મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ- 0 થી 1 સુધીના દશાંશનું આલેખન કરવું
- સંખ્યારેખા પર દશાંશ ની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: દશાંશ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓનું આલેખન કરવું.
- 0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.
- સંખ્યારેખા પર શતાંશની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ
- સંખ્યારેખા પર સહસ્ત્રાંશ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: સહ્સ્ત્રાંશ
- સંખ્યારેખા પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકને લખો
- સંખ્યારેખા પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક લખો
- સંખ્યારેખા પર દર્શાવ્યા પ્રમાણે 1 થી મોટા દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક લખો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંખ્યારેખા પર સહસ્ત્રાંશ
સલ સંખ્યારેખા પર સહ્સ્ત્રાંશની મદદથી દશાંશ અપૂર્ણાંકની ઓળખ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે સંખ્યા રેખા પર દર્શાવેલા બિંદુની કિંમત શું છે આપણને અહીં આ બિંદુ આપવામાં આવ્યું છે તમે વિડિઓ અટકાવો અને આપણે તે સાથે મળીને કરીએ તે પહેલા જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં આ દશાંશનું સ્થાન છે અને અહીં આ શતાંશનું સ્થાન છે માટે આ દશાંશ સંખ્યા ત્રણ શતાંશ છે તેવી જ રીતે આ સંખ્યા ચાર શતાંશ થાય માટે અહીં આ બિંદુ ત્રણ શતાંશ અને ચાર શતાંશની વચ્ચે છે ત્રણ શતાંશ અને ચાર શતાંશ વચ્ચેની આ જગ્યાને એક સરખા દસ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે તેથી જો અહીં આ આખો ભાગ એક શતાંશ હોય જેને આપણે 0 .01 પણ લખી શકીએ જો આ બંને બિંદુ વચ્ચેનો તફાવત એક શતાંશ હોય તો તેનો દસનો ભાગ એટલે કે આ દરેક વિભાગ એક સહસ્ત્રનશ થશે માટે અહીં આ જે નાના ભાગ છે તે દરેક નાના ભાગ એક સહસ્ત્રનશ થાય જેને આપણે 0 .001 લખી શકીએ અહીં આપણી પાસે સહસ્ત્રનશના સ્થાને 1 છે તેથી જો તેના વિશે વિચારવું હોય તો એક રીત આ પ્રમાણે થશે અહીં આ સંખ્યા 0 .03 થાય જે અહીં છે અને પછી જોઈએ કે જો આપણે આ બિંદુ સુધી પહોંચવું હોય તો આપણે તેમાં કેટલા સહસ્ત્રનશ ઉમેરવા પડે આપણે એક સહસ્ત્રનશ બે સહસ્ત્રનશ ત્રણ સહસ્ત્રનશ ચાર સહસ્ત્રનશ પાંચ સહસ્ત્રનશ છ સહસ્ત્રનશ સાત સહસ્ત્રનશ અને પછી આઠ સહસ્ત્રનશ ઉમેરવા પડે આમ અહીં આપણે ત્રણ શતાંશથી શરૂઆત કરી રહ્યા છીએ અને પછી તેમાં આઠ સહસ્ત્રનશને ઉમેરી રહ્યા છીએ માટે તમે આ કિંમત મેળવવા ત્રણ શતાંશમાં 0.008 ને ઉમેરી શકો તેથી જો તમે આબંને સંખ્યાને ઉમેરો તો આપણી પાસે અહીં શતાંશના સ્થાને ત્રણ છે અને પછી સહસ્ત્રનશના સ્થાને આઠ આવે આમ અહીં આ બિંદુ 0 .038 થશે અથવા તમે તેને 38 સહસ્ત્રનશ તરીકે પણ જોઈ શકો કારણ કે આ ત્રણ શતાંશ એ 30 સહસ્ત્રનશ થશે આમ અહીં સંખ્યા રેખા પર દર્શાવેલા બિંદુની કિંમત 0 .038 છે