મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 10: દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર- પૂર્ણ સંખ્યા જેવી કે 56÷35 ને દશાંશ અપૂર્ણાંક માં મેળવવા તેનો ભાગાકાર કરો
- દશાંશ અપૂર્ણાંકમાં ભાગફળ મેળવવા માટેની રીત
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દશાંશ અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવો
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૂર્ણ સંખ્યાનો દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર કરવો
- દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર 1
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર 2
- દશાંશ અપૂર્ણાંક માટે એકથી વધારે આંક દ્વારા ભાગાકારની રીત
- દશાંશ દ્વારા ભાગાકાર માટેની રીત
- દશાંશ અપૂર્ણાંકનો સંપૂર્ણ ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો શતાંશ વડે ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંક વડે લાંબો ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર: શતાંશ
- એકથી વધુ આંક ધરાવતા દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર : સહસ્ત્રાંશ
- 10, 100, 1000 વડે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અપૂર્ણાંકનો શતાંશ વડે ભાગાકાર
દશાંશ અપૂર્ણાંકના વિભાજનમાં શતાંશનું સ્થાન થોડું ગુંચવણ વાળું બની શકે છે.આ વિડીઓમાં 'અમે એ બતાવ્યું છે કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરફાર શી રીતે કરવો અને તેને પૂર્ણ સંખ્યા શી રીતે બનાવવી. સુંદર! નિહાળો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જુઓ આપણે ત્રીસ પોઇન્ટ ચોવીસ ને શૂન્ય પોઇન્ટ બેતાળીસ વડે ભાગી શકીયે કે નહિ અને હું કરું તે પહેલા તમે વિડિઓ પોસ કરીને પ્રયત્ન કરી જુઓ આપણે આ કોયડા ને ઘણી બધી રીતે ઉકેલી શકીયે પહેલા આપણે અહીં ત્રીસ પોઇન્ટ ચોવીસ ભાગ્યા શૂન્ય પોઇન્ટ બેતાળીસ લખીશું ત્રીસ પોઇન્ટ ચોવીસ ભાગાકાર ની નિશાની શૂન્ય પોઇન્ટ બેતાળીસ હવે તમે શું કરશો જુઓ અહીજ આપણને ખરી સમજ એ પાડવી જોઈએ કે જયારે આવા પ્રકાર ના ભાગાકાર કરી રહ્યા હોય ત્યારે જો બંને સંખ્યા ને સરખીજ સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરીયે તો સરખોજ જવાબ મળશે પરંતુ હવે તમે શું કરશો જુઓ તો આપણે આ સંખ્યાને ફરીથી લખીયે આપણે સમજણ મેળવવા ફરીથી લખીયે આપણે તેને અહીં અપૂર્ણાંક સ્વરૂપે ફરીથી લખીયે ત્રીસ પોઇન્ટ ચોવીસ છેદ માં શૂન્ય પોઇન્ટ બેતાળીસ અને જયારે આપણે સંખ્યા ને અપૂર્ણાંક સ્વરૂપે લખી હોય ત્યારે આપણે આ પ્રકારના અપૂર્ણાંક માં અંશ અને છેદ ને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરીયે તો પરિણામ સરખુંજ મળે છે આથી આથી કઈ સંખ્યા ને છેદ સાથે ગુણવાથી તેને