મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:37

પૂર્ણ સંખ્યા દશાંશ સ્વરૂપે મેળવવા માટે ભાગાકાર કરવો

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે ત્રેસઠ નો પાંત્રીસ વડે ભાગાકાર કરીયે સૌપ્રથમ આપણે જોઈ શકીયે કે છ ને પાંત્રીસ વડે ભાગી શકાય નહિ આથી આપણે ત્રેસઠ ને ભાગી જોઈએ ત્રેસઠ માટે આપણે પાંત્રીસ ગુણ્યાં એક લખીશું કારણકે પાંત્રીસ ગુણ્યાં બે બરાબર તો સીતેર થાય જે આનાથી મોટી સંખ્યા થશે આથી પાંત્રીસ એકા પાંત્રીસ હવે આપણે બાદબાકી કરવાની છે પરંતુ અહીં આપણે સમૂહ બનાવા પડશે તો અહીં સાઈઠ માંથી એક દશક લઈએ તો પચાસ દશક થશે અને તે દશક ને ત્રણ માં ઉમેરતા અહીં તેર એકમ થશે તેર ઓછા પાંચ બરાબર આઠ પાંચ ઓછા ત્રણ બરાબર બે આથી તમે કહી શકો કે ત્રેસઠ ભાગ્ય પાંત્રીસ બરાબર ભાગફળ એક અને શેષ અઠ્યાવીસ મળે પરંતુ અહીં પૂર્ણ થતું નથી આપણે જાણીયે છીએ કે સાચા જવાબ માં દશાંશ ચિન્હ પછી પછી કઈંક અને કઈંક ને કઈંક અંકો મળશે આમ તે મેળવવા માટે આપણે આ સંખ્યા ને હજુ આગળ ભાગતા રહેવું પડશે હવે જુઓ કે દશાંશ ચિન્હ નો સમાવેશ કેવી રીતે થાય છે આમ કરવા અહીં દશાંશ ચિન્હ મુકીયે તો ત્રેસઠ પોઇન્ટ શૂન્ય લખી શકાય ત્રેસઠ એ ત્રેસઠ પોઇન્ટ શૂન્ય જેટલીજ સંખ્યા છે અને અહીં આપણે જરૂર પડે એટલા શૂન્ય ઉમેરી શકાય અને અહીં આપણે ધ્યાન રાખીયે કે અહીં આ દશાંશ ચિન્હ હોય હવે આપણે એક પછી એક આ રકમ ને નીચે આ શૂન્ય ની નીચે ઉતારીશું હવે આ શૂન્ય ને અહીં દશાંશ ના સ્થાને નીચે ઉતારિયે હવે વિચારીયે કે બસો એસી ભાગ્યા પાંત્રીસ બરાબર શું થશે આપણે અહીં બે અંક ની સંખ્યા વડે ત્રણ અંક ની સંખ્યા નો ભાગાકાર કરી રહ્યા છીએ આપણે જાણીયે છીએ કે ચાળીસ ગુણ્યાં સાત કરવાથી બસો એસી મળશે ત્રીસ ગુણ્યાં નવ બરાબર બસો સીતેર મળે આથી એમ કહી શકાય કે સાત અને નવ વચ્ચેની સંખ્યા એટલે કે આઠ લઇ શકાય આપણે તે પ્રયત્ન કરીયે જુઓ પાંત્રીસ ગુણ્યાં આઠ શું થશે આઠ ગુણ્યાં પાંચ બરાબર ચાળીસ આઠ ગુણ્યાં ત્રણ બરાબર ચોવીસ વતા ચાર બરાબર અઠ્યાવીસ આમ આપણને પુરા બસો એસી મળે છે આથી બસો એસી ભાગ્યા પાંત્રીસ બરાબર આઠ થશે પાંત્રીસ ગુણ્યાં આઠ આપણે જોયું બસો એસી મળે છે અને અહીં કશું શેષ વધતું નથી એટલે કે નિષેસ ભાગાકાર છે આથી આપણને બીજા શૂન્ય નીચે ઉતારવાની જરૂર નથી આમ ત્રેસઠ ભાગ્યા પાંત્રીસ બરાબર જવાબ આપણને એક પોઇન્ટ આઠ મળે છે