If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંદર્ભના અર્થમાં ભાગાકાર

સલ ભાગાકારની પદાવલીઓને વાસ્તવિક જગતના સંદર્ભમાં સાંકળે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે 42 ભાગ્યા 7 સાથે આપણે કયા પ્રશ્નને ઉકેલી શકીએ? તેઓએ આપણને અહીં 3 જુદી જુદી પરિસ્થિતિઓ આપી છે, તેમાંથી આપણે એકને પસંદ કરવાનું છે આપણે સાથે મળીને કરીએ તે પહેલા તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે ઉકેલવાનો પ્રયત્ન કરો,હવે આપણે તે સાથે મળીને કરીશું, પ્રથમ વિકલ્પને જોઈએ,સ્ટીવને 42 કેંડીબાર તેની બેગમાં મૂકી,તેમાંથી તેણે 7 તેના મિત્રોને આપી, તો સ્ટીવન પાસે કેટલી કેંડીબાર બાકી રહી? અહી આ ભાગાકારનો પ્રશ્ન લાગતો નથી,અહીં આ પરિસ્થિતિમાં તેણે 42 કેંડીબેરથી શરૂઆત કરી અને 7 કેંડીબેર તેના મિત્રોને આપી માટે આ અભિવ્યક્તિ 42 - 7 થાય, તે 42 ભાગ્યા 7 થશે નહીં માટે આપણે આ વિકલ્પને દૂર કરીએ,જૂલી પાસે જેલીબીનની 7 બેગ હતી,ત્યાં એક બેગમાં 42 જેલીબીન છે તો જૂલી પાસે કેટલી જેલીબીન છે? ત્યાં દરેક 7 બેગમાં 42 જેલીબીન છે માટે અહી આ 7 ગુણ્યાં 42 થાય, તે 42 ભાગ્યા 7 થશે નહીં માટે આપણે આ વિકલ્પને પણ દૂર કરીશું,લીસા એક અઠવાડિયામાં કુલ 42 મિનિટ દોડી,જો તે દરરોજ એકસમાન મિનિટ દોડી હોય તો તે એક દિવસમાં કેટલી મિનિટ દોડી? લિસા એક અઠવાડિયામાં 42 મિનિટ દોડી માટે 42 લખીએ અને તે રોજ જ એકસમાન મિનિટ દોડે છે, એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે તેથી જો તમારે તે એક દિવસમાં કેટલી મિનિટ દોડી તે શોધવું હોય તો તમારે અઠવાડિયાની કુલ મિનિટને અઠવાડિયાના કુલ 7 દિવસ વડે ભાગવું પડે,આમ,અહીં આ અભિવ્યક્તિ આપણને જણાવે છે કે લિસા એક દિવસમાં કેટલી મિનિટ દોડી?આપણે આ અભિવ્યક્તિ સાથે આ પ્રશ્નને ઉકેલી શકીએ,તેથી આપણે વિકલ્પ c પસંદ કરીશું,વધુ એક ઉદાહરણ જોઈએ,રોશન પાસે 21 ચોકલેટ છે અને તે દરેક બોક્ષમાં 3 ચોકલેટ મૂકે છે,અભિવ્યક્તિ 21 ભાગ્યા 3 શું દર્શાવે?ફરીથી વિડિઓ અટકાવો અને જુઓ કે તમે તે જાતે જ કરી શકો છો કે નહીં,અહીં આ પરિસ્થિતિમાં આપણે 21 થી શરૂઆત કરી રહ્યા છીએ અને પછી આ 21 ને 3 ના એકસરખા સમૂહમાં વિભાજિત કરી રહ્યા છીએ માટે અહીં આ 3 સમૂહ દર્શાવે છે,અહીં આપણી પાસે 3 ના સમૂહ છે,તેથી જો આપણે 21 ને 3 ના સમૂહમાં વિભાજિત કરીએ તો અહીં આ અભિવ્યક્તિ આપણને કેટલા સમૂહ મળે તે દર્શાવે,આપણે 21 ભાગ્યા 3 લખીએ, 21 ભાગ્યા 3, જ્યાં અહીં આ 3 એ સમૂહ દર્શાવે છે, આપણી પાસે સમૂહ છે અને આના બરાબર આપણને કોઈકે જવાબ મળશે અને આ જે જવાબ છે તે આપણને કેટલા સમૂહ મળે છે તે જણાવે,અહીં આપણને કેટલા સમૂહ મળે છે તે જણાવે,આ ઉદાહરણમાં સમૂહ તરીકે બોક્ષ આપેલું છે, તેથી આપણો જવાબ અહીં વિકલ્પ a આવશે, દરેક બોક્ષમાં ચોકલેટની સંખ્યા તે આપણને આપેલી છે, તે 3 છે, ચોકલેટની કુલ સંખ્યા તે પણ આપણને આપવામાં આવી છે, તે 21 છે માટે 21 ભાગ્યા 3,21 ભાગ્યા 3,બોક્ષની સંખ્યા દર્શાવે,આપણે વધુ એક ઉદાહરણ જોઈએ,આકાશ, બિરવા અને મારીઆ,12 કુકીના બોક્ષને એકસરખા ભાગે વિભાજિત કરે છે,દરેક મિત્ર કેટલીક કૂકી મેળવશે તે શોધવામાં આપણને કંઈ અભિવ્યક્તિ મદદ કરે? ફરીથી તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે ઉકેલવાનો પ્રયત્ન કરો તો આપણે અહીં 12 કૂકીથી શરૂઆત કરી રહ્યા છીએ માટે 12 અને આપણે તેને એકસરખા ભાગે વિભાજીત કરી રહ્યા છીએ,આપણે અહીં કેટલી વ્યક્તિઓ વચ્ચે વિભાજિત કરીએ છીએ? આપણે એક આકાશ બીજું બિરવા અને ત્રીજું મારીઆની વચ્ચે વિભાજીત કરી રહ્યા છીએ એટલે કે આપણે ફૂકીને 3 એકસરખા ભાગમાં વિભાજિત કરી રહ્યા છીએ,તમે અહીં આનો જવાબ જાણો જ છો પરંતુ આપણે તે શોધવાનું નથી તો અહીં દરેક મિત્ર કેટલી કૂકી મેળવશે? તે12 ભાગ્યા 3 જેટલી ફૂકી મેળવશે,તેથી આપણે વિકલ્પ a ને પસંદ કરીશું,3 ભાગ્યા 12 યોગ્ય નથી,તમે 3 કૂકીથી શરૂઆત કરતા નથી કે તમે તેને 12 વ્યક્તિમાં એકસરખા ભાગે વિભાજિત પણ કરતા નથી માટે આ ખોટું છે,ત્યારબાદ 12 ભાગ્યા 2 આપણે 12 કૂકીથી શરૂઆત કરીએ છીએ પરંતુ તેને 3 એકસરખા ભાગમાં વિભાજિત કરીએ છીએ,2 એકસરખા ભાગમાં નહીં.