મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :8:04

10, 100 અને 1000 ના અવિયાવીઓ સાથે 1 અંકની સંખ્યાનો ગુણાકાર

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો દસ સો અને હજાર વડે ગુણાકાર વિષે ચર્ચા કરીએ અને આ દરેક સાથે ગુણાકારની એક ચોક્કસ ભાત છે ચાલો આપને ચાર ગુણ્યા દસથી શરુ કરીએ જે જાણીયેજ છીએ ચાર વખત દસ એ ચાર દશક બરાબર છે ચાર દશક એને આપણે બીજી રીતે દર્શાવી શકીએ અને ચાર દશકને દસ વતા દસ વતા ત્રીજા દસ વતા ચોથા દસ તરીકે દર્શાવી શકાય અને હવે તે ગણીએ દસ વતા દસએ વીસ છે વતા દસએ ત્રીસ અને વતા દસએ ચાળીસ છે આમ આનો ઉકેલ ચાળીસ છે અથવા ચારની પાછળ શૂન્ય છે અને આ ભાત વિષે આગળ જોયું છે આપણે જયારે ચારનો દસ સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે પુર્ન્સંખ્યા ચાર અને તેની પાછળ એક શૂન્ય ઉમેરીએ છીએ જે આ ગુણ્યા દસ માટે છે વધુ એક ઉદાહરણ જોઈએ જેમકે આઠ ગુણ્યા દસ આઠ ગુણ્યા દસએ આઠદશક જેટલું છે અને આ વખતે તે આપણે ગણી શકીએ તો તે દસ વીસ ત્રીસ ચાળીસ પચાસ સાઈઠ સીતેર એસી છે જો હું આઠ દશક ગણું તો તેનો જવાબ એસી છે અથવા આઠ અને તેની પાછળ શૂન્ય આમ ગુણ્યા દસ જયારે પણ કોઈ સંખ્યાને દસવડે ગુણીએ તો જેતે સંખ્યાને અંતે આપને શૂન્ય ઉમેરીએ છીએ વધુ એક ઉદાહરણ જોઈએ આમ હવે આપણે દશક વિષે જે જાણીએ છીએ તેનો સોની સંખ્યામાં ઉપયોગ કરીએ જેમકે બે ગુણ્યા સો આપણે આ બે એક રીતે વિચારી શકીએ એક રીતે જોઈએ તોતે બેસો બરાબર છે જે સો વતા સો છે જે બે સો છે કુલ બે સો અથવા બે અને સાથે બે શૂન્ય હવે અહી બે શૂન્ય છે અન્ય રીતે વિચારીએ તો આ બે ગુણ્યા સો ગુણ્યા સો ને બદલે દસ ગુણ્યા દસ કરી શકાય કારણકે દસ ગુણ્યા દસ એ સો જેટલીજ કિંમત છે અને બે ગુણ્યા દસ આપને જાણીએ છીએ કે તે બે અને તેની પાછળ શૂન્ય જે વીસ છે અને ગુણ્યા દસ વીસ ગુણ્યા દસ બરાબર વીસ અને પાછળ શૂન્ય આપણે બે શૂન્ય ઉમેર્યા કારણકે આપણે બે વખત દસ વડે ગુણાકાર કર્યો અને સો વડે ગુણાકાર પણ આવોજ છે તે બે વખત દસ વડે ગુણાકાર છે આમજો દસવડે ગુણાકાર કરીએતો એક શૂન્ય અને સોવડે ગુણાકાર કરીએ તો બે શૂન્ય ઉમેરાય આમ આપણો ઉકેલ બસો છે આપણે આગળ હજાર માટે પણ વિચારી શકીએ ચાલો નવ ગુણ્યા એક હજાર કરવાનો પ્રયત્ન કરીએ આપણે તેને નવ હજાર તરીકે વિચારી શકીએ અને પછી આ એક હજાર આ બેહજાર ત્રણહજાર ચારહજાર પાંચહજાર આ પાંચહજાર છહજાર સાતહજાર આઠહજાર નવહજાર જયારે હું નવ વખત એકહજાર ગણું તો તેનો ઉકેલ નવહજાર છે જો આ સંખ્યા જુઓ તો મૂળ સંખ્યા નવ છે જે પૂર્ણસંખ્યાની પાછળ ત્રણ શૂન્ય છે આમ નવ ગુણ્યા એકહજાર બરાબર નવહજાર અથવા નવ અને ત્રણ શૂન્ય છે આપણે આગળ જોયું તે પ્રમાણે દશક વિષે જોઈએ તો જયારે દસ વડે ગુણાકાર કરીએ તો એક શૂન્ય ઉમેરાય દશકના સંદર્ભમાં એકહજાર વિષે વિચારીએ એક હજાર બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ છે દસ ગુણ્યા દસ બરાબર સો છે અને સો ગુણ્યા દસ બરાબર એકહજાર છે આમ એક હજારને બદલે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ લખી શકીએ આ સરખુજ છે જયારે કોઈ પણ સંખ્યાને એક દશક વડે ગુણીએ ત્યારે આપણે એક શૂન્ય ઉમેરીએ છીએ પરંતુ અહી ત્રણ દશક વડે ગુણીએ છીએ આથી આપણે ત્રણ શૂન્ય ઉમેરીશું આપણે આ બધાને એક ભાત તરીકે જોઈએ ચાલો સાતનો અંક લઈયે સાત અને દસ વડે ગુણાકાર કરીએ ગુણ્યા સો ગુણ્યા એક હજાર અને જોઈએ કે શું થાય છે સાત ગુણ્યા દસ બરાબર સાતની સાથે એક શૂન્ય કારણકે આપણી પાસે દશક છે સાત ગુણ્યા સો એ સાત સાથે બે શૂન્ય થશે કારણકે સો એ દસ ગુણ્યા દસ છે તે સાત ગુણ્યા બે વખત દસ છે આથી અહી બે શૂન્ય છે અને સાત ગુણ્યા એકહજાર બરાબર સાતહજાર અથવા સાતની સાથે ત્રણ શૂન્ય કારણકે એકહજાર બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ અથવા ત્રણ દશક છે આમ અહી એક બે ત્રણ શૂન્ય છે અને આપણે અહી એક ભાત જોઈ શકીએ છીએ જયારે દસ વડે ગુણીએ છીએ જેમાં એક શૂન્ય છે તો જેતે પૂર્ણસંખ્યાની પાછળ એક શૂન્ય ઉમેરીએ છીએ જયારે કોઈ પૂર્ણસંખ્યાને સો વડે ગુણીએ જેમાં બે શૂન્ય છે તો જેતે પૂર્ણસંખ્યાની પાછળ બે શૂન્ય ઉમેરાય અને એકહજાર વડે ગુણીએ તો જેતે પૂર્ણસંખ્યા પછી ત્રણ શૂન્ય ઉમેરાય