If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 1

Lesson 11: સમૂહ બનાવીને વધુ અંકોની બાદબાકી

1000 સુધીની 3-અંકની બાદબાકી માટે અજ્ઞાત સંખ્યા

એકથી વધુ અંક ધરાવતી બાદબાકીના કોયડાઓમાં અજ્ઞાત મુલ્ય શોધવા સંખ્યારેખાનો ઉપયોગ કરો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે આપણને કહેવામાં આવ્યું છે કે 495 = 621 - __, તો અહીં આ __ શું થાય? વિડીઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો,હવે આપણે તે સાથે મળીને કરીશું, તે શોધવા માટેની એક રીત સંખ્યારેખાનો ઉપયોગ કરવાની છે, જ્યારે તમે 621 માંથી કોઈક સંખ્યાને બાદ કરો, ત્યારે તમને 495 મળે છે,તો હવે આપણે તે બંને સંખ્યાઓને સંખ્યારેખા પર દર્શાવીએ, અહીં આ મારી પાસે સંખ્યારેખા છે, આપણે અહીં 621 થી શરૂઆત કરીશું, તેમાંથી આપણે આ __ ને બાદ કરીશું જેનાથી આપણને જવાબ 495 મળશે તો ધારો કે અહીં આ સંખ્યા 621 છે અને હવે આપણે આ સંખ્યા માંથી __ ને બાદ કરી રહ્યા છીએ,જેનાથી આપણને 495 મળે છે માટે આ સંખ્યા 495 છે, તો આપણે અહીં કઈ સંખ્યાને બાદ કરી રહ્યા છીએ?અહીં આ __ છે, જેને હું બાદ કરી રહી છું અને આપણે તે __ શોધવાની જરૂર છે તમે 621 થી 495 પર કઈ રીતે જઈ શકો? મારા મત પ્રમાણે સૌ પ્રથમ આપણે અહીંથી 21 ને બાદ કરીએ જેનાથી આપણને 600 મળશે તો આપણે અહીં સૌ પ્રથમ 21 ને બાદ કરીએ, જેનાથી આપણને 600 મળે ત્યારબાદ આપણે આ સંખ્યામાંથી બીજા 100 બાદ કરી શકીએ,આપણે બીજા 100 બાદ કરી શકીએ તેથી આપણને અહીં 500 મળશે,હવે જો આપણે 500 માંથી 5 ને બાદ કરીએ તો આપણને 495 મળે,મેં અહીં આ સંખ્યાઓને ચોક્કસ કારણથી પસંદ કરી છે જો આપણે 21 ને બાદ કરીએ તો આપણને 600 મળે,મેં અહીં 600 મેળવવા 21 પસંદ કર્યું ત્યારબાદ 500 મેળવવા 100 પસંદ કર્યું અને અંતે 495 મેળવવા આ 5 પસંદ કર્યું,મેં અહીં સૌ પ્રથમ 21 બાદ કર્યું, ત્યારબાદ તેમાંથી 100 બાદ કર્યું અને અંતે 5 બાદ કર્યું, તેથી 21 બાદ કર્યું, ત્યારબાદ 100 બાદ કર્યું અને પછી તેમાંથી 5 બાદ કર્યું તો મેં અહીં કુલ કેટલી સંખ્યા બાદ કરી? આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ 621 - આ સંખ્યાઓ જેના બરાબર 495 મળે છે, જો આપણે 100 બાદ કરીએ અને પછી તેમાંથી 5 બાદ કરીએ તો અહીં આ - 105 થશે અને ત્યારબાદ જો તેમાંથી વધુ 21 બાદ કરીએ તો તે -126 થાય, આમ,આપણે 621 માંથી 495 મેળવવા 126 ને બાદ કર્યા,495 = 621 - 126, હવે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ કોઈક આપણને પૂછે છે કે __ - 435 = 210 થાય છે તો અહીં આ પરિસ્થિતિમાં __ શું હોય? અહીં આ પરિસ્થિતિ થોડી જુદી છે આપણે અહીં એ શોધવાનો પ્રયત્ન નથી કરી રહ્યા કે મોટી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરવાની છે? પરંતુ આપણે અહીં મોટી સંખ્યા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મોટી સંખ્યા - 435 = 210, ફરીથી આપણે તે શોધવા સંખ્યારેખાનો ઉપયોગ કરી શકીએ,આપણે અહીં __ થી શરૂઆત કરીશું, તેમાંથી 435 ને બાદ કરીશું તેનાથી આપણને જવાબ 210 મળે, આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ, હું આ __ને પ્રશ્નાર્થ ચિન્હ કહીશ, હું અહીં પ્રશ્નાર્થ ચિન્હ મૂકીશ, હવે આપણે આ __ માંથી 435 ને બાદ કરીએ છીએ,તેથી - 435 આ પ્રમાણે અને તેનાથી આપણને જવાબ 210 મળે છે તો હવે અહીં આ __ શોધવા આપણે બીજી રીતે જઈ શકીએ, આપણે આ 210 થી શરૂઆત કરીએ અને પછી તેમાં 435 ઉમેરીએ,આપણે 210 માં 435 ઉમેરી શકીએ + 435,હવે 210 +435 શું થાય?તે શોધવાની ઘણી બધી રીત છે,હું ઈચ્છું છું કે તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરો,સૌ પ્રથમ આપણે અહીં 400 ઉમેરીશું,સૌ પ્રથમ આપણે અહીં 400 ઉમેરીશું,જો આપણે 210 માં 400 ઉમેરીએ તો આપણને જવાબ શું મળે? 200 + 400 એટલે કે આપણને અહીં જવાબ 610 મળે, ત્યારબાદ જો આપણે તેમાં વધુ 30 ઉમેરીએ,જો આપણે તેમાં વધુ 30 ઉમેરીએ તો આપણે અહીં 1 દશકમાં 3 દશક ઉમેરીશું માટે તેના બરાબર 640 થાય અને ત્યાર પછી આપણે તેમાં 5 ઉમેરીશું,જો આપણે તેમાં 5 ઉમેરીએ તો આપણને 645 મળે તેથી આ આપણો જવાબ છે ,645 - 435 =210.