકલ્પ જુઓ તો અહીં તે જ પ્રમાણે લખ્યું છે, 8 એકમ 7 દશાંશ અને 6 શતાંશ,તેથી આપણે અહીં આ પહેલો વિકલ્પ પસંદ કરીશું, હવે અહીં બીજા વિકલ્પમાં તેઓએ આપણને વિસ્તરણ સ્વરૂપ આપ્યું હોય એવું લાગે છે પરંતુ તેના વિશે વિચારતા પહેલા અહીં આનું વિસ્તરણ શું થાય? તે જોઈએ,જો આપણે અહીં આ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવી હોય તો આ 8 એકમ એ 8 ગુણ્યાં 1 ને સમાન જ થાય અને પછી આપણે તેમાં આ 7 દશાંશને ઉમેરી રહ્યા છીએ માટે + 7 દશાંશ જે 7 ગુણ્યાં 1 ના છેદમાં 10 થશે,આ રીતે અને ત્યાર પછી આપણે તેમાં આ 6 શતાંશને ઉમેરી રહ્યા છીએ + 6 શતાંશ,આપણે શતાંશને 1 ના છેદમાં 100 તરીકે લખીએ છીએ માટે આપણને જે આ સંખ્યા આપવામાં આવી છે તેનું વિસ્તૃત સ્વરૂપ આ થાય અહીં પણ તે જ પ્રમાણે લખ્યું છે તેથી આપણે આ બીજા વિકલ્પને પણ પસંદ કરીશું,આમ,આપણે અહીં બે જવાબ પસંદ કરી લીધા છે પરંતુ જોઈએ કે આ સંખ્યાને બીજી કોઈ રીતે લખી શકાય કે નહીં જોઈએ કે આ બંને જવાબ શા માટે યોગ્ય નથી? હવે જો આપણે આ સંખ્યાને દશાંશ સ્થાનને આધારે લખવી હોય તો 8 ગુણ્યાં 1, 8 થાય + અહીં 7 છે માટે 7 દશાંશ,તે આ પ્રમાણે લખાશે,0.7 અહીં આ 7, આ 7 ગુણ્યા 10 અને આ 1 સમાન છે ત્યારબાદ 6 શતાંશ એકમના સ્થાને શૂન્ય,દશાંશના સ્થાને પણ શૂન્ય અને શતાંશના સ્થાને 6 માટે અહી આના બરાબર આપણી મૂળ સંખ્યા થશે,તેઓએ આ વિકલ્પમાં આ પ્રમાણે લખ્યું નથી, તેઓ અહીં 8 એકમ સાચું લખ્યું છે,7 દશાંશ પણ સાચું લખ્યું છે પરંતુ તેઓએ 6 શતાંશ સાચું લખ્યું નથી, તેના બદલે તેઓએ અહીં 6 સહસ્ત્રાંશ લખ્યું છે, હવે જો તમે આ સંખ્યાને શબ્દમાં લખવા માંગતા હોવ તો તે 8 પૂર્ણાંક,8 પૂર્ણાંક અને હવે તમે અહીં કદાચ 7 દશાંશ 6 શતાંશ બોલી શકો પરંતુ જ્યારે તમે શબ્દમાં લખો ત્યારે હંમેશા ઓછી સ્થાનકિંમતનો ઉપયોગ કરો પરંતુ જ્યારે તમે શબ્દમાં લખો ત્યારે તમે ઓછી સ્થાનકિંમતનો ઉપયોગ કરીને દર્શાવો,તમે અહીં આ 7 દશાંશને 70 શતાંશ તરીકે જોઈ શકો અથવા તમે અહીં આ આખા ભાગને 76 શતાંશ તરીકે જોઈ શકો, આમ,8 પૂર્ણાંક 76 શતાંશ,જો આપણે તેને શબ્દમાં લખવું હોય તો તે 8 પૂર્ણાંક 76 શતાંશ થશે પરંતુ તેઓએ અહીં 76 શતાંશ લખવાની જગ્યાએ 67 શતાંશ લખ્યું છે માટે અહીં આ પણ ખોટું છે આમ આપણે આ બંને વિકલ્પોને દૂર કરી શકીએ.