If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ

0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.

લીના સંખ્યારેખા પર 0.04 નું આલેખન કરે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સંખ્યારેખા પર 0.04 દર્શાવો અહીં એક સંખ્યારેખા છે જેમાં 0 થી 0.1 એટલે કે 1 દશાંશ વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 10 એકસરખા ભાગ છે માટે આ દરેક ભાગ કુલ અંતરનો દસમો ભાગ દર્શાવે છે એટલે કે તે કુલ અંતર નો 1/10 ભાગ છે અથવા એમ કહી શકીએ 0 થી 1 દશાંશ સુધીના અંતર વચ્ચેનો તે 1/10 મો ભાગ છે થોડું અટપટું લાગે છે પણ તમે વિડીયો અટકાવીને જાતે વિચારી જુઓ કે 1/10 ણો 1/10 મો ભાગ એટલે તે શું મળે હવે જુઓ કે મારી પાસે એક ચિત્ર છે જે એકસરખા 10 ભાગમાં વહેચાયેલું છે હવેજો આમાંથી એકભાગ ને રંગીન કરીએ તો તે કુલ ભાગનો 1/10 મો ભાગ છે તેમ કહેવાય આમ આ જે જથ્થો છે તે સંખ્યારેખા પર 1/10મો ભાગ દર્શાવેલ છે પણ આપણે તો આ જે દસમો ભાગ છે તેના પણ ફરીથી 10 એકસરખા ભાગ કરવાના છે પણ જો તેના પણ 10 એકસરખા ભાગ કરવા હોય તો તે આ પ્રકારે દેખાય આમ ફરીથી આ જે ઉપરની હાર છે તે સંખ્યારેખા ઉપર જે દર્શાવેલ છે 1/10 તે દર્શાવે છે કુલ ભાગનો દસમો ભાગ પણ આપણે તો તેનો પણ દસમો ભાગ એટલે કે 1/10 નો પણ 1/10 દર્શાવો છે માટે કહી શકાય કે સંખ્યારેખા ઉપર આ ભાગ દર્શાવવાનો છે એટલે કે તે 1/100 અથવા તે 1 શતાંશ છે તેમ કહી શકાય 1/10 નો પણ 1/10 એટલે 1 શતાંશ કારણકે જુઓ અહીં દર્શાવેલ છે તે મુજબ 10 ના પણ 10 ભાગ કરીએ તો તે 100 ભાગ દર્શાવે છે આમ 1/10 નો 1/10 ભાગ એટલે 1 શતાંશ ફરીથી આપણી મૂળ સંખ્યારેખા પર આવીએ અને હવે આપણે જાણીએ છીએ કે આ જે ભાગ છે એટલે કે 1/10 નો પણ 1/10 ભાગ તે 1/100 દર્શાવે છે પણ આપણે સંખ્યારેખા પર દર્શાવવાના છે 0.04 આમ આ જે 4 છે સ્થાનકિંમત ની દ્રષ્ટીએ વિચારીએતો આ 0 એ એકમ ના સ્થાન પર છે આ 0 દશાંશ ના સ્થાન પર અને આ જે 4 છે તે શતાંશ ના સ્થાન પર છે માટે લખી શકાય 4 શતાંશ અથવા જો અપૂર્ણાંક માં દર્શાવીએ તો 4 /100 4 શતાંશ હવે જો આ એક ભાગ 1/100 છે અને આપણે 4/100 દર્શાવવાના છે તો આ એક સરખા 4 ભાગ લેવા પડે આમ આ કુલ અંતરમાંથી આ 1 2 3 અને 4 ભાગ માટે આ બિંદુ દર્શાવે છે 0.04