If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 10: દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર

દશાંશ અપૂર્ણાંક માટે એકથી વધારે આંક દ્વારા ભાગાકારની રીત

દશાંશ અપૂર્ણાંક સાથેના ભાગાકારને સરળ બનાવવા માટે સલ સ્થાનકિંમત, વિસ્તૃત પદ અને સાદા અપૂર્ણાંકની સમજૂતીનો ઉપયોગ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે અગાઉના વિડિઓમાં સંખ્યાઓના ભાગાકાર માટેની જુદી જુદી રીત વિશે વાત કરવાની શરૂઆત કરી હતી,જ્યાં ક્યાંતો સંખ્યાઓ દશાંશ હોય શકે અથવા તેમનું ભાગફળ દશાંશ હોઈ શકે,તો આ વિડિઓમાં પણ તે કરવાનું ચાલુ જ રાખીએ,ધારો કે આપણે 500 ભાગ્યા,500 ભાગ્યા 200 શું થાય? તે શોધવા માંગીએ છીએ,તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો,તે શોધવાની એક રીત તેને અપૂર્ણાંક સ્વરૂપે ફરીથી લખવાની છે અને પછી તમે જુઓ કે તે અપૂર્ણાંકનું સાદુ રૂપ આપી શકાય કે નહીં,જેના પરથી આપણે તેને દશાંશ સ્વરૂપે સીધું જ લખી શકીએ,ઉદાહરણ તરીકે અહીં આના બરાબર 500 ના છેદમાં 200 થાય,હવે આને 5 ગુણ્યા 100 ભાગ્યા 2 ગુણ્યા 100 તરીકે લખી શકાય અને આ એટલા માટે ઉપયોગી છે કારણ કે હવે તમારી પાસે અંશમાં 100 છે અને છેદમાં પણ 100 છે,100 ભાગ્યા 100,1 થાય, તેથી અહીં આના બરાબર 5 ભાગ્યા 2,5 ભાગ્યા 2,ગુણ્યા 100 ભાગ્યા 100 થશે,100 ના છેદમાં 100 થાય,હવે 100 ભાગ્યા 100 બરાબર 1 થાય,જો તમે તેના વિશે બીજી રીતે વિચારો તો તમે અહીં અંશને 100 વડે ભાગી શકો,તો તમે અહીં અંશને 100 વડે ભાગી શકો એમ કરતાં તમને 5 મળશે,જો તમે તે જ સમાન સંખ્યા વડે છેદને પણ ભાગો તો તમે આ અપૂર્ણાંકની કિંમત બદલતા નથી માટે આપણે અહીં છેદને 100 વડે ભાગીએ,જેનાથી આપણને 2 મળે આમ,અહીં આપણે કોઈપણ રીતનો ઉપયોગ કરી શકીએ અને આપણને જવાબ તરીકે 5 ના છેદમાં 2 મળે પરંતુ આપણે હજુ પૂરું નથી કર્યું,શું આપણે તેને દશાંશ સ્વરૂપે દર્શાવી શકીએ?આપણે 5 ના છેદમાં 2 ને મિશ્રસંખ્યા તરીકે દર્શાવી શકીએ,5 ના છેદમાં 2 બરાબર, અહીં આ 2,5 માં કેટલી વખત સમાવી શકાય? તેને 2 વખત સમાવી શકાય અને પછી આપણી પાસે 1 ના છેદમાં 2 બાકી રહે,1 ના છેદમાં 2,હવે આપણે આને દશાંશ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ? તમે કદાચ ઓળખી લીધું હશે,1 દ્વિત્યાંશ એ 5 દશાંશને સમાન હોય છે માટે આપણે તેને આ રીતે લખી શકીએ,2 પૂર્ણાંક 5 દશાંશ,2 પૂર્ણાંક 5 દશાંશ જેને 2.5 તરીકે લખી શકાય, 2.5 અથવા 2 પૂર્ણાંક 5 દશાંશ,આમ 500 ભાગ્યા 200, 2.5 થાય, આપણે વધુ એક ઉદાહરણ જોઈએ,ધારો કે આપણે 0.63 નો, 0.63 નો ભાગાકાર 0.07 વડે કરવા માંગીએ છીએ,સૌથી પહેલા તમે વિડિઓ અટકાવો અને આને કઈ રીતે ઉકેલી શકાય તેના વિશે વિચારો,આને ઉકેલવા માટેની ઘણી બધી રીત છે,એક રીત એ છે કે આપણે અહીં આ બંને સંખ્યાને શતાંશ તરીકે વિચારી શકીએ,અહીં આ પ્રથમ સંખ્યા 63 શતાંશ થાય,63 શતાંશ અને આ બીજી સંખ્યા 7 શતાંશ થાય,આ બીજી સંખ્યા 7 શતાંશ થાય,જો તમારી પાસે 63 શતાંશ હોય અને તમે તેનો ભાગાકાર 7 શતાંશ વડે કરો તો તમને શું મળે? જો તમે 7 શતાંશનો ગુણાકાર 9 સાથે કરો તો તમને 63 શતાંશ મળે તેથી 63 શતાંશ ભાગ્યા 7 શતાંશ બરાબર 9 થાય,આના બરાબર 9 થશે કારણકે 7 ગુણ્યાં 9 , 63 થાય તેથી 7 શતાંશ ગુણ્યાં 9 બરાબર 63 શતાંશ થાય,હવે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો આપણે આ બંને સંખ્યાઓને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકીએ માટે અંશમાં આપણી પાસે 0.63 છે અને છેદમાં આપણી પાસે 0.07 છે,જો તમારે અંશ અને છેદમાંથી આ દશાંશને દૂર કરવા હોય તો તમારે અંશ અને છેદને એકસમાન સંખ્યા વડે ગુણવું પડે તો આપણે અહીં અંશને 100 વડે ગુણીએ અને છેદને પણ 100 વડે ગુણીએ તેનાથી આપણા અપૂર્ણાંકની કિંમત બદલાતી નથી કારણ કે 100 વડે ગુણાકાર કરવો અને 100 વડે ભાગાકાર કરવો એ 1 વડે ગુણાકાર કરવાને સમાન જ થાય,હવે 0.63 ગુણ્યાં 100, માટે આપણે અહીં 2 એકમ સ્થાન જમણીબાજુએ જઈશું, આ પ્રમાણે, તેથી આપણને તેના બરાબર 63 મળે ભાગ્યા 0.07 ગુણ્યાં 100,અહીં પણ આપણે 2 એકમસ્થાન જમણીબાજુ જઈશું,આ પ્રમાણે,તેથી આપણને 7 મળે, હવે 63 ભાગ્યા 7 , 9 થાય અને આના બરાબર 9 અને આ આપણો જવાબ છે.