If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 1

Lesson 10: સમૂહ બનાવીને વધુ અંકોનો સરવાળો.

3-અંકની સંખ્યાઓ ઉમેરવી

709+996, 373+88 અને 149+293 સંખ્યાઓનો સરવાળો કરવા માટે સમૂહ બનવતા અથવા વદ્દી લેતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં ત્રણ અલગ સરવાળા કોયડા છે. અને તમે આ વિડીયો અટકાવી, જાતે કરવાનો પ્રયત્ન કરો. પરંતુ આ કરતી વખતે, ધ્યાનમાં રાખજો અને વિચારજો કે ખરેખર વદ્દી એટલે શું ? માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે ચાલો આપણે સાથે કરીએ તો અહીં 9 + 6 છે 9 એકમ + 6 એકમ જુઓ 9 + 6 એ 15 છે આપણે અહીં એકમના સ્થાને 5 લખીએ અને 1 વદ્દી છે અહીં આપણે શું કર્યું ? આ 1 શું દર્શાવે છે જુઓ આપણે તેને દશક ના સ્થાને મુક્યો છે 1 દશક એ દસ દર્શવે છે તો એમ કહેવાય કે 9 + 6 એ 10 + 5 બરાબર છે, જે 1 દશક + 5, એટલે 15 બરાબર છે. હવે દશકના સ્થાને 1 + 0 + 9, જે 10 છે. આથી અહીં આપણે 0 લખીએ અને આ 1 વદ્દી છે. હવે આનો અર્થ શું થશે ? જુઓ આ 1 દશક + 0 દશક + 9 દશક, જે 10 દશક છે  10 દશક એ 100 છે અથવા એમ વિચારી શકાય કે 100, એ 1 સો અને 0 દશક છે આમ, વદ્દી આ દર્શાવે છે. હવે અહીં  1 + 7 + 9 છે જે 17 થશે હવે એ યાદ કરો કે, આ સોનું  સ્થાન છે આથી આ 1 સો વત્તા 7 સો, વત્તા 9 સો અથવા 17 સો છે. અથવા 1 હજાર, 7 સો અને 5 છે અને આ થઇ ગયું હવે આ જોઈએ આ રીતે લખવા પાછળનું કારણ એ છે કે એ ધ્યાનમાં રાખવાનું છે કે યોગ્ય સ્થાનન નીચે જ જે તે સ્થાન લખાય. આથી આ સમસ્યાને આપણે અહીં ફરીથી લખીએ 373 + 88 આપણે એકમની નીચે એકમ, દશકના સ્થાન નીચે દશક લખીશું જેથી સ્થાનકિંમત પ્રમાણે સરવાળો કરી શકાય. તો 3 + 8 બરાબર 11 છે. આ 1 એકમના સ્થાને અને આ 1 દશકના સ્થાને છે 10 + 1 એ 11 છે 1 + 7 બરાબર 8 8 + 8 બરાબર 16 પરંતુ આ 16 દશક છે જે હું અહીં લખું છું જુઓ તે 160 છે. આ 6 એ સાંઠ છે  અને પછી આ 100 છે.  1 + 3 બરાબર 4 પરંતુ આ સો નું સ્થાન છે તેથી 4 સો તો આપણને 461 મળ્યા. હવે છેલ્લે 9 + 3 બરાબર 12 છે.  2 એકમ 1 દશક 12 એ 10 + 2 જેટલું જ છે હવે દશકના સ્થાને 1 + 4 + 9 બરાબર 14 આથી આપણે અહીં 4 લખીએ અને 1 વદ્દી યાદ રાખો આ 10 + 40 + 90, એટલે કે 140 છે જે 40 + 100 જેટલું છે અને પછી 1 + 1 + 2 બરાબર 4 છે પરંતુ આ સો નું સ્થાન છે આથી આ 1 સો, વત્તા 1 સો, વત્તા 2 સો અથવા 4 સો અને આ થઇ ગયું.