જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 1 બાદ કરવો

સલ સ્થાન કિંમત વિશે વિચારીને 46 માંથી 4 બાદ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે 46 ની સંખ્યા છે, આપણી પાસે 4 એ દશકના સ્થાને છે, આમ, તે ચાર દશક દર્શાવે છે, અને આપણે જોઈ શકીએ છીએ એક, બે, ત્રણ, ચાર દશક આ દશક છે, આ દશક છે, આ દશક છે, અને આ પણ દશક છે. આ દરેકમાં દસ ખાનાં છે, તો બધા ભેગા મળીને આપણી પાસે કુલ ચાર દશક અથવા 40 જાંબલી ખાનાં છે અને પછી આપણી પાસે છ એ એકમના સ્થાને છે, અહીં આપણે જોઈ શકીએ છીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ એકમ આમ, આપણે લખી શકીએ 46, આપણે આજ રંગનો ઉપયોગ કરીશું, 46 બરાબર ચાર દશક, વત્તા છ એકમ ચાલો આપણે કંઈક રસપ્રદ કરીએ ચાલો બાદ કરીએ, 46 માંથી 4 એકમ બાદ કરીએ આપણે વિચારીએ શું થાય આપણે 46 થી શરૂ કરીએ, 46 અને આપણે એમાંથી 4 બાદ કરીશું આપણે ચાર ઓછા કરીએ છીએ તો આને બરાબર શું થશે, કેટલા દશક ? વત્તા કેટલા એકમ કોઈ ચોક્કસ સંખ્યા દશકના સ્થાને અને કોઈ ચોક્કસ સંખ્યા એકમના સ્થાને હશે તો એટલા દશક વત્તા કોઈ ચોક્કસ એકમ આથી આ જગ્યા અહીં ખાલી રાખી છે તો આપણને કેટલાં દશક મળશે ? જુઓ આપણે 46 થી શરૂ કર્યું, એમાંથી આપણે ચાર એકમ બાદ કરીએ, આમ, આપણે ચાર એકમ અહીંથી બાદ કરીએ એટલે કે ઓછા કરીએ છીએ તો આપણી પાસે કેટલાં દશક છે ? જુઓ, આપણી પાસે હજુ પણ ચાર દશક છે, તો હું 4 દશક અહીં લખું છું પરંતુ હવે એકમ કેટલા છે ? હવે આપણી પાસે માત્ર 2 એકમ છે માત્ર 2 એકમ અને તમે જોઈ શકો છો કે જયારે તમારી પાસે 4 દશક અને છ એકમ છે અને તમે 4 એકમ બાદ કરો છો અહીં 6 ઓછા 4 એ 2 એકમ છે હું અહીં ફરીથી લખું છું 46 ઓછા 4 બરાબર 4 દશક અહીં 4 એ દશક ના સ્થાને છે અને પછી 2 એકમ 2 એ એકમ ના સ્થાને છે 46 ઓછા 4 એ 42 છે તે તમે અહીં જોઈ શકો છો આપણે માત્ર એકમ ના સ્થાને 6 માંથી 4 લીધા છે એટલે કે બાદ કાર્ય છે