If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2-અંકો વડે ભાગાકાર: 7182÷42

7182÷42  નો ભાગાકાર શીખો. શેષ નથી. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો 7182 નો 42 વડે ભાગાકાર કરીએ અને અહીં તફાવત એ છે કે આપણે એક અંકની સંખ્યા ને બદલે બે અંકની સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ પરંતુ એજ પ્રક્રિયા દ્વારા તો 7 ભાગ્ય 42 શું થશે જુઓ 7 ને 42 વડે ભાગી શકાય નહિ આથી આગળની સ્થાન કિંમત ઉમેરીએ તો 71 ભાગ્યા 42 શું થશે જુઓ 42 એ 71 માં 1 વખત આવે છે માત્ર યાદ રાખવા માટે જયારે આ પ્રક્રિયા કરોછો 42 એ 71 માં 1 વખત છે ત્યારે વાસ્તવમાં 42 એ 71 સો માં સો વખત છે કારણકે આ 1 એ સો ના સ્થાને છે હમણાં આપણે પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો 1 ગુણ્યા 42 બરાબર 42 પછી બાદબાકી હવે મનમાં 71 ઓછા 42 કરી શકો 71 ઓછા 42 બરાબર 29 પરંતુ અહીં સમૂહ બનાવી શકાય અહીં 1 માંથી 2 બાદ કરવાના છે જે શક્ય નથી તો 70 માંથી 10 લઈએ આથી આ 60 થશે અને આ દસને એકમના સ્થાન ને આપીએ તો તે 11 થશે અને 11 ઓછા 2 બરાબર 9 6 ઓછા 4 બરાબર 2 આમ 29 મળે અને પછી આગળની સ્થાનકિંમત નીચે ઉતારીએ 8 નીચે ઉતારીએ અને એક કરતા વધુ અંકવળી સંખ્યા વડે ભાગીએ ત્યારે જ યુક્તિ જરૂરી છે આપણે વિચારીએ કે 298 ને 42 વડે ભાગીએ તો શું મળે ક્યારેક ભૂલ પણ થઇ શકે ધ્યાન રાખવું જરૂરી છે ભૂલ પડે તો ફરીથી પ્રયત્ન કરવો જો તમે ભૂલ કરો કે તે 9 વખત છે અને 9 ગુણ્યા 42 કરો તો 298 કરતા મોટી સંખ્યા મળશે જો એમ કહો કે 3 વખત છે અને 3 ગુણ્યા 42 કરો તો અહીં કોઈ સંખ્યા મળશે પછી જયારે બાદબાકી કરો તો તમને 42 કરતા મોટી સંખ્યા મળશે તો પણ આ ભૂલ છે ચાલો જોઈએ એક નજરે આ થઇ શકે કે કેમ તો આ 40 ની નજીક ની સંખ્યા છે અને આ ૩૦૦ ની નજીક ની ૩૦૦ ભાગ્ય 40 એ ૩૦ ભાગ્યા 4 બરાબર જ છે તો તે 7 વખત જેવું છે 7 ગુણ્યા 2 બરાબર 14 7 ગુણ્યા 4 બરાબર 28 વત્તા 1 બરાબર 29 આ ઘણી નજીકની સંખ્યા છે 298 કરતા 294 નાની સંખ્યા છે આથી તે બરાબર છે અને શેષ એ 42 કરતા નાની સંખ્યા છે આમ તે યોગ્ય છે હવે આગળની સ્થાનકિંમત નીચે ઉતારીએ 2 નીચે ઉતારીએ અને જોઈએ 42 ભાગ્યા 42 શું થશે જુઓ 42 એ 42 માં એક વખત છે 1 ગુણ્યા 42 બરાબર 42 અને શેષ કશું નથી આમાં ભાગાકાર ઝડપથી થઇ ગયો તો 7182 ભાગ્યા 42 બરાબર 171