If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ

સંખ્યારેખા પર શતાંશની ઓળખ

લીના સંખ્યારેખા પર આલેખન કરેલા દશાંશ અપૂર્ણાંકની ઓળખ કરે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સંખ્યારેખા પર બિંદુ ક્યાં છે જુઓ અહીં એક સંખ્યારેખા છે જે 1.5 અથવા 1 પૂર્ણાંક અને 5 દશાંશ થી શરુ થાય છે અને અહીં 1 પૂર્ણાંક 7 દશાંશ સુધી છે અહીં આ જે બ્લુ ટીકમાર્ક કે નિશાની છે તેમની વચ્ચેનું અંતર 1/10 જેટલું છે કારણકે જુઓ અહીં 1 પૂર્ણાંક અને 5 દશાંશ છે અને તેમાં 1/10 ઉમેરતા 1.6 એટલે કે 1 પૂર્ણાંક 6 દશાંશ મળે તેજ રીતે અહીં 1 પૂર્ણાંક 7/10 મળે છે આમ આ જે અંતર છે તે 1/10 જેટલું છે અથવા જોપોઈન્ટ માં દર્શાવીએ તો 0.1 અને અપૂર્ણાંક માં દર્શાવવા હોયતો 1/10 આમ આ દરેક ભૂરા રંગની નિશાની વચ્ચેનું અંતર 1 દશાંશ છે પણ આપણે જાણવા માંગીએ છીએ કે આ લીલા રંગનું જે બિંદુ છે તે શું દર્શાવે છે હવે તે શોધવા માટે આ જે કાળા રંગની જે નિશાનીઓ છે તે શું દર્શાવે છે તે પણ જાણવું પડે આપણે જાણીએ છીએ કે અહીં થી અહીં સુધીનું અંતર 1/10 જેટલું છે અને તેની વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 10 દસ એકસરખા ભાગ છે આમ આ જે ભાગ છે દસ એકસરખા ભાગમાંથી એક ભાગ છે માટે તે કુલ અંતરનો 1/10 ભાગ છે આમ આ ભાગ 1/10 ભાગનો પણ 1/10 ભાગ્ છે કારણકે આ અંતર 1/10 જેટલું છે બીજીરીતે કહીએ તો તે 1 શતાંશ છે આમ 1/10 નો 1/10મો ભાગ આમ જો તમે 1/10 લો અને તેને પણ 10 ભાગમાં વહેંચોતો તમને 1 શતાંશ મળે આમ આ દરેક ભાગ 1 શતાંશ છે આ વધુ 1 શતાંશ અહીં પણ 1 શતાંશ આમ જુઓ કે આપણે આ બિંદુ સુધી પહોંચવા માટે કેટલા શતાંશ ની જરૂર પડે આ 1 2 3 4 5 6 અને 7 એક શતાંશ એટલે કે તે 7 શતાંશ દર્શાવે છે અને જો પોઈન્ટ માં દર્શાવવું હોયતો 0.07 આમ જે 7 છે તે શતાંશના સ્થાને છે હવે આખી બાબત ફરીથી સમજી લઈએ તો આપણે 1.5 થી શરુ કરવું 1 પૂર્ણાંક 5 દશાંશ અને તેનાથી પણ 7 શતાંશ જેટલા અંતરે આગળ વધ્યા આમ તેમાં 7 શતાંશ ઉમેરીએ આમ 1 પૂર્ણાંક 5 દશાંશ અને બીજા વધુ શતાંશ એટલે આપણને મળે 1.57 અથવા કહી શકાય 1 પૂર્ણાંક 57 શતાંશ આમ આપણું જે બિંદુ છે તે દર્શાવે છે 1.57 1પૂર્ણાંક 5 દશાંશ અને બીજા 7 શતાંશ ઉમેરવાથી આપણને મળે છે 1 પૂર્ણાંક 57 શતાંશ