મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ- 0 થી 1 સુધીના દશાંશનું આલેખન કરવું
- સંખ્યારેખા પર દશાંશ ની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: દશાંશ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓનું આલેખન કરવું.
- 0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.
- સંખ્યારેખા પર શતાંશની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ
- સંખ્યારેખા પર સહસ્ત્રાંશ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: સહ્સ્ત્રાંશ
- સંખ્યારેખા પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકને લખો
- સંખ્યારેખા પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક લખો
- સંખ્યારેખા પર દર્શાવ્યા પ્રમાણે 1 થી મોટા દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક લખો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંખ્યારેખા પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક લખો
સંખ્યારેખા પર બતાવ્યા પ્રમાણે સલ 1 કરતા મોટા દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા અને સાદા અપૂર્ણાંક લખે છે. દશાંશ અપૂર્ણાંક દશાંશ અને શતાંશ સુધી સીમિત છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને કહેવામાં આવ્યું છે કે સંખ્યારેખા પરના બિંદુને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો,વિડીઓ અટકાવો અને તમે તે જાતે જ કરો, હવે આપણે તે સાથે મળીને કરીશું,તમે અહીં સંખ્યારેખા પર બિંદુ જોઈ શકો,જેના પર પ્રશ્નાર્થ ચિન્હ દર્શાવવામાં આવ્યું છે, હવે આ બિંદુ 4 કરતાં મોટું છે પરંતુ 5 કરતાં નાનું છે હવે 4 અને 5 વચ્ચેની આ જગ્યાને 1 2 3 4 5 6 7 8 9 10 એક સમાન ભાગમાં વિભાજીત કરવામાં આવી છે માટે અહી આ જેટલી પણ ઊભી લીટી દર્શાવવામાં આવી છે તે બધા જ વધારાના દશાંશ દર્શાવે, અહીં આ 4 છે તેની જમણી બાજુ આ લીટી 4 પૂર્ણાંક 1 દશાંશ થશે ત્યાર પછીની આ લીટી 4 પૂર્ણાંક 2 દશાંશ થાય માટે આપણે આ બિંદુને મિશ્ર સંખ્યા અથવા અપૂર્ણાંક તરીકે લખી શકીએ, 4 પૂર્ણાંક 2 દશાંશ,હવે આપણે તેને દશાંશ તરીકે લખીએ 4 પોઈન્ટ અહીં આપણી પાસે દશાંશ સ્થાને 2 છે, આપણે વધુ એક ઉદાહરણ જોઈએ, અહીં પણ આપણે સંખ્યા રેખા પરના બિંદુને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવવાનું છે પરંતુ આ પ્રશ્ન થોડો જુદો છે,હવે આપણે જોઈએ કે આ પ્રશ્ન જુદો કઈ રીતે છે? તે આપણે ઓળખી શકીએ કે નહીં તેમજ આ પ્રશ્નનો જવાબ આપી શકે નહીં? તો વિડીઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો,અહીં આપણને જે બિંદુ આપવામાં આવ્યું છે તે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે નથી પરંતુ આ બિંદુ બે દશાંશ સંખ્યાઓની વચ્ચે છે, અહીં આપણી પાસે 3 પૂર્ણાંક 2 દશાંશ છે અને અહીં આપણી પાસે 3 પૂર્ણાંક 3 દશાંશ છે, આમઆ બિંદુ 3.2 અને 3.3 ની વચ્ચે છે માટે આ જે દરેક ઉભી લીટી છે તે દશાંશનો દશાંશમો ભાગ દર્શાવે એટલે કે તે હકીકતમાં શતાંશ દર્શાવે,જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તમે આ 3.2 અથવા 3 પૂર્ણાંક 2 દશાંશને 3 પૂર્ણાંક 20 શતાંશ તરીકે પણ જોઈ શકો,તેવી જ રીતે તમે આ 3 પૂર્ણાંક 3 દશાંશને 3 પૂર્ણાંક 30 શતાંશ તરીકે જોઈ શકો માટે અહીં આ ઊભી લીટી 3 પૂર્ણાંક 20 શતાંશ, અહીં આ ઉભી લીટી 3 પૂર્ણાંક 21 શતાંશ અને આ ઉભી લીટી 3 પૂર્ણાંક 22 શતાંશ દર્શાવે, માટે અહી આ બિંદુ 3 પૂર્ણાંક 22 શતાંશ દર્શાવે,તમે તેને મિશ્ર સંખ્યા તરીકે પણ લખી શકો,3 પૂર્ણાંક 22 ના છેદમાં 100 તમે આ પ્રશ્નને બીજી રીતે પણ ઉકેલી શકો,તમે અહીં આ જવાબ બીજી રીતે પણ શોધી શકો,અહીં આ લીટી 3 પૂર્ણાંક 2 દશાંશ છે, તમે આ લીટીથી શરૂઆત કરી રહ્યા છો અને હવે હું અહીં આ લીટી માં 1 શતાંશ નહીં પરંતુ 2 શતાંશ ઉમેરી રહી છું, 3 પૂર્ણાંક 2 દશાંશ અને પછી 3 પૂર્ણાંક 2 શતાંશ આમ આપણે તેને અપૂર્ણાંક અને દશાંશ.