મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 5: દશાંશ અપૂર્ણાંકોને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો- અપૂર્ણાંકને દશાંશની રીતે લખો (છેદ તરીકે 10 અને 100)
- આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક તરીકે લખો.
- ગ્રીડ પર દર્શાવેલ દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક લખો
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.15
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.8
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.36
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે લખો
- સાદા અપૂર્ણાંક પરથી દશાંશ અપૂર્ણાંક: 11/25
- ઉદાહરણ: સાદા અપૂર્ણાંક (7/8) ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો
- સાદા અપૂર્ણાંક માંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો
- દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 2 (ઉદા.1)
- દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 2 (ઉદા.2)
- દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે રૂપાંતર કરવાનો પ્રશ્ન
- સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક તરીકે લખો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.36
સલ 0.36 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હવે આપણે જોઈએ કે 0.36 ને અપૂર્ણાંક તરીકે લખી શકાય કે નહિ.અપૂર્ણાંક એટલે કે fraction અને તે કરવા માટેની જુદી જુદી રીત છે. હું તેને આ પ્રમાણે કરીશ,આપણે 0.36 ને 36 શતાંશ પણ કહી શકીએ અથવા તેના વિષે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ 6 એ શતાંશના સ્થાને છે.તે શતાંશના સ્થાને છે અને આ 3 એ દશાંશના સ્થાને છે તમે આને 3 દશાંશ અથવા 30 શતાંશ તરીકે પણ જોઈ શકો.આમ તમે તેને 36 શતાંશ અથવા 36 ના છેદમાં 100 પણ કહી શકો.આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી લીધું છે પરંતુ હવે આપણે તેનો અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ,36 અને 100 પાસે કેટલાંક સામાન્ય અવયવ છે,તે બંને 4 વડે વિભાજ્ય હોય એવું લાગે છે તો આપણે અહીં અંશ અને છેદને 4 વડે ભાગીએ કંઈક આ રીતે, આમ કરવાથી આપણે આ અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા 36 ભાગ્ય 4 , 9 થશે અને 100 ભાગ્યા 4 , 25 થાય.હવે જો આપણે આ બંને સંખ્યાઓની વાત કરીએ તો તેમની પાસે કોઈ સામાન્ય અવયવ નથી. આમ આ તેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે.આપણે તે પૂરું કર્યું.