If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 5: દશાંશ અપૂર્ણાંકોને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો

સાદા અપૂર્ણાંક પરથી દશાંશ અપૂર્ણાંક: 11/25

સલ 11/25 ને દશાંશ અપૂર્ણાંક તરીકે લખે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો જોઈએ કે સાદા અપૂર્ણાંક 11/25 ને દશાંશ અપૂર્ણાંક માં ફેરવી શકાય કે કેમ અને પછી આપણે તેને નજીકના શતાંશમાં ફેરવીશું બીજી રીતે વિચારીએ 11/25 ને સમાન છે 11 ને 25 વડે ભાગીએ અને તેનાથી જે જવાબ મળશે તે તેનું દશાંશ સ્વરૂપ હશે હવે આપણે એકમ કરતા પણ નાની કિમતો મેળવવાની છે માટે અહીં આપણે દશાંશ શતાંશસહાસ્ત્રાંશ જેવી સ્થાનકિંમતો ઉમેરીશું હવે ભાગાકાર શરુ કરીએ 1 ને 25 વડે ભાગી શકાય નહિ 11 નેપણ 25 વડે ન ભાગી શકાય 110 ને 25 વડે ભાગી શકાય 25 ચોક 100 થાય આ જે દશાંશ ચિન્હ છે તેને ઉપર મુકીએ અને અહીં મુકીએ 0 આમ 25 ચોક 100 બાદ કરતા 110 માંથી 100 બાદ કરતા આપણને 10 મળે હવે ઉપરથી ઉતારીએ 0 માટે ફરી વખત આપણને 100 મળ્યા અને જુઓ કે વધુ એક વખત 25 ચોક 100 માટે અહીં શેષ મળે 0 આમ આપણે તેને નજીકના શતાંશમાં પણ ફેરવવાની જરૂર નથી કારણકે 11/25 એ સ્પષ્ટ પણે 0 .44 એટલે કે 44 શતાંશ ને બરાબર છે