If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંકોને નજીકની સંખ્યામાં ફેરવવું

દશાંશ અપૂર્ણાંકોને નજીકના દશાંશ, શતાંશ, કે સહસ્ત્રાંશમાં ફેરવવા સંખ્યારેખાનો ઉપયોગ કરો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને અહીં સંખ્યારેખા પર બિંદુને 77.5 સુધી ખસેડવાનું કહ્યું છે, તો અહીં આ 77 છે અને 77.5 એ 77 અને 78 ની વચ્ચે અડધે આવે,આ પ્રમાણે અને પછી તેઓએ પૂછ્યું છે કે 77.5 નજીકના દશકમાં શુ મળે? તમે અહીં સંખ્યારેખા પર જોઈ શકો કે નજીકના દશકને આ ભૂરી લીટી વડે દર્શાવવામાં આવ્યા છે, અહીં આપણા દશક 70 અને 80 છે,આપણી 70 અને 80 ની વચ્ચે છે,હવે કયો દશક આપણાથી સૌથી વધારે નજીક છે? તમે અહીં જોઈ શકો કે આપણે 70 કરતા 80 ની વધારે નજીક છીએ તો આપણે અહીં જવાબ તરીકે 80 લખીશું, હવે તમને કદાચ સંખ્યાને નજીકના દશકમાં ફેરવવાનો અર્થ સારી રીતે સમજાઈ ગયો હશે,તમે અહીં દશકના સ્થાન કરતા એક સ્થાન ઓછું લઈ શકો, જે એકમનું સ્થાન થશે,હવે જો આ એકમનો અંક 5 કરતાં નાનો હોય તો તમે નીચેની તરફ નજીકની સંખ્યામાં જશો જે અહીં 70 છે પરંતુ જો આ એકમનો અંક 5 કે તેના કરતાં મોટો હોય તો તમે ઉપરની તરફ નજીકના દશકમાં જશો જે અહીં 80 છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આપણે એવું શા માટે કરીએ છીએ?આપણે અહીં 80 ની નજીક છીએ, બીજું એક ઉદાહરણ જોઈએ, બિંદુને 8.478 સુધી ખસેડો તો અહીં આ 8 પૂર્ણાંક 47 શતાંશ છે અને આ બિંદુ 8 પૂર્ણાંક 48 શતાંશ છે તો હવે ત્યાં 1 2 3 તો હવે ત્યાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે,આમ અહીં 2 શતાંશની વચ્ચે તમારી પાસે 10 સહસ્ત્રાંશ છે એવું તમે વિચારી શકો તો આપણે અહીં 47 શતાંશ અને બીજા 8 સહસ્ત્રાંશ સુધી જવા માગીએ છીએ માટે 1 2 3 4 5 6 7 8 માટે 8.478 આ બિંદુ થાય,આ સંખ્યા થાય,હવે તેઓ પૂછે છે કે 8.478 નજીકના શતાંશમાં શું મળે? તમે જોઈ શકો કે શતાંશને અહીં ભૂરી લીટી વડે દર્શાવવામાં આવ્યા છે અને આપણે કોની નજીક છીએ? આપણે અહીં 8 પૂર્ણાંક 48 શતાંશની નજીક છે તેથી તેને અહીં લખીએ અને તે યોગ્ય છે,આપણે બીજા ઉદાહરણમાં પણ જોઈ ગયા હતા કે નજીકની સંખ્યામાં ફેરવવા તમે સહસ્ત્રાંશના સ્થાનને જુઓ,જો તે 5 કે તેના કરતાં મોટો હોય તો તમે ઉપરની તરફ નજીકના શતાંશમાં ફેરવો,જે અહીં 8.48 છે, હવે તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યારેખા પર કયું બિંદુ 3.944 પર છે? તમે અહીં જોઈ શકો કે આ સંખ્યા 94 શતાંશ કરતાં અહીં આ સંખ્યા 3 પૂર્ણાંક 94 શતાંશ કરતાં થોડી મોટી છે,તેથી તે 3.94 અને 3.96 ની વચ્ચે આવે માટે આપણે અહીં બિંદુ c ને પસંદ કરીએ, ત્યારબાદ તેઓ આપણને પૂછે છે કે 3.944 ની નજીકનો શતાંશ શું થાય? તેના વિશે વિચારવાની ઘણી રીત છે,તમે અહીં શતાંશના સ્થાનને જોઈ શકો,તે અંક 4 કરતા નાનો છે તેથી આપણે નીચેની તરફ તેને નજીકના શતાંશમાં ફેરવીશું,તેથી તે 9.94 થાય અથવા જો તેના વિશે વિચારવું હોય તો આપણી પાસે અહીં આ બિંદુ c છે,હવે આ બિંદુ c , 3.94ની વધારે નજીક છે કે 3.96 ની,તમને અહીં સ્પષ્ટ રીતે દેખાય છે કે તે 3.94 ની સૌથી વધારે નજીક છે માટે અહી આ જવાબ 394 આવે, હવે વધુ એક ઉદાહરણ જોઈએ a ની નજીકનો સહસ્ત્રાંશ શું થાય? a ની નજીકનો શતાંશ શું થાય? બિંદુ a અહીં છે,હવે અહીં આ 6 પૂર્ણાંક 33 શતાંશ થશે અને આ 6 પૂર્ણાંક 34 શતાંશ થાય,તમે અહીં આને 6 પૂર્ણાંક 330 સહસ્ત્રાંશ તરીકે પણ જોઈ શકો, ત્યારબાદ આ 6 પૂર્ણાંક 331 સહસ્ત્રાંશ થાય,આ 332 સહસ્ત્રાંશ,આ 333 સહસ્ત્રાંશ,આ 334 સહસ્ત્રાંશ અને આ પ્રમાણે આગળ,જો આપણે આ બિંદુની વાત કરીએ તો તે 6 પૂર્ણાંક 337 સહસ્ત્રાંશ અને 6 પૂર્ણાંક 338 સહસ્ત્રાંશની વચ્ચે આવેલું છે,હવે જો આપણે તેને નજીકના સહસ્ત્રાંશમાં ફેરવવા માંગતા હોઈએ તો તે 6 પૂર્ણાંક 338 સહસ્ત્રાંશની વધારે નજીક દેખાય છે માટે આપણે અહીં 6 પૂર્ણાંક 338 સહસ્ત્રાંશ લખીશું,હવે a ની નજીકનો શતાંશ શું થાય? હવે અહીં આ બિંદુ કયા કયા શતાંશની વચ્ચે છે? તે 6 પૂર્ણાંક 33 શતાંશ અને 6 પૂર્ણાક 34 શતાંશની વચ્ચે છે અને તે આ બંનેમાંથી કોની નજીક છે?તે અહીં 6.34 ની નજીક છે,માટે 6.34 લખીએ આમ જ્યારે પણ તમને નજીકના દશકમાં નજીકના શતાંશમાં કે નજીકના સહસ્ત્રાંશમાં ફેરવવાનું પૂછ્યું હોય ત્યારે તમે સંખ્યારેખાનો ઉપયોગ કરો અને પછી વિચારો કે કયો શતાંશ તે સંખ્યાની નજીક છે? અથવા કયો સહસ્ત્રાંશ તે સંખ્યાની નજીક છે?