મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 10: દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર- પૂર્ણ સંખ્યા જેવી કે 56÷35 ને દશાંશ અપૂર્ણાંક માં મેળવવા તેનો ભાગાકાર કરો
- દશાંશ અપૂર્ણાંકમાં ભાગફળ મેળવવા માટેની રીત
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દશાંશ અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવો
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૂર્ણ સંખ્યાનો દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર કરવો
- દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર 1
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર 2
- દશાંશ અપૂર્ણાંક માટે એકથી વધારે આંક દ્વારા ભાગાકારની રીત
- દશાંશ દ્વારા ભાગાકાર માટેની રીત
- દશાંશ અપૂર્ણાંકનો સંપૂર્ણ ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો શતાંશ વડે ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંક વડે લાંબો ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર: શતાંશ
- એકથી વધુ આંક ધરાવતા દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર : સહસ્ત્રાંશ
- 10, 100, 1000 વડે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
10, 100, 1000 વડે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર
એવી કોઈ પદ્ધતિ વિષે શીખો કે જે 10, 100, અને 1000 વડે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો હોય ત્યારે મદદરૂપ બને .
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડિઓમાં દશાંશ સંખ્યાઓ સાથે 10,100 અને 1000 વડે ગુણાકાર અને ભાગાકાર કરવાનો મહાવરો કરીશું, હું તમને પૂછીશ કે 2.05 ગુણ્યા 10 શું થાય?તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરો આપણે અગાઉના વિડિઓમાં જોઈ ગયા કે જ્યારે તમે સંખ્યાનો ગુણાકાર 10 સાથે કરો ત્યારે તમે બધા જ અંકોને એક સ્થાન ડાબી બાજુ ખસેડો માટે આના બરાબર, હવે આપણી પાસે 2 એકમની જગ્યાએ 2 દશક હશે માટે 2 , 0 દશાંશની જગ્યાએ 0 એકમ હશે માટે 0 અને 5 શતાંશની જગ્યાએ 5 દશાંશ હશે માટે 5, તેથી આનો જવાબ 20.5 આવે,હવે જો હું તમને બીજી રીતે પૂછું તો, 2.05 ભાગ્યા 10 બરાબર કેટલા થાય તમે વિડિઓ અટકાવો અને ફરીથી તે જાતે જ કરો, હવે આ સંખ્યાના બધા જ અંકો એકસ્થાન જમણીબાજુએ ખસે કારણ કે આપણે 10 વડે ભાગાકાર કરી રહ્યા છીએ અથવા તમે 1 દશાંશ વડે ગુણી રહ્યા છો એમ પણ કહી શકાય,હવે અહીં 2 એકમ, 2 દશાંશ બનશે તેથી આપણે એકમના સ્થાને 0 લખીએ, 2 દશાંશ,0 દશાંશ,0 શતાંશ બનશે માટે અહીં 0 લખીએ અને 5 શતાંશ એ 5 સહસ્ત્રાંશ બને, આપણે આ અગાઉના વિડિઓમાં જોઈ ગયા હતા પરંતુ હવે આ જ સમાન બાબત 100 અથવા 1000 સાથે કરીએ, 57 ભાગ્યા1000, 57 ભાગ્યા 1000 કેટલા થાય? વિડિઓ અટકાવો અને જુઓ કે તમે તેનો પ્રયત્ન જાતે કરી શકો છો કે નહીં? હવે આપણે તે સાથે મળીને કરીશું, જ્યારે તમે 1000 વડે ભાગાકાર કરો તો તે 10 વડે 3 વખત ભાગાકાર કરવાને સમાન જ છે અથવા તે 3 વખત 1 દશાંશ વડે ગુણાકાર કરવાને સમાન થાય અથવા તમે એવું કહી શકો કે મારે આ સંખ્યાના દરેક અંકોને 3 સ્થાન જમણીબાજુ ખસેડવા પડશે તો હવે આપણે અહીં કેટલીક સ્થાનકિંમત લખીએ દશક,એકમ,દશાંશ ચિન્હ,દશાંશ,શતાંશ અને સહસ્ત્રાંશ,જો આપણે 5 ની વાત કરીએ તો 5 અહીં દશકના સ્થાને છે એટલે કે 5 અહીં છે પરંતુ હવે આપણે તેને 3 સ્થાન જમણીબાજુ ખસેડવું પડશે,1,2,3 એટલે કે હવે 5 શતાંશના સ્થાને આવશે,અહીં જે 5 દશક હતું તે હવે 5 શતાંશ છે,તેવી જ રીતે આપણે 7 ને લઈએ,7 અહીં એકમના સ્થાને હતું પરંતુ હવે તેને 3 સ્થાન જમણીબાજુ ખસેડીએ 1,2,3 તેથી 7 હવે સહસ્ત્રાંશના સ્થાને આવશે, આમ,અહીં,આમ, 57 ને 1000 વડે ભાગીએ તો તે 57 સહસ્ત્રાંશ બનશે, તમને વધુ સમજાય તે માટે હું અહીં દશાંશના સ્થાને 0 મૂકીશ અને એકમના સ્થાને પણ 0 મૂકીશ, આપણે એક બીજું ઉદાહરણ લઇએ,ધારો કે કોઈક તમને પ્રશ્ન પૂછે છે કે મેં 1.32 થી શરૂઆત કરી અને પછી મે તેનો ગુણાકાર કોઈક સંખ્યા સાથે કર્યો,જેનાથી મને તેનો જવાબ 103.2 મળ્યો,જો મારે 103.2 મેળવવા હોય તો મારે અહીં કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવો પડે? વિડિઓ અટકાવો અને તે જાતે જ કરો,અહીં કઈ સંખ્યા સાથે ગુણાકાર કર્યો તે શોધવા આપણે એ શોધવાની જરૂર છે કે આ સંખ્યાના દરેક અંક કેટલા એકમ સ્થાન ખસી રહ્યા છે માટે અહીં જે એકમના સ્થાને એક હતો તે હવે દશકના સ્થાને નહીં પરંતુ તે હવે 100 ના સ્થાને જાય છે,આમ, અહીં તે 2 એકમ જેટલો ડાબીબાજુ ખસે છે તેવી જ રીતે અહીં 0 પણ બે સ્થાન જેટલો ડાબીબાજુ ખસે છે, તે અહીં દશાંશના સ્થાને હતો પરંતુ હવે અહીં દશકના સ્થાને છે,આમ,અહીં દરેક અંકો બે સ્થાન જેટલું ડાબીબાજુ ખસે છે પરિણામે તમે કહી શકો આપણે અહીં બે વખત 10 વડે ગુણાકાર કરીએ છીએ,તમે અહીં 10 ગુણ્યા 10 લખી શકો છો અથવા તમે અહી 100 પણ લખી શકો.આપણે વધુ એક ઉદાહરણ જોઈએ,ધારો કે કોઈક તમને પૂછે છે 0.015 ગુણ્યા 100 બરાબર કેટલા થાય?તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરો,આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે 100 વડે ગુણાકાર કરતા આપણે આ દરેક અંકોને 2 સ્થાન જેટલા ડાબીબાજુ ખસેડવા પડશે માટે અહીં આ 1 જે શતાંશ સ્થાને છે તે હવે એકમના સ્થાને આવે અને આ 5 જે સહસ્ત્રાંશ સ્થાને છે તે હવે દશાંશના સ્થાને આવે માટે અહી આના બરાબર 1.5 થાય અને આપણે પૂરું કર્યું.