પૂર્ણ સંખ્યા બનાવાય જુઓ અહીં આપણે દસ અને દસ એટલે કે સો વડે ગુણીશું જો આપણે છેદ ને સો વડે ગુણીયે તો પરિણામ સરખું રાખવા માટે આપણે અંશ ને પણ સો વડે ગુણવું પડશે અહીં સો ના છેદ માં સો બરાબર એક આથી આપણે આ સંખ્યા ની કિંમત માં કોઈ ફેરફાર કરતા નથી અહીં સો ના છેદ માં સો બરાબર એક આમ આ સંખ્યા ની કિંમત માં કોઈ ફેરફાર થતો નથી હવે ત્રીસ પોઇન્ટ ચોવીસ ગુણ્યાં સો તો દશાંશ ચિન્હ ને આપણે બે એકમ જમણી બાજુ ખસેડવાથી આપણને ત્રણ હજાર ચોવીસ મળશે અને હવે શૂન્ય પોઇન્ટ બેતાળીસ ગુણ્યાં સો આપણે ફરીથી દશાંશ ચિન્હ ને એક અને બે આમ બે એકમ જમણી બાજુ ખસેડતા પરિણામ આપણને બેતાળીસ મળે આથી તે ત્રણહજાર ચોવીસ ભાગ્યા બેતાળીસ ને સમાન થશે આમ આ આખી સંખ્યા ત્રણ હજાર ચોવીસ ભાગ્યા બેતાળીસ બરાબર થશે હવે અહીં ફરીથી આપણે દશાંશ ચિન્હ ને બે એકમ જમણી બાજુ ખસેડીએ અને અહીં થી પણ બે એકમ ખસેડીશું તો ત્રણહજાર ચોવીસ ભાગ્યા બેતાળીસ થાય હવે તો આપણે જાણીયેજ છીએ કે સાદો ભાગાકાર કેવી રીતે કરી શકાય તો ચાલો હવે આપણે આની ગણતરી કરીયે તો ત્રણ ભાગ્યા બેતાળીસ કેટલા થશે તો ત્રણ ને બેતાળીસ વડે ભાગી શકાય નહિ આથી આપણે શૂન્ય ઉમેરીએ હવે ત્રીસ ભાગ્યા બેતાળીસ કેટલા થાય આમ પણ નઈ થઇ શકે આથી આપણે બે ઉમેરીશું હવે ત્રણ સો બે ભાગ્યા બેતાળીસ કેટલા થાય હવે થોડું અલગ રીતે વિચારીયે હંમેશા ની જેમ જયારે બે અંક ની કે વધુ અંક ની સંખ્યા નો ભાગાકાર કરો છો ત્યારે થોડું વિચારવું પડે આથી આ અંદાજે ચાળીસ થશે અને આ અંદાજે ત્રણસો થશે આથી ત્રણસો ભાગ્યા ચાળીસ કેટલા થશે આમ ત્રીસ ભાગ્યા ચાર કેટલા થશે જુઓ જવાબમાં સાત આવવાની શક્યતા દેખાતી હોવા થી આપણે અહીં સાત લઇ જોઈએ સાત ગુણ્યાં બે બરાબર ચૌદ અને સાત ગુણ્યાં ચાર બરાબર અઠ્યાવીસ વતા એક બરાબર ઓગણત્રીસ અને હવે આપણે બાદબાકી કરી શકીયે પરંતુ અહીં સમૂહ બનાવું પડશે અહીં ત્રણ સો માંથી સો લઈએ તો અહીં બે સો વધે આથી શૂન્ય દશક હવે દસ દશક બનશે પરંતુ આપણને હજુ એક દશક ની જરૂર છે આથી અહીં નવ દશક અને અહીં એક દશક ઉમેરવાથી તે બાર દશક થશે બાર ઓછા ચાર બરાબર આઠ નવ ઓછા નવ બરાબર શૂન્ય બે ઓછા બે બરાબર શૂન્ય હવે શેષ આઠ વધ્યા જે બેતાળીસ કરતા નાની સંખ્યા છે આથી અહીં સાત એ સાચી સંખ્યા છે હવે આપણે આગળ ના અંક ને નીચે ઉતારિયે આપણે અહીં ચાર નીચે ઉતારિયે હવે ચોર્યાસી ને બેતાળીશ વડે ભાગતા શું થશે આપણે જાણીયે છીએ કે બે જવાબ મળશે બે ગુણ્યાં બે બરાબર ચાર બે ગુણ્યાં ચાર બરાબર આઠ અને શેષ શૂન્ય વધશે હવે જુઓ અહીં ત્રણહજાર ચોવીસ ભાગ્યા બેતાળીશ અને પરિણામ આપણને અહીં બોતેર મળે છે ત્રીસ પોઇન્ટ ચોવીસ ભાગ્યા શૂન્ય પોઇન્ટ બેતાળીશ પરિણામ બોતેર મળે છે ત્રણહજાર ચોવીસ ભાગ્યા બેતાળીશ અને ત્રીસ પોઇન્ટ ચોવીસ ભાગ્યા શૂન્ય પોઇન્ટ બેતાળીશ એ સમાન છે આથી અહીં પરિણામ બોતેર મળશે