If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 10: દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર

દશાંશ અપૂર્ણાંક વડે લાંબો ભાગાકાર

સલ 2.211 નો 6.7 વડે ભાગાકાર કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

2.211 ભાગ્યા 6.7 કરીએ સૌ પ્રથમ તો મને દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવો નથી આથી હું 6.7 ને 10 વડે ગુણીશ જે આ દશાંશ ચિન્હ ને જમણી બાજુ એક સ્થાન ખસેડવા બરાબર છે આ ફક્ત 6.7 સાથે જ નહિ પરંતુ 2.211 સાથે પણ કરીશું આથી 2.211 માં દશાંશ ચિન્હને એક અંક જમણી બાજુ ખસેડવાથી આપણને આથી 2.211 માં દશાંશ ચિન્હને એક અંક જમણી બાજુ ખસેડવાથી આપણને 22.11 મળેછે આપણે અહીં લખીએ 22.11 ભાગ્યા અહીં 6.7 ને બદલે 67 લખીશું હું અહીં દશાંશ ચિન્હ લખી શકીશ પરંતુ તેનાથી કશો ફરક પડતો નથી હવે આપણે ભાગાકાર કરવા તૈયાર છીએ એમ કહી શકાય કે આપણે પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ જુઓ અહીં તો દશાંશ ચિન્હ છે પરંતુ તે અ ગણી શકાય તેમ છે હવે આપણે ભાગાકાર કરીએ હવે તમે કહેશો કે અહીં આ દશાંશ ચિન્હ છે પરંતુ તે અવગણી શકાય તેમ છે જે તમે હમણાં જોશો આપણે અહીં લખીએ થોડા મોટા અક્ષરે 22.11 ભાગાકારની નિશાની ભાગ્યા 67 હવે આપણે 22 અને 11 શતાંશ એટલે કે 22.11 ને 67 વડે ભાગીશું અહીં આપણે દશાંશ ચિન્હ નું ધ્યાન રાખવું જરૂરી છે હું અહીં જવાબના સ્થાને ભાગફળના સ્થાને પણ દશાંશ ચિન્હ મુકું છું જુઓ જયારે આ રીતે ભાગાકાર કરીએ ત્યારે ચોકસાઈથી સંખ્યા લખવી જરૂરી છે અને સ્થાનકિંમત માં ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે કારણકે જો આપણે ચોક્કસ સ્થાનમાં ના લખીએ તો સ્થાનકિંમત માં ભૂલ થઇ જાય છે સ્થાનકિંમત બદલાઈ જાય છે હવે આપણે ભાગાકાર કરીએ 2 ને 67 વડે ભાગી શકાશે નહિ 22 ને પણ 67 વડે ભાગી શકાય નહિ હવે 221 ને 67 વડે ભાગી શકાય જુઓ આ 70 ની નજીક ની સંખ્યા છે 70 ગુણ્યા 3 બરાબર 210 છે આથી અહી 3 ગુણ્યા બરાબર છે ચાલો આપણે જોઈએ અહીં 3 લખીએ 3 ગુણ્યા 7 બરાબર 21 2 વદી 3 ગુણ્યા 6 બરાબર 18 વત્તા 2 બરાબર 20 આથી આપણને અહી 201 મળે છે અને 221 ઓછા 201 અહી શૂન્ય અહીં 2 અહીં 0 અહી 3 એ સાચી સંખ્યા છે જો 3 ગુણ્યા 67 એ 221 થી મોટી સંખ્યા હોય તો તકલીફ છે જો 3 ગુણ્યા 67 નાની સંખ્યા હોય અથવા તો ખુબ નાની સંખ્યા હોય અને બાદબાકી કરતા અહીં 67 થી મોટી સંખ્યા મળે તો પણ આ ત્રણ સાચા નથી કારણકે અહીં તમે વધુ 67 ભાગફળ માં ઉમેરી શકોછો પરંતુ આ સંખ્યા સાચી છે કારણકે નાની છે અને શેષ માં 67 થી મોટી સંખ્યા મળતી નથી આ એક ને નીચે ઉતારીએ 201 આપણે જોઈ શકીએ કે 201 ભાગ્યા 67 થશે 67 એ 201 માં 3 વખત જાય છે જે આપણે હમણાં જ જોયું તો અહીં 3 , 3 ગુણ્યા 7 બરાબર 21 અહીયા વદી 2 ધ્યાન રાખો કે આપણે આગળના ગણતરી ની વદી ધ્યાન માં ના લઈએ 3 ગુણ્યા 6 બરાબર 18 વત્તા 2 બરાબર 20 અને આ થયી ગયું કારણકે શેષ 0 વધે છે અને અહીં પણ કશું નીચે ઉતારવા માટે બાકી રહેતું નથી આથી 22.11 ભાગ્યા 67 બરાબર આપણે અહીં 0 લખી શકીએ 0.૩૩ થશે અથવા આને બરાબર 0.33 મળશે અને આપણને ઉકેલ મળી ગયો છે