If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: અંક ગણિત  > Unit 1

Lesson 11: સમૂહ બનાવીને વધુ અંકોની બાદબાકી

ત્રણ અંકની બાદબાકીના શાબ્દિક કોયડાઓ

3-અંકની બાદબાકીનો સમાવેશ થતો હોય એવા શાબ્દિક કોયડાઓ સાથે કામ કરવુ.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સમીર જ્યાં રહે છે,શહેરના તે ભાગમાં ત્યાં 461 રહેઠાણ છે તેણે ગણતરી કરી કે તે રહેઠાણમાંથી 352 એપાર્ટમેન્ટ છે,કેટલા રહેઠાણ એપાર્ટમેન્ટ નથી? હંમેશાની જેમ તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો, હવે આપણે તે સાથે મળીને કરીશું તો આપણે અહીં 461 રહેઠાણથી શરૂઆત કરીએ છીએ માટે 461 અને આપણે એ જાણવા માંગીએ છીએ કે તેમાંના કેટલા રહેઠાણ એપાર્ટમેન્ટ નથી માટે આપણે એવી સંખ્યા લઇશું જે અપાર્ટમેન્ટ છે, તે કહે છે કે રહેઠાણમાંથી 352 એપાર્ટમેન્ટ છે તેથી આપણે અહીં એ સંખ્યા લઈશું જે અપાર્ટમેન્ટ છે આ બાદબાકી કરતા આપણી પાસે જે સંખ્યા બાકી રહેશે તે સંખ્યા એપાર્ટમેન્ટ ન હોય તેવા રહેઠાણ છે,તેથી આપણે ફક્ત 461 - 352 શું થાય?તે શોધવાનું છે,આપણે બીજા વિડીઓમાં વાત કરી ગયા છીએ કે આ બાદબાકી કરવાની ઘણી રીતો છે,આપણે 352 ને જુદી જુદી સ્થાનકિંમતમાં વિભાજીત કરી શકીએ,આપણે કહી શકીએ કે આના બરાબર 461 - ત્રણ 100 એટલે કે 300 - 5 દશક એટલે કે 50 - 2 એકમ થાય,જો આપણે 461 માંથી 300 ને બાદ કરીએ તો આપણી પાસે 161 બાકી રહે, આપણે 400 માંથી 300 ને દૂર કરી રહ્યા છીએ અને પછી તેમાંથી 50 ને બાદ કરીએ તો 61 - 50 શું થાય?તેના બરાબર 11 થશે માટે 161 - 50 = 111 અથવા જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તમે અહીં 6 દશકમાંથી 5 દશકને દૂર કરી રહ્યા છો તેથી તમારી પાસે 1 દશક બાકી રહે,આમ 100, 1 દશક અને 1 એકમ માટે આનો જવાબ 111 થાય,ત્યારબાદ આપણે તેમાંથી 2 ને બાદ કરીએ, 11 – 2, 9 થાય તેથી 111 – 2 , 109 થાય પરંતુ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે બાદબાકી કરવાની ઘણી રીત છે, તમે એવું વિચારી શકો કે 352 બાદ કરવા કરતા 350 ને બાદ કરવો સરળ છે તેથી તમે આ બંને સંખ્યામાંથી 2 ને બાદ કરો આપણે 461 માંથી 2 બાદ કરીએ જો 461 માંથી 1 બાદ કરીએ તો 460 બાકી રહે અને તેમાંથી ફરી એકવખત 1 બાદ કરીએ તો 459 બાકી રહે - 352 માંથી 2 બાદ કરીએ તો 350 બાકી રહે,અહીં આ કરવા પાછળનો ખ્યાલ એ છે કે જો તમે એક સમાન સંખ્યાને ઉમેરો અથવા બાદ કરો તો 2 સંખ્યા વચ્ચેનો તફાવત બદલાતો નથી,હવે અહીં તમે એવું વિચારી શકો કે 400 - 300 = 100 થાય,59 - 50 = 9 થાય,આમ તમને પરિણામ એક સમાન જ મળશે પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે આપણે 461 માંથી 352 ને બાદ કરવાનું છે અને તેની ગણતરી કરવા માટેની ઘણી રીતો છે.