મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 10: દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર- પૂર્ણ સંખ્યા જેવી કે 56÷35 ને દશાંશ અપૂર્ણાંક માં મેળવવા તેનો ભાગાકાર કરો
- દશાંશ અપૂર્ણાંકમાં ભાગફળ મેળવવા માટેની રીત
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દશાંશ અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવો
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૂર્ણ સંખ્યાનો દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર કરવો
- દશાંશ અપૂર્ણાંકોના ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર 1
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર 2
- દશાંશ અપૂર્ણાંક માટે એકથી વધારે આંક દ્વારા ભાગાકારની રીત
- દશાંશ દ્વારા ભાગાકાર માટેની રીત
- દશાંશ અપૂર્ણાંકનો સંપૂર્ણ ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો શતાંશ વડે ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંક વડે લાંબો ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર: શતાંશ
- એકથી વધુ આંક ધરાવતા દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર
- દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર : સહસ્ત્રાંશ
- 10, 100, 1000 વડે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ દ્વારા ભાગાકાર માટેની રીત
પૂર્ણ સંખ્યા અને દશાંશ અપૂર્ણાંક બંનેને દશાંશ વડે ભાગવા માટે સલ સમ અપૂર્ણાંક નો ઉપયોગ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
દશાંશના ભાગાકાર માટેની રીત વિશે વિચારવા આપણે થોડા વધારે ઉદા જોઈએ ભવિષ્યના વિડિઓમાં આપણે તેની પદ્ધતિસર રીત પણ જોઈશું પરંતુ તેની જુદી જુદી રીત વિશે સમજવું અગત્યનું છે કારણ કે તે આપણને દશાંશના ભાગાકાર વિશેની સમજ આપે છે તો હવે આપણે 6 ભાગ્યા 0 .2 અથવા 2 દશાંશ શું થાય તેના વિશે વિચારીએ વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો આપણે તેના માટેની ઘણી બધી રીત જોઈ ગયા છીએ તે માટેની એક રીત આ ભાગાકારને અપૂર્ણાંક તરીકે દર્શાવવાની છે આને 6 ના છેદમાં 0 .2 તરીકે પણ લખી શકાય હવે આપણે અંશ અને છેદને એક સમાન સંખ્યા વડે ગુણી શકીએ જેથી આપણે આ દશાંશ ચિન્હને દૂર કરી શકીએ અહીં આપણી પાસે છેદમાં 2 દશાંશ છે જો આપણે તે દશાંશને દૂર કરવા માંગતા હોઈએ તો આપણે છેદને 10 વડે ગુણી શકીએ જો આપણે છેદને 10 વડે ગુણીએ તો આપણે અંશને પણ 10 વડે ગુણવું પડે આપણે અહીં આ અપૂર્ણાંકને 10 દશાંશ વડે ગુણી રહ્યા છીએ એટલે કે આપણે તેને 1 વડે જ ગુણી રહ્યા છીએ અને આમ કરવાથી આપણે આ અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા હવે 6 ગુણ્યાં 10 = 60 થાય 6 ગુણ્યાં 10 = 60 થાય ભાગ્યા 2 દશાંશ ગુણ્યાં 10 અહીં આ દશાંશ ચિન્હને એક એકમ જમણી