If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મૂળભૂત સરવાળો

સરવાળાનો પરિચય. સરવાળાને વિવિધ આકૃતિઓ વડે દર્શાવવાની અલગ અલગ રીતો શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં મૂળભૂત સરવાળા વિશેની પ્રસ્તુતિ છે ચાલો શરુ કરીયે ચાલો આપણે એકદમ સરળ કોયડાથી શરુ કરીયે કારણકે ઘણા બધા માટે આ સરળ નથી એક વતા એક આ તમને ખબર જ હશે પરંતુ મારે તમને એક રીત બતાવવી છે જેના દ્વારા તમને આ યાદ નહિ હોય તો પણ કરી શકો જુઓ મારી પાસે આ એક અવોકાડો છે અને પછી તમે મને બીજું અવોકાડો આપો છો તો હવે મારી પાસે કેટલા અવોકાડો છે જુઓ મારી પાસે એક બે અવોકાડો છે આમ એક વતા એક બરાબર બે મને ખબર છે તમને લાગતું હશે આ તો ખૂબ સરળ છે ચાલો થોડું આછું સરળ લઈએ મને અવોકાડો ગમે છે તો તેજ રાખીયે તો ત્રણ વતા ચાર આપણે અવોકાડો જ રાખીયે જે એક ફળ નું નામ છે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે ચાલો મારી પાસે ત્રણ અવોકાડો છે એક બે ત્રણ અને તમે મને બીજા ચાર અવોકાડો આપો છો આ ચારને હું પીળા રંગથી દર્શાવું છું જેથી ખ્યાલ રહે તમે મને આપ્યા છે એક બે ત્રણ ચાર હવે મારી પાસે કેટલા અવોકાડો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત અવોકાડો છે ત્રણ વતા ચાર બરાબર સાત થશે હવે આ કરવાની અન્ય રીત તમને બતાવું છું તેને સંખ્યા રેખા કહેવાય છે અને હું જયારે મનમાં ગણતરી કરું છું ત્યારે આજ રીતે કરું છું જેથી યાદ નહિ રાખવું પડે આ સંખ્યા રેખા છે અહીં બધી સંખ્યા હું ક્રમમાં લખું છું અને જેટલી સંખ્યાની જરૂર પડી શકે તે બધી સંખ્યા લખું છું તો પ્રથમ સંખ્યા શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર આ આગળ વધતી રહે છે આપણે ત્રણ વતા ચારનો સરવાળો કરતા હતા તો ત્રણથી શરુ કરીયે અને આપણે તેમાં ચાર ઉમેરીએ તો આપણે સંખ્યારેખા ઉપર આગળ જઈશું ચાર એકમ વધારે તો એક બે ત્રણ ચાર ધ્યાન રાખો આપણે એક બે ત્રણ ચાર કદમ વધ્યા અને અહીં સાત પર પહોંચ્યા જે આપણો જવાબ છે બીજા થોડાક ઉદાહરણ જોઈએ હું તમને પૂછું કે આઠ વતા એક બરાબર શું છે કદાચ તમને ખબર જ હશે જુઓ તમે સંખ્યારેખા ઉપર આઠથી શરુ કરો છો અને એક ઉમેરો છો આઠ વતા એક બરાબર નવ આઠ વતા એક બરાબર નવ છે ચાલો થોડો અઘરો કોયડો જોઈએ જુઓ સરવાળો કરતા ક્યારે નિરુત્સાહ થઇ જવાય પરંતુ તમે વર્તુળ દોરી શકો સંખ્યારેખા દોરી શકો અને જેમ મહાવરો કરતા રહેશો એમ આવડી જશે પછી તમે અડધીજ સેકન્ડમાં જવાબ આપી શકશો માત્ર મહાવરો કરતા રહો હું અહીં ફરીથી સંખ્યારેખા દોરું છું આ સારી રીતે દોરાયેલી છે તો શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ચાલો થોડો મુશ્કેલ કોયડો લઈએ પાંચ વતા છ શું થશે જો તમે ઈચ્છો તો વિડિઓ અટકાવીને જાતે પ્રયત્ન કરી શકો તમને કદાચ જવાબ મળી ગયો હશે અને હું આને મુશ્કેલ કોયડો એટલે કહું છું કે તેનો જવાબ આપણી આંગળીયો કરતા વધારે છે ચાલો તે જોઈએ આપણે પાંચ થી શરુ કરીને પછી છ ઉમેરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને આપણને અગિયાર મળે છે આમ પાંચ વતા છ બરાબર અગિયાર થશે હવે હું તમને પૂછું છું કે છ વતા પાંચ બરાબર શું થશે જો આપણે સંખ્યાનો ક્રમ બદલી દઈએ તો સરખોજ જવાબ મળે છે ચાલો જોઈએ એને હું અલગ રંગથી દર્શાવું છું આપણે છ થી શરુ કરીયે અને પાંચ ઉમેરીએ એક બે ત્રણ ચાર અને પાંચ આપણે તેજ સંખ્યા પર પહોંચ્યા જે અગિયાર છે તમે ઘણા બધા કોયડાઓનો મહાવરો કરશો તો જોશો કે આ હંમેશા ઉપયોગી છે ક્રમ બદલવાથી ફેરફાર થતો નથી પાંચ વતા છ એ છ વતા પાંચ જેટલી જ કિંમત છે આ અર્થ પૂર્ણ છે જો મારી પાસે પાંચ અવોકાડો છે અને તમે મને છ આપો છો તો મારી પાસે અગિયાર થશે અને મારી પાસે જો છ અવોકાડો હોય અને તમે મને પાંચ આપો તો પણ તે અગિયાર થશે આજ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને વધુ કોયડાઓ ઉકેલીએ આપણને વધુ મૂંઝવણ નહિ થાય તેથી હવે સફેદ રંગનો ઉપયોગ કરીયે આઠ વતા સાત શું થશે જુઓ તમે વાંચી શકો છો આઠ અહીં છે આપણે તેમાં સાત ઉમેરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે પંદર ઉપર પહોંચીયે છીએ આઠ વતા સાત બરાબર પંદર છે કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે આવા કોયડાઓ કેવી રીતે ઉકેલવા હવે તમે આગળ થોડા ગુણાકાર શીખશો પરંતુ જયારે ગણિત શીખવાની શરૂઆત કરો ત્યારે આવા કોયડાઓનો મહાવરો કરવો જરૂરી છે અને પછી તમે તે યાદ રાખતા થઇ જાઓ છો તમે જયારે આ વિડિઓ જોવો છો અત્યારે ત્યારે શું અનુભવો છો તે યાદ રાખજો પછી જયારે સમય જતા કદાચ ત્રણ એક વર્ષ પછી આ વિડિઓ જોશો ત્યારે તમે આ અનુભવ યાદ કરજો તમે કહેશો ઓહો આ તો ખૂબ જ સરળ છે હવે તમે આવા કોયડાઓ કરી શકો છો જો તમને ખબર નહિ તો મદદ નું બટન દબાવશો તો તે વર્તુળ દેખાશે જેને તમે ગણી શકશો અથવા તમે જાતે વર્તુળ દોરી શકો અથવા તમે સંખ્યારેખા દોરી શકો જેવી રીતે અહીં દોરી છે એમ મને લાગે છે હવે સરવાળો કરવો તમારા માટે ખૂબ સરળ છે ગણિત શીખવાનો આનંદ લેતા રહો