મુખ્ય વિષયવસ્તુ
અંક ગણિત
Course: અંક ગણિત > Unit 5
Lesson 7: દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી- દશાંશવાળા વધુ જટિલ દશાંશ અપૂર્ણાંકની બાદબાકી માટેની વ્યૂહરચના
- શતાંશ વડે બાદબાકી ની વધુ આધુનિક વ્યુહરચના
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 9.005 - 3.6
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: 39.1- ૦.794
- દર્શનિકરીતે દશાંશ અપૂર્ણાંક ની બાદબાકી
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી:- દશાંશ
- દશાંશ અપૂર્ણાંક ની બાદબાકી:- શતાંશ
- દશાંશ અપૂર્ણાંકની બાદબાકી: સહ્સ્ત્રાંશ
- દશાંશ અપૂર્ણાંકોની બાદબાકી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
શતાંશ વડે બાદબાકી ની વધુ આધુનિક વ્યુહરચના
શતાંશવાળી દશાંશ અપૂર્ણાંકની બાદબાકીને વિસ્તૃત સ્વરૂપે દર્શાવવા માટે સલ આંકડાઓનો ઉપયોગ કરે છે જેવા કે 8.38 - 4.54.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ધારો કે આપણે 8 પૂર્ણાંક 38 શતાંશ - 4 પૂર્ણાંક 54 શતાંશની ગણતરી કરવા માંગીએ છીએ,તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે ગણવાનો પ્રયત્ન કરો, આ ને ગણવાની ઘણી બધી રીતો છે પરંતુ હું તેને આ પ્રમાણે કરવાનું પસંદ કરીશ,હું તેને 8 પૂર્ણાંક 38 શતાંશ - 4 પૂર્ણાંક 38 શતાંશ તરીકે જોઉં છું,મેં અહીં 38 એટલા માટે પસંદ કર્યું કે આ 38 શતાંશ,આ 38 શતાંશને દૂર કરશે ત્યારબાદ મારે હજુ પણ થોડું વધારે બાદ કરવું પડશે,મેં અહીં 38 શતાંશને બાદ કરી નાખ્યા છે મારી પાસે કુલ 54 શતાંશ છે તો 38 કરતા 54 કેટલા વધારે થાય? જો આપણે 38 થી 48 સુધી જઈએ તો મને 10 ની જરૂર પડે અને પછી 54 પર જવા બીજા વધારાના 6 ની જરૂર પડે એટલે કે આપણે અહીં 16 શતાંશને બાદ કરવા પડે, હું અહીં તેને લખીશ,મેં આ કઈ રીતે વિચાર્યું? 38 +16, 54 થાય,જો મારે 54 શતાંશને બાદ કરવું હોય તો હું તેને વિભાજિત પણ કરી શકું, હું સૌ પ્રથમ 38 શતાંશને બાદ કરી શકું અને પછી 16 શતાંશને બાદ કરી શકું, હવે મેં અહીં 38 શતાંશ કેમ પસંદ કર્યું? કારણ કે મને અહીં પણ 38 આપેલું છે, હવે 8 - 4, 4 થશે, ત્યારબાદ 38 શતાંશ માંથી આ 38 શતાંશને બાદ કરીએ તો તે બંને કેન્સલ થઈ જશે પરિણામે આનો જવાબ ફક્ત 4 જ આવે,આપણી પાસે 4 - 16 શતાંશ બાકી રહે, હવે આપણે આને કઈ રીતે ઉકેલી શકીએ? તમે તે કદાચ જાતે જ તમારા મનમાં વિચારી શકો,આપણને 16,આપણને 4 કરતાં 16 શતાંશ ઓછાં જોઇએ છે માટે તે 3 પૂર્ણાંક 84 શતાંશ થશે અથવા તમે અહીં આ 4 ના ભાગ પાડી શકો, તમે કહી શકો કે જ્યારે 4 એ 3 +100 શતાંશને સમાન જ છે,3 +100 શતાંશને સમાન જ છે,ત્યારબાદ આપણે તેમાંથી 16 શતાંશને બાદ કરીશું,16 શતાંશ,હવે 100 - 16 , 84 થાય માટે અહીં આનો જવાબ 84 શતાંશ થશે,84 શતાંશ, જેને આપણે 0.84 તરીકે પણ લખી શકીએ અને પછી આપણે 3 + 0.84 નો સરવાળો કરીએ માટે આના બરાબર 3 પૂર્ણાંક 84 શતાંશ થાય હવે મેં કહ્યું તે પ્રમાણે આને ઉકેલવાની ઘણી બધી રીતો છે તો હવે આપણે તેને બીજી રીતે ઉકેલીશું,તે રીતનો ઉપયોગ કરવા આપણે અહીં એકમના સ્થાન લઇએ,જે આ છે, 8 - 4 + હવે આપણે દશાંશના સ્થાન લઈશું, અહીં 3 છે અને અહીં 5 છે તેથી 0.3 - 0.5 અને ત્યારપછી આપણે શતાંશના સ્થાનને જોઈએ, અહીં આ 8 શતાંશ છે અને આ 4 શતાંશ,તેથી 8 શતાંશ - 4 શતાંશ, હવે આની ગણતરી કરવી સરળ છે, આની પણ ગણતરી કરવી સરળ છે પરંતુ આના વિશે શું કહી શકાય? આપણે 3 દશાંશમાંથી 5 દશાંશને દૂર કરી શકીએ નહિ, આપણે 3 દશાંશમાંથી 5 દશાંશને લઈ શકીએ નહિ તો આપણે તેને આ રીતે કરી શકીએ આપણે આ 8 માંથી 1 લઈ શકીએ જેથી હવે આપણી પાસે 7 બાકી રહે અને પછી તે 1 ને અહીં કોઈક જગ્યાએ ફરીથી ગોઠવી શકીએ, આપણે અહીં આ 8 ને 7 +10 દશાંશ તરીકે લખી શકીએ, હવે આપણે આ 10 દશાંશને લઈ શકીએ અને તેને અહીં ઉમેરી શકીએ તો આપણે આ ફરીથી લખીએ, 7 - 4 +10 દશાંશ,10 દશાંશ + હવે હું અહીં આ 0.3 ને 3 દશાંશ લખીશ,3 દશાંશ - 5 દશાંશ,5 દશાંશ + 8 શતાંશ - 4 શતાંશ અને અહીં 8 શતાંશ - 4 શતાંશ,4 શતાંશ થાય માટે આપણે તેને લખી શકીએ,તેનો જવાબ 4 શતાંશ થશે,હવે આના બરાબર શું થાય? 7- 4, 3 થશે ત્યારબાદ 10 દશાંશ + 3 દશાંશ,13 દશાંશ થાય અને પછી તેમાંથી 5 દશાંશને બાદ કરીએ,તો આપણી પાસે 8 દશાંશ બાકી રહે અને અહીં આ 4 શતાંશ, આમ આપણને તેનો જવાબ 3.84 મળે છે 3 એકમ 8 દશાંશ 4 શતાંશ અથવા 3 પૂર્ણાંક 84 શતાંશ.