If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 5

Lesson 9: દશાંશઅપૂર્ણાંકોના ગુણાકાર

દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર માટેની રીતો વિકસાવવી

સલ દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે સ્થાન કિંમત અને સમ અપૂર્ણાંકનો ઉપયોગ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓમાં 3 ગુણ્યાં 0.25 અથવા 3 ગુણ્યા 25 શતાંશ શું થાય? તે શોધવા માંગુ છું,હું ઈચ્છું છું કે તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. હવે આપણે સાથે મળીને કરીએ, આ વિડિઓમાં આપણે તેના માટેની ઘણી બધી રીત જોઈશું,ભવિષ્યના વિડિઓમાં હું તમને તેની પ્રમાણિત રીત પણ બતાવીશ જેનો ઉપયોગ તમે મોટેભાગે કરો છો પરંતુ આપણે આ વિડિઓમાં જે રીત જોઈશું,તે તમને દશાંશનો ગુણાકાર ખરેખર શું છે? તે અપૂર્ણાંકના ગુણાકારના સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે? અને તેની પાછળનું ગણિત સમજવામાં ઉપયોગી થશે તો હવે અહીં આપણી પાસે 3 ગુણ્યા 0.25 છે તેને શોધવા માટેની ઘણી રીતો છે એક રીતે આ પ્રમાણે છે હું તેને જુદા સ્વરૂપમાં લખીશ,3 ગુણ્યા 25 શતાંશ આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ જો મારી પાસે 25 નું કંઈક 3 વખત હોય તો તેના બરાબર શું થાય? 3 ગુણ્યા 25 શું થાય? 25 ગુણ્યા 2 , 50 થાય અને 25 ગુણ્યાં 3 , 75 થાય માટે અહીં આપણે 75 લખીશું પરંતુ આપણે અહીં ફક્ત 3 ગુણ્યા 25 નથી કરતા આપણે 3 ગુણ્યા 25 શતાંશ કરીએ છીએ તેથી આપણને જવાબ તરીકે 25 શતાંશ નહીં પરંતુ 75 શતાંશ મળે, 75 શતાંશ મેં અહીં તેને શબ્દમાં લખ્યું છે પરંતુ જો તેને દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો તે શું થશે? તેને દશાંશ સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકાય,અહીં આ 75 શતાંશ થાય, હવે જો તેને બીજી રીતે વિચારવું હોય તો તે કંઈક આ પ્રમાણે છે 3 ગુણ્યા આપણે આ 25 શતાંશને અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકીએ આપણે તેને 25 ના છેદમાં 100 તરીકે પણ લખી શકીએ અહીં આ પણ 25 શતાંશ જ થાય.આ ત્રણેય એક સમાન છે તો હવે 3 ગુણ્યા 25 ના છેદમાં 100 કેટલા થાય? તમે તેને 25 ના છેદમાં 100 + 25 ના છેદમાં 100 + 25 ના છેદમાં 100 તરીકે વિચારી શકો માટે અહીં આના બરાબર 75 ના છેદમાં 100 થાય જેને આપણે 0.75 પણ લખી જ શકીએ,જો તમે આ ગુણાકારને અપૂર્ણાકોના ગુણાકાર તરીકે જોવા માગતા હોવ તો અહીં 3 ને 3 ના છેદમાં 1 તરીકે લખી શકાય ગુણ્યા 25 ના છેદમાં 100, તમે અંશનો ગુણાકાર કરો તો તમને 75 મળે અને જો તમે છેદનો ગુણાકાર કરો તો તમને100 મળે આમ અહીં કોઈપણ રીતનો ઉપયોગ કરીએ તો આપણને જવાબ તરીકે 75 શતાંશ જ મળે પરંતુ તેના વિશે વિચારવાની હજુ એક રીત છે અહીં આ જે 25 ના છેદમાં 100 છે તે 1 ના છેદમાં 4 ને સમાન જ થાય.જો આપણે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 1 ના છેદમાં 4 થશે. હવે 3 ગુણ્યા 1 ચતુર્થાંશ કેટલા થાય? અહીં સૌથી સારી બાબત એ છે કે તમે આ દશાંશ સંખ્યાને 1 ચતુર્થાંશ તરીકે ઓળખી શકો માટે 3 ગુણ્યા , 3 ગુણ્યા એક ચતુર્થાંશ જેના બરાબર 3 ચતુર્થાંશ થાય જેના બરાબર 3 ના છેદમાં 4 થાય, હવે જો આપણે તેને દશાંશ સ્વરૂપે દર્શાવવા માંગીએ તો અહીં આ 3 ચતુર્થાંશ ને 75 શતાંશ જ કહી શકાય હવે આપણે થોડું અઘરું ઉદાહરણ લઇએ ધારો કે આપણે 0.4 ગુણ્યા 0.3 શું થાય? તે શોધવા માંગીએ છીએ.વિડીઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો, હું તમને અહીં એક હિન્ટ આપીશ, તમે તેને અપૂર્ણાંક તરીકે જોવાનો પ્રયત્ન કરો અહીં આ જે પહેલી સંખ્યા છે તેને શબ્દમાં 4 દશાંશ કહેવાય આપણે તેને 4 દશાંશ લખી શકીએ અને જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવી હોય તો તે 4 ના છેદમાં 10 થાય હવે અહીં આ બીજી સંખ્યા 3 દશાંશ થાય, 3 દશાંશ અને હવે જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવી હોય તો તે 3 ના છેદમાં 10 થાય આપણે આ સંખ્યા ઓનોગુણાકાર કરવા માંગીએ છીએ તમે એવું વિચારી શકો કે 4 દશાંશના 3 દશાંશ કેટલા થાય? અથવા 3 દશાંશના 4 દશાંશ કેટલા થાય? પરંતુ તમારી રીતે તે શોધવા ફક્ત આ બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાની જરૂર છે ,આપણે તે ઘણા બધા વિડિઓમાં જોઈ ગયા છીએ તો આના બરાબર શું થાય? તમે અહીં બંને અંશનો ગુણાકાર કરો,4 ગુણ્યા 3 ,12 થાય છેદમાં હવે આ બંને છેદનો ગુણાકાર કરો 10 ગુણ્યા 10 , 100 થાય આમ તમને જવાબ તરીકે 12 ના છેદમાં 100 મળે,જો મારે તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો તે 12 શતાંશ થશે,12 શતાંશ,હવે તમે કદાચ અહીં કંઈક નોંધ્યું હશે, જેમ જેમ પ્રમાણિત રીતનો ઉપયોગ કરતા જશો તેમ તેમ તમને તે વધારે ઉપયોગી થશે, 4 ગુણ્યા 3 ,12 થાય. હવે અહીં આ સંખ્યાઓને જોઈએ તો આપણી પાસે આ બંને સંખ્યામાં દશાંશ ચિન્હ પછી એક અંક છે તેથી આપણને જવાબમાં દશાંશ પછી કુલ બે અંક મળે આમ મેં તમને અહીં થોડી હિન્ટ આપી પરંતુ આ વિડિઓની મહત્વની બાબત એ છે કે તમે આ દરેક સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકો ત્યારબાદ તે બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કરીને કંઈકને શતાંશના સ્વરૂપે લખી શકો અને પછી તેને દશાંશ સંખ્યા તરીકે લખી શકો.