If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 1

Lesson 11: સમૂહ બનાવીને વધુ અંકોની બાદબાકી

ભાગ પાડીને બાદબાકી કરો

સ્થાનકિમતની મદદથી સંખ્યાના ભાગ પાડી 2- અને 3-અંકની બાદબાકીના કોયડાઓ ઉકેલો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને કહેવામાં આવ્યું છે કે 853 - 283 કઈ રીતે કરી શકાય? તેની લીનાને ખાતરી નથી, અભિવ્યક્તિ પસંદ કરીને લીનાને મદદ કરો,જે 853 - 283 ને સમાન જ હોય આપણે તે સાથે મળીને કરીએ તે પહેલા તેમ વિડિઓ અટકાવો અને તે જાતે જ કરો,જો આપણે અહીં દરેક વિકલ્પને જોઈએ તો તે બધા જ વિકલ્પ 853 થી શરૂ થાય છે,જો આપણે પ્રથમ વિકલ્પની વાત કરીએ તો તેઓ 853 માંથી સૌપ્રથમ 200 ને બાદ કરે છે,તે સાચું છે કારણકે અહીં આપણી પાસે 200 છે ત્યારબાદ તેઓ તેમાંથી 50 ને બાદ કરે છે અને પછી તેઓ 3 ને બાદ કરે છે માટે આ 200 અને 3 સાચું છે આપણે આ 853 - 283 ને આ રીતે લખી શકીએ, 853 - 200- 80 કારણકે 8 દશક છે - 3 પરંતુ અહીં તેઓએ 80 લખવાને બદલે 50 લખ્યું છે માટે આપણે આ વિકલ્પને દૂર કરીએ,હવે આપણી પાસે બીજા વિકલ્પમાં 853 - 20 - 800 - 3 છે અહી આ થોડું વિચિત્ર છે કારણ કે આપણી પાસે બે દશક નહીં પરંતુ બે 100 છે તેવી જ રીતે આપણી પાસે 800 નહીં 8 દશક છે પરિણામે આ વિકલ્પ પણ ખોટો છે તેથી આપણો જવાબ આ હોવો જોઈએ પરંતુ આપણે તેની ખાતરી કરી લઈએ તો અહીં આપણી પાસે અંતિમ વિકલ્પમાં 853 - 200 - 53 - 30 છે, શું આ યોગ્ય છે? શું આ સાચું છે? આપણે તેના વિશે વિચારીએ તેઓ સૌપ્રથમ 853 માંથી 200 ને બાદ કરી રહ્યા છે જે અહીં આ ભાગ છે,જે આ થશે,તે સાચું છે ત્યારબાદ તેઓ તેમાંથી 53 બાદ કરે છે અને પછી અંતે 30 ની બાદબાકી કરે છે માટે અહીં આ બાબત 83 ને બાદ કરવાને સમાન જ થાય કારણ કે આપણે 83 બાદ કરવું એ 53 ને બાદ કરવું અને પછી તેમાંથી 30 ને બાદ કરવાને સમાન જ છે, 83 = 53 + 30 થાય. હવે તમને કદાચ એવું થશે કે તેઓએ આ રીતે શા માટે લખ્યું? શું આ રીતે બાદબાકી કરવી સરળ છે?જો તમે ગણતરી કરો તો અહીં આ 853 - 200 , 653 થાય અને પછી તમે તે 653 માંથી 53 ને બાદ કરો તો તમારી પાસે 600 બાકી રહે અને ત્યારબાદ 600 - 30 , 570 થાય અહીં તમારી પાસે 60 દશક છે અને આ 3 દશક છે અને તેથી જ તેઓએ 83 ને આ રીતે વિભાજિત કર્યું,80 અને 3 માં વિભાજીત કરવાને બદલે તેઓ 80 ને 53 અને 30 તરીકે લખે છે જેથી આપણે આ 653 માંથી 53 ને સરળતાથી બાદ કરી શકીએ,આમ આપણો જવાબ વિકલ્પ C થાય, હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું,અહીં આપણને ખાલી જગ્યા પૂરવાનું કહેવામાં આવ્યું છે,143 - 79 એ ____- 80 ને સમાન જ છે. તો તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો અહીં મહત્વની બાબત એ છે કે જ્યારે તમારી પાસે આ પ્રકારનો તફાવત હોય જો તમે આ બંને સંખ્યાઓમાં એક સમાન સંખ્યા ઉમેરો અથવા બાદ કરો તો પણ આ તફાવત સમાન જ રહે માટે અહીં એવું લાગી રહ્યું છે કે તેઓ 79 માં 1 ઉમેરીને તેને 80 બનાવી રહ્યા છે હવે જો આપણે આ તફાવત સમાન જ રાખવો હોય તો આપણે આ 143 માં પણ 1 ઉમેરવો પડે, આ રીતે, જો આપણે 143 માં 1 ઉમેરીએ તો આપણને 144 મળે,બંને સંખ્યામાં એક સમાન સંખ્યા ઉમેરતા તેમનો તફાવત સમાન જ રહે છે, આમ આપણે પૂરું કર્યું અહીં જવાબ 144 -1.