If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશવાળા વધુ જટિલ દશાંશ અપૂર્ણાંકની બાદબાકી માટેની વ્યૂહરચના

દશાંશના સ્થાનની દશાંશ અપૂર્ણાંકની બાદબાકી માટે સલ સ્થાનકિંમત અને વિઘટિત આંકનો ઉપયોગ કરે છે, જેવા કે 2-1.2.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

દશાંશની બાદબાકી કરવાના વધુ ઉદા જોઈએ ધારો કે આપણે 2 - 1 .2 શું થાય તે શોધવા માંગીએ છીએ તમે વિડિઓ અટકાવો અને તેની ગણતરી જાતે જ કરો તેને શોધવા માટેની ઘણી રીત છે તેને શોધવાની એક રીત એ છે કે અહીં આના બરાબર 2 - 1 - 2 દશાંશ લખી શકાય તેને 2 - 1 લખાય અને પછી આપણે તેમાંથી 2 દશાંશને બાદ કરીશું હવે અહીં આ શોધવાનું ખુબ સરળ છે 2 - 1 1 થાય અને પછી આપણે તેમાંથી 2 દશાંશને બાદ કરી શકીએ હવે આપણે અહીં આ 1 ને 10 દશાંશ તરીકે લખી શકીએ 10 દશાંશ જો આપણે તેમાંથી 2 દશાંશને બાદ કરીએ તો આપણને શું મળે જો તમારી પાસે 10 દશાંશ હોય અને તમે તેમાંથી 2 દશાંશને લઇ લો તો તમારી પાસે શું બાકી રહે તમારી પાસે 8 દશાંશ બાકી રહે 8 દશાંશ અહીં આને 0 .8 તરીકે પણ લખી શકાય અથવા 8 /10 હવે અહીં આ જે 1 છે તેને આ રીતે પણ લખી શકાય 1 .0 1 એકમ 0 દશાંશ પરંતુ તેને તે રીતે દર્શાવવાને બદલે આપણે તેને 0 એકમ અને 10 દશાંશ પણ લખી શકીએ જો તમે તેને આ રીતે વિચારો કે 0 એકમ અને 10 દશાંશ તો પછી તેમાંથી 2 દશાંશને બાદ કરવું ખુબ સરળ છે જો તમારી પાસે કંઈકનું 10 હોય અને તમે તેમાંથી તે કંઈકના બે ને દૂર કરો તો તમારી પાસે તે કંઈકનું આ બાકી રહે તમારી પાસે 8 દશાંશ બાકી રહે હવે આપણે તેની કલ્પના સંખ્યા રેખા પર પણ કરી શકીએ તેના માટે આપે અહીં સંખ્યા રેખા દોરીશું અહીં આ સંખ્યા રેખા છે અને આ 0 છે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 અહીં આ 1 છે ત્યાર બાદ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 અને અહીં આ 2 છે હવે આપણે અહીં 2 થી શરૂઆત કરીએ છીએ તેમાંથી 1 અને પછી 2 દશાંશ બાદ કરીએ છીએ તેના વિશે વિચારવાની એક રીત એ છે કે આપણે અહીં સૌ પ્રથમ 1 બાદ કરી શકીએ આ પ્રમાણે અને પછી આપણે તેમાંથી 2 દશાંશ બાદ કરીએ જેનાથી આપણને સંખ્યા રેખા પર આ બિંદુ મળશે અને તે બિંદુ 8 દશાંશ છે તેના વિશે બીજી રીતે પણ વિચારી શકાય હું તમને આ વિડિઓમાં બધી જ રીત વિશે સમજાવવા મંગુ છું ત્યાર બાદ તમે જે રીત સાથે વધારે અનુકૂળ હોવ તે રીતનો ઉપયોગ કરી શકો તમને સમજાઈ જશે કે બધી જ રીતનો ઉપયોગ કરતા આપણને એક સમાન જવાબ મળે છે હવે તમે વિચારી શકો કે 2 અને 1 .2 ની વચ્ચે કેટલો તફાવત છે સંખ્યા રેખા પર 1 .2 અહીં છે આ 1 .2 છે તો 2 અને 1 પૂર્ણાંક 2 દશાંશની વચ્ચે કેટલો તફાવત છે જો હું તમને બીજી રીતે પૂછું તો 1 પૂર્ણાંક 2 દશાંશથી 2 સુધી જવા તમારે તેમાં કેટલા દશાંશ ઉમેરવા પડે તમારી પાસે અહીં 2 દશાંશ છે જો તમારે પછીની પૂર્ણ સંખ્યા મેળવવી હોય તો તમારે તેમાં 8 દશાંશ ઉમેરવા પડે તમારે અહીં 8 દશાંશ અથવા 8 /10 ઉમેરવા પડે આમ 2 અને 1 .2 વચ્ચેનો તફાવત 0 .8 છે આપણે થોડા વધારે ઉદાહરણ જોઈએ ધારો કે આપણે 3 .8 - 1 .5 શું થાય તેની ગણતરી કરવા માંગીએ છીએ વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે અહીં આને 3 - 1 તરીકે જોઈ શકાય આપણે અહીં એકમના સ્થાનની બાદબાકી કરી રહ્યા છીએ અને હવે આપણે દશાંશના સ્થાનની બાદબાકી કરીએ તેથી 8 દશાંશ ઓછા 5 દશાંશ નોંધો કે આપણી પાસે 3 પૂર્ણાંક 8 દશાંશ છે અને પછી આપણે તેમાંથી 1 પૂર્ણાંક 5 દશાંશને બાદ કરી રહ્યાં છીએ હવે આની ગણતરી કરવી ખુબ સરળ છે 3 - 1 2 થાય તેમજ 8 દશાંશ - 5 દશાંશ 3 દશાંશ થશે અને હવે આપણે 2 પૂર્ણાંક 3 દશાંશ કહી શકાય અથવા આપણે તેને 2 .3 પણ કહી શકીએ આપણે વધુ એક ઉદા જોઈએ ધારો કે આપણે 4 .5 4 પૂર્ણાંક 5 દશાંશમાંથી 2 પૂર્ણાંક 8 દશાંશ એટલે કે 2 .8 ને બાદ કરવા માંગીએ છીએ તમે વિડિઓ અટકાવો અને જાતે જ કરવાનો પ્રયત્ન કરો તમે કદાચ અગાઉની રીતે કરવા માંગો સૌ પ્રથમ એકમને બાદ કરીએ 4 - 2 + 5 દશાંશ - 8 દશાંશ આપણે અહીં 4 પૂર્ણાંક 5 દશાંશ માંથી 2 પૂર્ણાંક 8 દશાંશને બાદ કરી રહ્યા છીએ હવે અહીં 4 - 2 2 થશે પરંતુ અહીં તમારી પાસે 5 દશાંશ - 8 દશાંશ છે તેને શોધવા માટેની ઘણી રીત છે પરંતુ જો તમારી પાસે 5 દશાંશ હોય તો તમે તેમાંથી 8 દશાંશને કઈ રીતે દૂર કરી શકો તેના વિશે ઘણી રીતે વિચારી શકાય જો હું અહીં કોઈક રીતે વધુ દશાંશ મેળવી શકું તો અહીં આ 5 દશાંશ છે 5 દશાંશ અને અહીં આ 8 દશાંશ છે 8 દશાંશ જો હું અહીં કોઈક રીતે વધુ દશાંશ મેળવી શકું તો જો હું કોઈક રીતે અહીંથી એકમને વિભાજીત કરી શકું તો કારણ કે 1 એકમ એટલે ૧૦ દશાંશ થાય તો આપણે અહીં આ 2 ને 1 + 1 તરીકે લખી શકીએ અથવા તેને 1 + 10 દશાંશ પણ લખી શકાય 1 + 10 દશાંશ અને હવે જો આપણે તેને આ પ્રમાણે લખીએ તો પછી આપણે આ 10 દશાંશમાં 5 દશાંશને ઉમેરી શકીએ 5 દશાંશને ઉમેરી શકીએ અને પછી તેમાંથી 8 દશાંશને બાદ કરી શકીએ 8 દશાંશ હવે એના બરાબર શું થાય આની ગણતરી કરવી ખુબ સરળ છે 10 દશાંશ + 5 દશાંશ = 15 દશાંશ થાય અહીં આ 15 દશાંશ થશે અને જો તમે તેમાંથી 8 દશાંશને દૂર કરો તો તમારી પાસે 7 દશાંશ બાકી રહે તેથી 1 + અહીં આ આખું 7 દશાંશ થશે અથવા આપણે તેને 0 .7 તરીકે પણ લખી શકીએ અને હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 1.7 જવાબ મળે 1 પૂર્ણાંક 7 દશાંશ હવે અહીંઆ શોધવાની બીજી પણ રીત છે તમે અહીં આ પ્રશ્નને આ પ્રમાણે પણ લખી શકો 4 .5 -2 .5 - 3 .0 4 પૂર્ણાંક 5 દશાંશ ઓછા 2 પૂર્ણાંક 5 દશાંશ ઓછા 3 દશાંશ મેં તેને આ પ્રમાણે કેમ લખ્યું કારણ કે અહીં આ જવાબ શોધવું ઘણો સરળ છે અને જો એક વાર મને તેનો જવાબ મળી જાય તો પછી હું તેમાંથી 3 દશાંશને દૂર કરી શકું ઉદા તરીકે આપણે આ 5 દશાંશ માંથી આ 5 દશાંશને બાદ કરીએ તો આપણી પાસે 0 દશાંશ બાકી રહે અને પછી 4 - 2 કરીએ તો આપણી પાસે 2 બાકી રહે હવે આપણે આ બે માંથી 3 દશાંશને બાદ કરી શકીએ આ ખુબ જ સરળ રીત છે જે તમે તમારા મનમાં પણ કરી શકો તો હવે તમે 2 - 3 દશાંશ કેટલા થાય તમે તેની કલ્પના સંખ્યા રેખા પર પણ કરી શકો તેના બરાબર તમને 1 પૂર્ણાંક 7 દશાંશ મળશે 1 પૂર્ણાંક 7 દશાંશ હવે મેં અહીં આ કેવી રીતે મેળવ્યું તે તમને ન સમજાયું હોય તો તમે તેને આ રીતે વિચારી શકો અહીં આ 1 + 1 - 3 દશાંશને સમાન જ છે હવે અહીં આ 1 ને તમે 10 દશાંશ તરીકે વિચારી શકો ઓછા 3 દશાંશ જેના બરાબર આપણને 7 દશાંશ મળે માટે અહીં આનો જવાબ 7 દશાંશ એટલે કે 0 .7 આવે આમ 1 પૂર્ણાંક 7 દશાંશ એટલે કે 1 .7 જે આપણે અહીં મેળવ્યું આમ દશાંશની બાદબાકી કરવાની ઘણી રીતો છે કેટલીક પદ્ધતિ એવી છે જેમાંથી તમે તમારા મનમાં જ શોધી શકો કેટલીક પદ્ધતિ એવી છે જેનાથી તમે જવાબ તમારા મનમાં જ શોધી શકો