If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 1: દશાંશ અપૂર્ણાંકોનો પરિચય

દશાંશના અંક વડે સ્થાનકિમત

સલ દશાંશ અંકની સ્થાનકિમતને રજુ કરવા માટે સ્થાનકિમતની સમજૂતીનો ઉપયોગ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં સ્થાનકિંમત એટલે કે place valueની આપણી સમજને તાજી કરીશું પરંતુ આપણે થોડું ઊંડાણમાં જઈશું અને દશાંશના સંદર્ભમાં સ્થાન કિંમત વિશે વિચારીશું,ફક્ત પુનરાવર્તન માટે મારી પાસે અહીં એક સંખ્યા છે,973,આ તમારા માટે પુનરાવર્તન હોઈ શકે આપણે જાણીએ છીએ, સૌથી જમણી બાજુનું જે સ્થાન છે તે એકમનું સ્થાન છે, આપણે તેને એકમનું સ્થાન કહીએ છીએ,હવે જો આપણે એક સ્થાન ડાબીબાજુએ ખસીએ તો અહીં આ દશકનું સ્થાન છે,અહીં આપણે તેને દશકનું સ્થાન કહીએ છીએ,ધ્યાન રાખો કે આ એકમ છે અને આ દશક છે, દશક એ એકમ કરતા 10 ઘણા હોય છે, જો આપણે વધુ એક સ્થાન ડાબી બાજુએ જઈએ તો અહીં આપણે આનો 10 વડે ગુણાકાર કરીશું અને આ સ્થાન 100 નુ સ્થાન છે માટે અહીં આ જે 9 લખ્યું છે તે ફક્ત 9 દર્શાવતો નથી પરંતુ તે 9 સો દર્શાવે છે જેને આપણે 900 પણ લખી શકીએ અહીં આજે 7 છે તે ફક્ત 7 દર્શાવતો નથી, તે 7 દશક દર્શાવે છે અથવા તમે તેને 70 પણ કહી શકો અને તેવી જ રીતે અહીં આ 3,3 એકમ દર્શાવે છે એટલે કે 3 દર્શાવે છે પરંતુ મેં કહ્યું તે પ્રમાણે હવે આપણે આ સમજને વિસ્તરવા જઈ રહ્યા છીએ તેના માટે આપણે અહીં દશાંશ ચિન્હ મૂકીશું, જેને તમે કદાચ અગાઉ જોયું હશે,આપણે જમણી બાજુએ દશાંશ ચિન્હ મૂકીએ છીએ, દશાંશ ચિન્હ મુકવાનું કારણ એટલું જ છે કે તે આપણને એકમનું સ્થાન જણાવી શકે, જો આપણે દશાંશ ચિન્હની તરત જ ડાબી બાજુએ જઈએ તો અહીં આ એકમનું સ્થાન છે કારણ કે જ્યારે આપણે દશાંશ સંખ્યાઓ શીખીશું ત્યારે આ દશાંશ ચિન્હની જમણીબાજુએ ઘણા બધા સ્થાનનો પરિચય મેળવીશું, હવે આપણે તેના વિશે થોડું વિચારીએ તમે અહીં જોઈ શકો કે જ્યારે આપણે સો થી દશક પર જઈએ છીએ ત્યારે આપણે 10 વડે ભાગીએ છીએ તેવી જ રીતે જ્યારે દશકથી એકમ પર જઈએ ત્યારે પણ 10 વડે ભાગીએ છીએ તો હવે તમને શું લાગે છે? આપણે આ સ્થાનને શું કહી શકીએ? જો તમે 1 ને 10 વડે ભાગો તો તમને શું મળે? તમને દશાંશ મળશે માટે અહીં આ દશાંશનું સ્થાન દર્શાવે છે, હવે જો આપણે આ સ્થાનની જમણીબાજુ એક સ્થાન જઈએ તો અહીં આને શું કહેવાય? આપણે દશાંશને 10 વડે ભાગીએ તો તે શું થાય? અથવા દશાંશનો દશાંશમો ભાગ શું કહેવાય? તો અહીં આ શતાંશ થશે.1 ના છેદમાં 100, જો આપણે હજુ એક સ્થાન જમણીબાજુ જઈએ તો? શતાંશ ભાગ્યા10 શું થાય? આપણે તેને સહસ્ત્રાંશ કહીશું,આપણે તેને સહસ્ત્રાંશ કહીશું,હવે હું આ સંખ્યાનું થોડું વિસ્તરણ કરીશ,973 લખવાને બદલે ધારો કે આ સંખ્યા 973 પોઇન્ટ 5 2 6 છે,અહીં આ બધા જે અંક છે તે શું દર્શાવે? અહીં આ જે 5 છે તે ફક્ત 5 દર્શાવતું નથી,પરંતુ તે 5 દશાંશ દર્શાવે છે,5 દશાંશ,જેને આપણે 0.5 તરીકે પણ લખી શકીએ કારણ કે આ 5 દશાંશના સ્થાને છે અથવા તમે તેને આ પ્રમાણે પણ લખી શકો, 5 ના છેદમાં 10, તેવી જ રીતે અહીં આજે 2 છે તે ફક્ત 2 દર્શાવતો નથી પરંતુ તે 2 શતાંશ દર્શાવે,તમે તેને આ પ્રમાણે પણ લખી શકો 0.02 તમે શતાંશના સ્થાને 2 લખી શકો, આપણે અહીં દશાંશ ચિન્હથી 2 એકમ જમણી બાજુએ જઈએ છીએ,જો તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવા માંગતા હોવ તો તમે 2 ના છેદમાં 100 લખી શકો, તો હવે તમે વિડિઓ અટકાવો અને આ 6 ને કંઈ જુદી જુદી રીતે લખી શકાય તેના વિશે વિચારો,આપણે 6 ને કઈ રીતે લખી શકીએ? અહીં આ 6, 6 સહસ્ત્રાંશ દર્શાવે છે,તે અહીં 6 સહસ્ત્રાંશ દર્શાવે છે, તેને આ પ્રમાણે પણ લખી શકાય 0. આ દશાંશનું સ્થાન,આ શતાંશનું સ્થાન અને સહસ્ત્રાંશના સ્થાને 6, 0.006 અથવા આપણે તેને 6 ના છેદમાં 1000 તરીકે પણ લખી શકીએ,આમ આપણે દશાંશ ચિન્હની જમણીબાજુ ઇચ્છીએ તેટલા સ્થાન સુધી જઈ શકીએ અને સંખ્યાઓને વધુ ચોકસાઈ પૂર્વક દર્શાવી શકીએ.