બાજુ ખસેડીએ તેથી આપણને છેદમાં 2 મળે હવે 60 ભાગ્યા 2 શું થાય તે શોધવું ખુબ જ સરળ છે 6 ભાગ્યા 2 3 થાય માટે 60 ભાગ્યા 2 30 થાય આમ અહીં આના બરાબર 30 અને આપણે પૂરું કર્યું હવે બીજી રીત એ છે કે તમે આ બધી જ સંખ્યાને દશાંશના સંધર્ભમાં વિચારી શકો આપણે અહીં 6 ને 60 દશાંશ સ્વરૂપે લખી શકીએ માટે 60 દશાંશ 60 દશાંશ ભાગ્યા 2 દશાંશ 60 દશાંશ ભાગ્યા 2 દશાંશ જો મારી પાસે કંઈકનું 60 હોય અને હું તેને બે બે ના સમૂહમાં વિભાજીત કરું તો મને તેવા 30 સમૂહ મળશે આપણને અહીં જવાબ તરીકે 30 મળે આપણે વધુ એક ઉદા જોઈએ ધારો કે આપણે 4 .2 અથવા 4 પૂર્ણાંક 2 દશાંશને 2 દશાંશ વડે ભાગવા માંગીએ છીએ તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આપણે તેના માટેની ઘણી બધી રીતો ઘણી બધી વખત જોઈ ગયા છીએ સૌપ્રથમ આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું 4 .2 ભાગ્યા 2 દશાંશ હવે આપણે આ દશાંશ ચિન્હને દૂર કરવાનો પ્રયત્ન કરીએ ધારો કે આપણે 4 .2 અથવા 4 પૂર્ણાંક 2 દશાંશને 3 દશાંશ વડે ભાગવા માંગીએ છીએ તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આપણે તે માટેની રીત ઘણી બધી વખત જોઈ ગયા છીએ સૌ પ્રથમ આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું તેથી 4 .2 છેદમાં 3 દશાંશ હવે આપણે આ દશાંશચિન્હને દૂર કરવાનો પ્રયત્ન કરીએ હવે અહીં આપણી પાસે અંશમાં દશાંશ છે અને છેદમાં પણ દશાંશ છે તેથી આપણે અંશ અને છેદને 10 વડે ગુણી શકીએ આ પ્રમાણે અંશમાં આપણી પાસે 4 .2 ગુણ્યાં 10 છે જો તેને 10 વડે ગુણીએ તો આ દશાંશ ચિન્હ એક સ્થાન જમણી બાજુ જશે અને પરિણામે આપણે 42 મળે છેદમાં 3 દશાંશ ગુણ્યાં 10 = 3 થાય હવે 42 ભાગ્યા 3 શું થાય તમે તેની ગણતરી મનમાં કરી શકો અથવા તમે તે લખીને પણ ગણી શકો 42 ભાગ્યા 3 કરીએ 3 ગુણ્યાં 1 3 થાય ત્યાર બાદ 4 - 3 1 અને આ ઉપરથી 2 ને નીચે લાવીએ હવે 3 ગુણ્યાં 4 12 થશે આપણને અહીં શેષ 0 મળે આમ 42 ભાગ્યા 3 14 થાય આમ આપણને અહીં જવાબ તરીકે 14 મળે હવે આપણે અગાઉના ઉદા જોયું તે પ્રમાણે આ સંખ્યાઓને દશાંશ સ્વરૂપે પણ વિચારી શકાય 4 .2 એ 42 દશાંશને સમાન છે ભાગ્યા 3 દશાંશ 3 દશાંશ જો હું કંઈકના 42 ને 3 એક સરખા સમૂહમાં વિભાજીત કરું તો મને એવા 14 સમૂહ મળે આમ જયારે પણ દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય ત્યારે તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખો ત્યાર બાદ એક સમાન સંખ્યા વડે અંશ અને છેદનો ગુણાકાર કરો જેથી દશાંશ ચિન્હને દુર કરી શકાય અથવા તમે કદાચ આ સંખ્યાઓને દશાંશ કે શતાંશના સ્વરૂપે વિચારી શકો આમ દશાંશનો ભાગાકાર કરવા માટેની અથવા સંખ્યાઓનો ભાગાકાર કરવાની જ્યાં આપણને ભાગફલ દશાંશ સંખ્યા મળે છે આ ઉપયપયોગી રીત છે ભવિષ્યના વિડિઓમાં આપણે તેના માટેની પ્રમાણિત રીત જોઈશું પરંતુ આ રીત હંમેશા ઉપયોગી સાબિત થશે.